કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની રીત - શીખંડ બનાવવાની રીત રેસીપી - kesar pista shrikhand recipe in Gujarati
Image – Youtube/FOOD COUTURE by Chetna Patel
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ઉનાળા મા સૌ ને પ્રિય ઠંડુ  ઠંડુ ખાવાની મજા આવે તેવું કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત શીખવીશું, શીખંડ બનાવવાની રીત,kesar pista shrikhand recipe in gujarati.

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની રીત

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • દોઢ કિલો દહીં ફૂલ મલાઈ વાળું
  • પીસેલી ખાંડ ૩૦૦ ગ્રામ
  • કાજુ, બાદમ, પિસ્તા ના કટકા ૧ કપ
  • ઘી ૧ ચમચી
  • કેસર ૧૫-૨૦ તાતણા
  • એલચી ભૂકો ૧ ચમચી
  • દૂધ ૩-૪ ચમચી

કેસર પિસ્તા શીખંડ બનાવવાની રીત

કેસર પિસ્તા શીખંડ બનાવવા  સૌ પ્રથમ ૨ કિલો/ લિટર દૂધ ને ગરમ કરી ઉકળવા માટે મૂકો દૂધ બરોબર ઉકડી જાય એટલે તેને ઠંડુ થવા દયો,

ત્યાં બાદ એમાં અડધી ચમચી દહીં નાખી મેળવી ને રાત આખી દહીં જમવા મૂકી દયો દહીં બરોબર જામી જાય એટલે તેને ફ્રીઝ માં મૂકી થડું થવા દયો

Advertisement

હવે ઠડું થયેલ દહીં ને એક સાફ સફેદ કપડાં માં બાંધી ને ચારણી માં મૂકી નીચે બીજું વાસણ મૂકી  ૪-૫ કલાક ફ્રીઝ માં મૂકો ને પાણી નિતારી લ્યો

હવે ૪-૫ કલાક પછી એ બાંધેલું દહીં ને બીજા વાસણ માં કાઢી લ્યો,

ત્યારબાદ તેમાં પીસેલી ખાંડ ને મિક્સ કરો ખાંડ મિક્સ થઈ જાય એટલે તૈયાર મિશ્રણ ને જીની ચારણી વડે ચારી ને સમુથ બનાવી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ માં એક ચમચી ઘી માં ૨ મિનિટ  શેકેલા કાજુ, બાદમ ને પિસ્તા ના કટકા  ને ઠંડા કરી તેમાં મિક્સ કરો,

(જો તમને કાજુ પિસ્તા ને બદામ સેક્યા વગર નાખવા હોય તો એમ પણ નાખી સકો છો પરંતુ સેક્વા થી તેનો સ્વાદ વધારે સારો લાગે છે)

ત્યાર બાદ એમાં કેસર ને દૂધ માં નાખી કેસર વાળું દૂધ ને એલચી નો ભૂકો નાખી મિક્સ કરો ને એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો ને ફ્રીઝ માં મૂકી ને ઠંડુ કરો ને મજા માણો કેસર પિસ્તા શ્રીખંડ નો.

Kesar pista shrikhand recipe in Gujarati

shrikhand recipe in Gujarati

આશા છે અમારા દ્વારા જણાવવામાં આવેલ કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની રીત, શીખંડ બનાવવાની રીત, kesar pista shrikhand recipe in Gujarati. પસંદ આવી હશે.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવવાની રીત | Kesar pista ice cream recipe Gujarati

ઘરે બનાવો મેંગો શ્રીખંડ ટાર્ટ | Mango ShriKhand Tart

ખુબજ સરળતા થી ઘરે બનાવો વેજ પફ સીટ | Veg Puff Sheet recipe in Gujarati

પિસ્તા નું રેગ્યુલર સેવન કરવાના 10 થી વધુ ફાયદા | Pista na fayda

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement