આજ ના આર્ટીકલ મા વાંચો માહિતી તકમરિયા વિશે જેમાં તકમરીયા ખાવાના ફાયદા અને નુકશાન, તકમરિયા નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા,Tukmaria na fayda,tukmaria benefits in Gujarati
તકમરીયા વિશે માહિતી
ઉનાળો આવતાની સાથે જ આપણે અલગ અલગ પ્રકાર ના ઠંડા પીણા પીવાનું ચાલુ કરીએ છીએ. શરીર ને ઠંડક મળે એવી વસ્તુઓનું સેવન કરવા લાગી જઈએ છીએ.
કુદરતી ઠંડક આપે એવી વસ્તુઓં ભોજન નો સમાવેશ આપણા આહાર માં સમાવેશ કરી લેતા હોઈએ છીએ.
એવી વસ્તુઓ કે જે આપણને ગરમી થી રક્ષણ આપે, લૂ થી બચાવે, સ્કીન ને પ્રોટેકટ કરે. એવા ફળ એવા ફ્રુટ્સ ખાતા થઇ જઈએ છીએ કે જે શરીર ને ઠંડક આપે, ત્વચાનું રક્ષણ કરે. એવું જ એક સુપર ફૂડ છે “તકમરિયા”
તકમરિયામાં કેલશીયમ, આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. ઓમેગા ૩ ફેટ્ટી એસીડ, ફાઈબર, પ્રોટીન, એન્ટી ઓક્સીડેન્ટ, આ બધા તત્વો તકમરિયા માં મળી રહે છે
આટલા બધા ગુણો તેની અંદર રહેલ છે એટલે જ તેને સુપર ફૂડ કહેવામાં આવે છે. તો ચાલો જણાવીએ તકમરિયા નું સેવન કરવાના ફાયદા અને નુકસાન
તકમરીયા ના ફાયદા તે વજન ઘટાડવામાં ઉપયોગી
તકમરિયા માં ઘણા જ પ્રમાણ માં ફાઈબર મળી રહે છે, એટલા માટે જ ડાયેટ કરવા માટે તે શ્રેઠ માનવામાં આવે છે.
સવાર ના નાસ્તામાં તકમરિયા નું સેવન કરવાથી તમે વજન માં નોંધપત્ર ઘટાડો જોઈ શકશો.
એકાદ ચમચી તકમરિયા ને પાણીમાં ૩૦ મિનીટ સુધી પલાળી રાખો, તેમાં લીંબુનો રસ, અથવા સંતરા નો રસ નાખીને પીવાથી ટેસ્ટી લાગે છે.
તકમરીયા ના ફાયદા તે ઓમેગા-૩ ફેટી એસીડ થી ભરપૂર છે
બ્લડ પ્રેશર ની સમસ્યા થી પીડિત વય્ક્તિઓ માટે ઓમેગા-૩ ફેટી એસીડ સારું માનવામાં આવે છે, અને જે તકમરિયા માંથી મળી રહે છે.
જો બ્લડ પ્રેશર કન્ટ્રોલ માં રહેશે તો હૃદય પણ સ્વસ્થ રહે છે, તકમરિયા બ્લડ પ્રેશર ને નોર્મલ રાખે છે.
તકમરીયા ખાવાના ફાયદા તે મિનરલ્સ થી ભરપૂર છે
આપણા શરીર માં મીઠા ની માત્રા લેવલ માં હોવી જોઈએ.
જો તે લેવલ માં ના હોય તો અને શરીર માં મીઠા નું પ્રમાણ વધુ હોય તો શરીર માં રહેલા પાણી ને બહાર નીકળવાનો માર્ગ મળતો નથી અને જેનાથી બ્લડ પ્રેશર ની બીમારી ઉભી થઇ જાય છે.
પરંતુ જો શરીર માં મેગ્નેશિયમ, આયરન, હશે તો તે મીઠા ના પ્રમાણ ને કન્ટ્રોલ માં રાખવાનું કામ કરે છે અને પાણી ને શરીર માં ફરવા દે છે અને આ બધા તત્વો આપણને તકમરિયા માંથી મળી રહે છે.
તકમરીયા ના ફાયદા તે કોલેસ્ટ્રોલ ની માત્રા ઘટાડવા મદદરૂપ થાય છે
તકમરિયા માં રહેલું ઓમેગા-૩ ફેટી એસીડ શરીર માંથી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે અને હૃદય ને એકદમ સ્વસ્થ રાખે છે.
જે વ્યક્તિઓનું કોલેસ્ટ્રોલ વધારે હોય તેઓએ પોતાના આહારમાં તકમરિયા નો સમાવેશ કરવો જોઈએ.
તકમરીયા ખાવાના ફાયદા તે કબજિયાત દૂર કરવામાં મદદરૂપ થાય છે
આપણા શરીર માં બધી બીમારિયો ની શરૂઆત પેટ થી થતી હોય છે અને પેટ ખરાબ થવાનું મુખ કારણ છે કબજીયાત.
તકમરિયા ને આહાર માં સામેલ કરવાથી કબજીયાત ની સમસ્યા થતી નથી, તેમાં રહેલું ફાઈબર પેટ ને સ્વસ્થ રાખે છે અને આપણી પાચન શક્તિ મજબૂત બનાવે છે.
તકમરિયા ડાયાબીટીશ માં ફાયદેમંદ છે
બેસિલ – તકમરિયા માં રહેલા પોષક તત્વો અને મિનરલ્સ ડાયાબીટીશ ને કન્ટ્રોલ માં રાખવાનું કામ કરે છે.
તકમરિયા રોગ પ્રતોકારક શક્તિ વધારવા માટે ઉપયોગી
તકમરિયા માં એન્ટી ઓક્સીડેન્ટ મળે છે. જે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે.
દરરોજ તકમરિયા નું સેવન કરવાથી ઘણી બધી બીમારિયો માંથી બચી સકાય છે,Tukmaria na fayda.
તકમરીયા ખાવાના ફાયદા તે હાડકા ને મજબૂત બનાવે છે
આપણા શરીર માંથી જેમ જેમ પાણી ની માત્ર ઓછી થતી જાય છે તેમ તેમ આપણા હાડકા કમજોર થતા જાય છે માટે જ શરીર માં પાણી ની માત્રા બરાબર હોવી જોઈએ.
હાડકા ને મજબૂત બનાવવા માટે તકમરિયાનું સેવન ખુબ જ લાભકારી છે. તકમરિયા માં કેલ્શિયમ ની સાથે સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકા ને મજબૂત બનાવે છે.
તકમરિયા નો ઉપયોગ ત્વચા માટે ઉત્તમ છે
બેસિલ – તકમરિયા એન્ટી ઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે. જે આપણને ત્વચા ના અનેક રોગો હતી બચાવે છે. તકમરિયા નું સેવન કરવાથી, તેનો ફેસ પેક બનાવીને લગાવવાથી ત્વચા ખુબ જ સારી બને છે.
તકમરિયા ને અલગ અલગ વસ્તુઓ સાથે ઉપયોગ કરવાની રીતો
તકમરિયા અને પાણી નું સેવન કરવાની રીત
Tukmaria – તકમરિયા ના પાણી ને તમારા ડાયેટ પ્લાન માં સામેલ કરો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે
તકમરિયા નું પાણી બનાવવા માટે ૧/૪ ભાગ તકમરિયા અને ૪ કપ પાણી લઇ ને આ પાણી માં તકમરિયા ને ૧ કલાક પલાળી રાખો પછી તેમાં સ્વાદાનુસાર લીંબૂ કે સંતરા રસ નાખીને પીવું.
તકમરિયા નું સેવન કરો સલાડ મા ઉમેરીને
પાણી પછી ઘણા લોકો તેમના ડાયટ પ્લાન મા જે સલાડ નું સેવન કરતા હોય છે તે સલાડ મા ઉપરથી તકમરિયા ઉમેરી ને પણ સેવન કરવાનું પસંદ કરતા હોય છે.
તકમરિયા અને દડિયું નું સેવન કરો
વજન ઘટાડવા માટે દાડિયું બેસ્ટ છે. દડિયા માં તકમરિયા નાખીને સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે.
ઘણા લોકો ને દહીં સાથે તકમરિયા નાખીને સેવન કરવાનું પસંદ હોય ચેહ. તકમરિયા ને અદ્કાચ્રા પીસીને દહીંમાં નાખીને ખાવથી ટેસ્ટી લાગે છે.
તકમરિયા ના નુકસાન
વધારે પડતું કોઇપણ વસ્તુ નું સેવન કરવું સેહત માટે નુકસાન કારક જ હોય છે.અને અપૂરતી જાણકારી પણ મહત્વ નો ભાગ ભજવે છે. એવા જ અપૂરતી જાણકારી ને વધારે સેવન ના કારણે થતા અમુક નુકસાનો ચીશે નીચે માહિતી આપી છે.
લો બ્લડ પ્રેશર વાળી વ્યક્તિઓએ તકમરિયા નું સેવન પ્રમાણસર કરવું જોઈએ.
વધારે પ્રમાણ માં ફાઈબરયુક્ત ખોરાક નું સેવન કરવાથી પેટ બગડવાની સમસ્યા થઇ શકે છે.અને તકમરિયા માં ફાઈબર ની માત્ર ભરપૂર હોય છે. માટે જ લીમીટ માં સેવન કરવું જોઈએ.
જો તમને ડાયાબીટીશ છે તો તકમરિયા નું સેવન નહીવત કરવું જોઈએ.
તકમરિયા ને ખાતા સમયે ધ્યાન રાખવું કે તે ગળા માં ભરી ના જાય. નહિતર ગળા ને લગતી સમસ્યાઓ થઇ શકે છે.
તકમરિયા ને લગતા કેટલાક લોકો ને મુજવતા પ્રશ્નો
એક દિવસ માં લગભગ ૧.૫ ચમચી જેટલા તકમરિયા નું સેવન કરી શકાય
તકમરિયા જે તુલસી અને ડમરા પ્રજાતિ ના છોડ ના બીજ છે તેને અંગ્રેજીમાં Basil (બેસિલ / બાસિલ / બાઝિલ ),Sabja, Thai basil, sweet basil જેવા વિવિધ નામે ઓળખવામાં આવે છે
બેસિલ સીડ ને તકમરિયા તરીકે ઓળખવામાં આવે છે અને કલોંજી એ ડુંગરી ના બીજ ને કહેવામાં આવે છે.
હા, પલાળેલા તકમરિયા નું સવારે ખાલી પેટે સેવન કરવાથી વજન ઉતારવામાં ખુબજ મદદ મળે છે
હા, તકમરિયા કે જે તેના ખુબજ સારા પોશાક્તાત્વો ને કારણે સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે અને તેને પલાળી સવારે ખાલી પેટે સેવન કરવામાં આવે તો વજન ઓછુ કરવામાં ખુબજ મદદરૂપ થાય છે.
Tukmaria na fayda | Tukmaria benefits in Gujarati
આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીતકમરીયા ના ફાયદા વિવિધ સમસ્યામા અને તકમરિયા નું સેવન કરવાની રીત, Tukmaria na fayda, tukmaria benefits in Gujarati
આ માહિતી પસંદ આવી હશે આવીજ નીચે બીજી માહિતી ની લીંક આપી છે જે અચૂક વાંચો
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
નાગરવેલ ના પાન ના ફાયદા અને ઘરેલું ઉપચાર | nagarvel na pan na fayda
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે