આજ ના આર્ટીકલ મા વાંચો માખણ ના ફાયદા અને માખણ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત,માખણ બનાવવાની રીત, માખણ ના નુકશાન, makhan na fayda,makhan khavana fayda, makhan benefits in Gujarati
માખણ
દહીને વલોવીને તેમાંથી સારરૂપ માખણ કાઢવામાં આવે છે. નાના મોટા સર્વને માટે માખણ અમૃત સમાન છે. ઘી કરતા માખણ જલ્દી પચે છે.
તાજું માખણ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. છાશ ને એકદમ વલોવીને માખણ બનાવવામાં આવે છે. સંતુષ્ટિ અને સ્વાદ આપવાનો ગુણ તો માત્ર તાજા માખણ માં જ રહેલો છે.
લાંબા સમય નું વાસી માખણ ખારાશ, તીખાશ અને ખટાશ વાળું હોય શકે છે તેથી તેનું સેવન કરવાથી ઉલટી, હરસ, કોઢ, કફ, વગરે જેવી બીમારીઓ નો ભોગ બનવું પડે છે.
Makhan na fayda
ઘણા વ્યક્તિઓ નું એવું માનવું છે કે માખણ ખાવાથી વજન વધે છે, કારણ કે તેમાં કેલેરી નું પ્રમાણ વધારે હોય છે પણ એ એક વહેમ છે, જો માખણ નો સાચી રીતે સેવન કરવામાં આવે તો વજન વધતો નથી.
માખણ માં શરીર ને જરૂરી એવા તમામ વિટામિન્સ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે શરીર ને ફાયદાકારક્ છે.
ગાજર પછી માખણ જ એવી વસ્તુ છે જેમાં વિટામીન એ ભરપૂર માત્રા માં હોય છે.
૧૦૦ ગ્રામ માખણ માં ૭૫૦ કેલેરી ઉર્જા હોય છે. માખણ માં મેગનીઝ, ક્રોમિયમ, આયોડીન,તાંબુ અને સેલેનીયમ જેવા ખુબ જ જરૂરી ખનીજ તત્વો હોય છે. વિટામીન એ સિવાય વિટામીન ડી વિટામીન ઈ અને વિટામીન કે પણ હોય છે.
ચાલો જાણીએ માખણ ના ફાયદા અને માખણ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ
ગાયનું માખણ આંખો પર લગાવવાથી આંખોની બળતરા મટે છે.
માખણ અને ખડી સાકર ખાવાથી ઝીણો તાવ મટે છે, અને તેની સાથે મધ મિક્ષ કરીને ખાવાથી શરીર માં શક્તિ ઉત્પન્ન થાય છે.
માખણ, મધ અને ખડી સાકર મિક્ષ કરીને ખાવાથી મરડો મટે છે.
બકરી ના દૂધ અને દહીમાંથી બનાવેલું માખણ તુરુ, પચવામાં હલકું, આંખો માટે હિતકારી, છે. તેના સેવનથી ઉધરસ, ડાયાબીટીશ, કોઢ, સફેદ ડાઘ, વગેરે માં ખુબ જ ફાયદા થાય છે.
ભેસ નું માખણ વાયુ અને કફ કરનાર તથા ભારે છે. તેનું માખણ ખાવાથી શરીર માં બળતરા થતી હોય , પિત્ત થયો હોય, થાક લાગ્યો હોય તો આ બધામાં ફાયદો કરે છે. બસ ગાયના માખણ કરતા ભેશનું માખણ પચવામાં થોડું ભારે હોય છે.
માખણ ના ઘરેલું ઉપચાર
ગાયના દૂધ અને છાશ માંથી બનાવેલું માખણ હિતકારી, શરીર નો રંગ સુધારનાર, ત્વચા ને ચમકીલી બનાવનાર, શરીર ને બળ આપનાર છે. એ ઝાડા ને રોકનાર, વાયુ પિત્ત તથા લોહીનો બગાડ, ગેસ ના કારણે જે રક્તપિત્ત થયો તે દૂર કરનાર છે માટે જ બધા પ્રકાર ના માખણ માં ગાય નું માખણ સર્વ શ્રેઠ માનવામાં આવે છે.
માખણ દરરોજ નવા તાજા કોષ બનાવે છે, શરીર ને સુંદર બનાવે છે, વીર્ય ને વધારે છે તેમજ પિત્ત નો નાશ કરે છે.
માખણ નું સેવન કરવાથી ભૂખ સારી લાગે છે. માખણ પચવામાં હલકું છે અને નવું લોહી બનાવનારું છે.
Makhan – માખણ નું નિયમિત સેવન કરવાથી ચશ્માં ના નંબર જલ્દી આવતા નથી. માખણ નું સેવન કરવાથી ઉધરસ પણ મટે છે.
વલોણા માંથી કાઢેલું ખટાશવાળું તાજું માખણ શરદી કરતુ નથી અને ઉત્તમ મનાય છે,તાજું મકાહ્ન સ્વાદિષ્ટ અને મીઠું હોઈ ઝાડા ના પ્રવાહીને સુકવી ને ઝાડો બાંધે છે.
માખણ નું સેવન કર્યા પછી તમારા શરીર માં એક અલગ પ્રકાર ની તાજગી આવી જાય છે. કારણ કે માખણ માં સેલીનીયમ હોય છે જે શરીર ની નર્વસ સીસ્ટમ ને ખુશી પહોચાડે છે. એટલે જ તો સૂપ માં ઉપર થી ક ચમચી ભરીને માખણ નાખવામાં આવે છે.
makhan na fayda – માખણ માં વિટામીન એ ભરપૂર માત્રા માં હોય છે જે થાઈરોઈડ ગ્રંથી માં ખુબ જ અસર કરે છે.
બાળકોના દિમાગ ને તેજ બનાવે છે માખણ
માખણ માં રહેલું કોલેસ્ટ્રોલ અને ચરબીનું પ્રમાણ બાળકોના દિમાગી વિકાસ ને તેજ બનાવે છે. સાથે સાથે બાળકોની આંખો માટે પણ માખણ નું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.
માખણ એક પ્રકાર નું એન્ટી ઓક્સીડેન્ટ
Makhan khavana fayda – માખણ માં એન્ટી ઓક્સીડેન્ટ ની માત્રા ભરપૂર પ્રમાણ માં હોવાથી તે કેન્સર અને ટ્યુમર થી રક્ષણ આપે છે.
એના સિવાય તે ત્વચા માં ફ્રી રેડીક્લસથી સુરક્ષા કરે છે, એટલે જ તો શિયા માખણ ને એન્ટી એન્જીંગ ના રૂપ માં ક્રીમ માં વાપરવામાં આવે છે.
માખણ ના ફાયદા તે ત્વચા માં ચમક લાવે છે
કોકો બટર અથવા શિયા બટર ને ચહેરા પર લગાવવાથી અથવા તેના દ્વારા મસાજ કરવાથી ત્વચા માં ખુબ જ નીખાર આવે છે.
માખણ ના ફાયદા હરસ અને મસા
ખડી સાકર, માખણ અને નાગકેસર ભેગી કરીને સેવન કરવાથી લોહી નીકળતા હરસ મસા માં ફાયદો થાય છે તથા ગાયનું માખણ અને તલ ખાવાથી પણ હરસ અને મસા માં ફાયદો થાય છે.
માખણ ના ફાયદા તે હાડકાને મજબૂત બનાવે છે
માખણનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે. માખણ માં રહેલું વિટામીન ડી શરીરમાં કેલ્શિયમ ની ઉણપ ને દૂર કરવામાં મદદ કરે છે. એટલું જ નહી માખણ દાંતો માટે પણ એટલું જ ફાયદેમંદ છે.
માખણ ના ફાયદા તે મગજ અને મગજ ના કોષો ને મજબૂત બનાવે છે
makhan – માખણ ખાવામાં હલકું, ઠંડુ, પૌષ્ટિક અને યાદશક્તિ વધારનારું છે.માનસિક પરિશ્રમ કરનાર વ્યક્તિઓ માટે માખણ ખુબ જ ફાયદે મંદ સાબિત થાય છે,makhan na fayda.
માખણ નો ઉપયોગ શ્વાસ રોગો માં
ઘણા વ્યક્તિઓનું એવું માનવું છે કે માખણ કઈ રીતે શ્વાસરોગ માં ફાયદો કરતો હશે કેમ કે એ તો એક પ્રકાર નો ચીકણો પદાર્થ છે.
પરંતુ એક અધ્યન માં સાબિત થયું છે કે માખણ નું સેવન કરવાથી આતરડા ને ખુબ જ ફાયદો થાય છે. અને શ્વાસ ના રોગોમાં ઉત્તમ છે માખણ.
માખણ બનાવવાની રીત
ક્રીમ અથવા દૂધ ની મલાઈ થી માખણ બનાવવાની રીત
દૂધ ને ગરમ કરીને રાખી મુકો, રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ફ્રીઝ માં રાખી દો, અમુક કલાકો ફ્રીઝ માં રાખ્યા બાદ તેના પર જામેલી મલાઈ કાઢી લો.
આવી રીતે જામેલી મલાઈ લગભગ એક અઠવાડિયા ની ભેગી કરો, ત્યારબાદ તેને દહીં અથવા છાસ વડે જમાવી લો.(વધારે માં વધારે ૮ કલાક જેલો સમય આપવો મલાઈને જામવા માટે)
જામી ગયા બાદ મલાઈને બ્લેન્ડર, અથવા મિક્ષ્ચર માં નાખીને ફરાવો. જો ઠંડી ની સીઝન માં માખણ બનાવતા હો તો તેમાં થોડુક નવસેકું પાણી નાખવું,
જો ઉનાળામાં કરો છો તો ઠંડુ અથવા નોર્મલ પાણી ઉમેરવું. થોડી વાર ફરાવ્યા બાદ માખણ ઉપર તરી આવશે અને છાસ નીચે રહી જશે.
હવે હાથ ની મદદ થી માખણ ને અલગ કરી લો, તૈયાર છે દૂધ ની મલાઈ માંથી બનાવેલું “માખણ”.
દહીં ની મલાઈ માંથી માખણ બનાવવાની રીત
દહીને જમાવી ને તેના પરની મલાઈ એકઠી કરો. આવી રીતે દહીંની મલાઈ એક અઠવાડિયા ની એકઠી કરો. ત્યારબાદ ઉપર જણાવેલ મુજબ ની પ્રોસેસ ને ફોલો કરો. દહીં દ્વારા બનેલું માખણ વધારે સ્વાદિષ્ટ લાગે છે.
જો તમે ઈચ્છો તો માખણ બનાવતી વખતે તેમાં મીઠું નાખી શકો છો.
એક વાત નું ધ્યાન રાખવું, જયારે પણ તમે દૂધ અથવા દહીં ની મલાઈ બનાવો છો તો દૂધ હમેશા ફૂલ ક્રીમ વાળું લેવું તો જ મલાઈ જાડી બનશે અને માખણ વધારે ઉતરશે.
માખણ ના નુકશાન
માખણ ના સ્વાસ્થ્ય ને લગતા લાભો સિવાય એ પણ જાણવું જરૂરી છે કે માખણમાં ફેટ પણ હોય છે, તો ચાલો જાણીએ તેના અમુક નુકસાન.
જે વ્યક્તિઓ વજન વધવાની સમસ્યા થી પરેશાન છો તો માખણ નું સેવન ઓછી માત્રા માં કરવું જોઈએ.
માખણ માં ખરાબ કોલેસ્ટ્રોલ ની માત્રા હોય છે, તેથી જો તમે માખણ નો વધારે પડતો ઉપયોગ કરશો તો, હૃદય રોગ, કેન્સર, વજન વધવું, જેવી અનેક બીમારીઓ થઇ શકે છે.
માખણ ને સંબંધિત લોકો ને કેટલાક મુજવતા પ્રશ્નો
ઘરે બનાવેલ માખણ ની અંદર દૂધ ના પ્રોટીન,સેચ્યુરેટેડ ફેટ, વિટામીન ડી,વિટામીન એ ધરાવે છે જે આપણી ઈમ્યુનીટી ને પણ બુસ્ટ કરે છે અને આપણા હાડકા ના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે જો યોગ્યમાત્રા મા સેવન કરવામાં આવે તો
પીળા માખણ ની અંદર થોડું મીઠું અને થોડા વધુ પ્રમાણમાં બીટા કેરોટિન( પીળું પદાર્થ ) હોય છે જયારે સફેદ માખણ ની અંદર મીઠું ઉમેરવામાં નથી આવતું અને તેની અંદર ઓછુ બીટા કેરોટિન અને ફેટ પણ ઓછુ હોય છે
અમુલ દ્વાર તેમના માખણ ની અંદર ડાયસાયટીલ(diacetyl) નામનું તત્વ ઉમેરવામ આવે છે જે તેને માખણ નો જરૂરી સ્વાદ આપાવે છે અને તેમને તેના સ્વાદ મા વધારો કરવા તેમાં મીઠું અને રંગ ઉમેર્યો જેથી તેમનું ભેશ નું માખણ ગાય ના માખણ જેવોજ રંગ પ્રાપ્ત કરે છે જેનો લોકો ઉપયોગ કરે છે(source- economictimes.indiatimes.com )
પીળા અને સફેદ માખણ વચ્ચે નો મુખ્ય તફાવત તેમની અંદર રહેલ પોષક તત્વો નો છે પીળા માખણ ની અંદર મીઠું, ટ્રાંસ ચરબી(trans fats), શર્કરા અને કલરિંગ એજન્ટો હોય છે જયારે સફેદ માખણ ની અંદર વિટામીન A અને વિટામીન D જેવા સારા પોષક તત્વો હોય છે
Makhan khavana fayda | Makhan benefits in Gujarati
આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી માખણ ના ફાયદા , માખણ ના નુકશાન, makhan na fayda,makhan khavana fayda, Makhan benefits in Gujarati, પસંદ આવી હશે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
બીલી નું ફળ બીલા ના ફાયદા અને બિલા ના ઘરેલું ઉપચાર | Bili fal na fayda
તકમરીયા ના ફાયદા વિવિધ સમસ્યામા અને ઉપયોગ કરવાની રીત | Tukmaria na fayda
નારિયેળ પાણીના ફાયદા અને નુકશાન | નારિયેળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | Nariyal pani na fayda
કાચી ડુંગળી ખાવાના ફાયદા | ડુંગળી ના ઘરેલું ઉપાયો | બાળકો માટે ડુંગળી નો રસ | Dungri khavana fayda
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે