
ભારત દેશ ની અંદર ઔષધિ નો બાહોડા પ્રમાણમા થાય છે અને આ ઔષધીઓ આપણે આપના રોજિંદા જીવન ની અંદર ઉપયોગ કરતાં હોઈએ છીએ. આ ઔષદીઓ ની અંદર ફાયટોન્યુટ્રિઅન્ટ્સ (phytonutrients) હોય છે જે તમારા Immune System ને સીધુજ અશર કરે છે. આ માથી મોટા ભાગની ઔષધિ એંટીબેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મ ધરાવે છે તેમજ એન્ટિઓક્સિડંટ હજાર હોય છે જે તમને નાના-મોટા વાઇરલ ચેપ અને ફ્લૂ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
ભારત ની અંદર વધુ ઉપયોગ કરવામાં આવતી ઔષધી જેવીકે તુલસી, મેથી,ફૂદીનો લેમન ગ્રાસ,ધાણા,અજવાઈન ના પાંદડા અને રાઇ છે. અને સામાન્ય રીતે આપણે સૌ સૂકી ઔષધિ ને બદલે તાજી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ છીએ તો ચાલો આજ કેટલીક ઔષધિ ના ગુણ વિષે જાણીએ.
તુલસી (Holy Basil)

તુલસી (Holy Basil) ની અંદર એન્ટીકેન્સર, ઇમ્યુનોમોડ્યુલેટર(immunomodulator) અને સાયટોપ્રોટેક્ટીવ એજન્ટ(cytoprotective agent) હોય છે જે તેને સૌથી શ્રેષ્ઠ ઔષધિ બનાવે છે. અને તેને એડેપ્ટોજેનિક (adaptogenic) ઔષધિ તરીકે પણ ઓડખવામાં આવે છે માટેજ આપણે તેને આપણી ચાય માં વધુ ઉપયોગ કરીએ છીએ જેથી સ્વાદિષ્ટ હોવા સાથે તે ગુણકારી પણ છે તે જલદીથી માથાનો દુખાવો, અપચા જેવી અનેક સમસ્યામાં અસરકારક છે.
મીઠી તુલસી (Sweet Basil)

આપણે ત્યાં તુલસી ને હમેશ પવિત્ર ગણવામાં આવે છે મીઠી તુલસી ની એ સામાન્ય તુલસી કરતાં ભિન્ન છે તે અંદર પિનીન(pinene) અને ટર્પિનોલ(terpineol) જેવા ઔષધિ તેલ હાજર છે તેને ખુબજ ઉત્તમ બનાવે છે. મીઠી તુલસી તમને ગેસ,ભૂખ ના લાગવી, લોહી ના પરિભ્રમણ ની અંદર થતી સમસ્યા માં મદદ કરે છે.
મેથી (Fenugreek)

મેથી એ તેના દરેક સ્વરૂપ માં ગુણવાન છે ભલે તે મેથીના બીજ હોય, પાવડર સ્વરૂપે હોય કે પછી લીલા મેથીના પાંદડા હોય.તેની અંદર સારા પ્રમાણમા ફાઈબર, વિટામિન અને ખનીજ જેવાકે આયર્ન અને મેગ્નેશિયમ હોય છે અને મેથી નો વધુ ઉપયોગ ડાયાબિટીસ હોય તેવા વ્યક્તિઓ વધુ પ્રમાણમા કરે છે જેથી તેમનું સુગર કંટ્રોલમાં રહે અને તેનો ઉપયોગ આતરડા ને લગતી સમસ્યા માં પણ થાય છે.
ફૂદીનો (Mint)

ફૂદીનો તેના ઠંડક અને મોઢું ફ્રેશ રાખવાના ગુણધર્મ માટે ખુબજ જાણીતું છે અને ઘણીબધી પ્રજાતિઓ પણ છે જે તમને જલ્દીથી મડી જશે. ફુદીના પાંદડા નો રેગ્યુલર ઉપયોગ તમને સ્વાસ સબંધિત વિકાર,એલર્જી, પેટની સમસ્યા અને વજન ઘટાડવામાં મદદકરે છે.
ધાણા (Coriander)

ધાણા એ એક એવી ઔષધિ છે જે એંટીઓક્સિડંટો થી ભરપૂર હોવાનું સાબિત થયું છે ધાણા નો આપણે રોજ રસોઈ ની અંદર કરીએ છીએ તેની અંદર વિવિધ ખણીજો, જરૂરી તેલ વિટામિન સી ખુબજ છે જે તમને અપચો, ઝાડા, હાઈ કોલેસ્ટરોલ અને એનિમિયા જેવી સમસ્યા માં મદદરૂપ થઈ શકે છે.
Palak Fayda | પાલક નું સેવન કરવાના ના અદભુત ફાયદા અને નુકશાન
સ્વસ્થ અને ફીટ રહેવા રોજીંદા જીવન માં કીસમીસ ના ફાયદા – Kismis na fayda
ઘરે બનાવો હેલ્ધી મગદાળ ની ઇડલી – Healthy Moong dal Idli
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોધ: અમારો હેતુ ફક્ત તમને માહિતી પહોચાડવાનો છે કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.