આજ ના આર્ટીકલ મા વાંચો કપૂર ના ફાયદા, ઘરેલું ઉપચાર મા કપૂર નો ઉપયોગ કરવાની રીત,કપૂર બનાવવાની રીત, કપૂર નું તેલ બનાવવાની રીત, kapur na faida,kapur na fayda, camphor benefits in Gujarati
કપૂર વિશે માહિતી
આપણી સંસ્કૃતિમાં પૂજા અને આરતી કરવાનું વિશષ મહત્વ છે અને આરતી તો કપૂર ના ઉપયોગ વગર અધુરી જ છે.
કપૂર એક સુગંધિત દ્રવ્ય છે. જ્યાં પણ કપૂરનો દીવો કરવામાં આવે છે ત્યાં વાતાવરણ સુગંધિત અને શુધ્ધ્ થઇ જાય છે સાથે સાથે હાનીકારક બેક્ટેરિયા પણ નાશ પામે છે.
ઘરમાં દરોજ કપૂર પ્રગટાવવામાં આવે તો નકારાત્મક ઉર્જન્ષ્ટ થઇ જાય છે. સુવાના સમયે કપૂર બળવાથી મચ્છર નો ઉપદ્રવ થતો નથી અને વાતારણ શુધ્ધ્દ અને સુગંધિત રહે છે.
કપૂર નો ઉપયોગ કરવાનું વૈજ્ઞાનિક મહત્વ એ પણ છે કે વાતાવરણ માં રહેલા હાનીકારક બેક્ટેરિયા તેને સળગાવવાથી નાશ પામે છે. દરરોજ ગાયના છાણાં માં કપૂર સળગાવવાથી વાતાવરણ શુધ્ધ્દ અને પ્રફુલિત બને છે.
કપૂર બે પ્રકાર ના આવે છે. એક પ્રાકૃતિક કપૂર અને કૃત્રિમ કપૂર.
પ્રાકૃતિક કપૂર “ભીમશેની કપૂર” જેને ઝાડ પર થી નીકળવામાં આવે છે. તેને આપણે ખાઈ પણ શકીએ છીએ. જયારે કેમિકલ્સ થી બનેલું કપૂર કૃત્રિમ કપૂર જે હિલીંગ પ્રોપર્ટીસ થી ભરપૂર હોય છે.
કપૂર ઘણી બધી બીમારીઓથી બચાવે છે, કફ, સ્નાયુઓના દુખાવા, સંધિવા, ગળા નો દુખાવો વગેરે વગેરે…. તો આવા જ અનેક રોગોથી બચવાના ઉપાયો આજ ના આ લેખ માં જણાવીશું.
કપૂર ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ
પેટ ના કૃમીઓનો નાશ કરવા માટે કપૂર ને પાણીમાં મિક્ષ કરીને તેની એનીમા આપવી જોઈએ.
કપૂર માનસિક રોગો માટે ઉપયોગી સાબિત થાય છે, કપૂર નો ધુમાડો વાતાવરણ માં પ્રસરતા જ વાતાવરણ શુધ્ધ થઇ જાય છે અને ઊંઘ પણ સારી આવે છે.
સંધિવા ના દર્દીઓએ ઓલીવ ઓઈલ માં કપૂર નાખીને તે તેલ ની માલીશ કરવી જોઈએ.
કપૂર સ્નાયુઓના દુખાવા ને મટાડે છે, કપૂરને તેલ માં મિક્ષ કરીને માલીશ કરવાથી આમવાત, મચકોડ, માસપેશીઓનો દુખાવો તથા ફેફસાના સોજા મટે છે.
Camphor – કપૂર કફ ને પીગાળી ને બહાર કાઢનાર હોવાથી શ્વાસ તથા ઉધરસ ને મટાડનાર છે તથા ક્ન્થ્ય હોવાથી ગળા ના રોગોમાં પણ લાભકારી નીવડે છે. તેના ઉપયોગ થી ફેફસાંમાં રક્તપરિભ્રમણ ક્રિયા વધી જાય છે.
કપૂર ના ફાયદા અને ઘરગથ્થું ઉપચારો
Kapur – કપૂરનો ઉપયોગ કરવાથી શ્વેતકણો માં વધારો થાય છે. કપૂર શ્વસન પ્રક્રિયા ઉપર ઉત્તેજક અસર પડે છે.
કપૂર ચંદન અને લીમડા ના પાંદડા ને ચોથા ભાગના પાણી વાળી છાશ માં વાટીને તેનો લેપ કરવાથી તાવ મટે છે.
કપુરવાળા ચંદન નો લેપ કરવાથી મૂર્છા દૂર થાય છે કપૂરની પોટલી બનાવી વારંવાર સુંઘવાથી સળેખમ મટે છે.
કમળ, કપૂર, અને ચંદન નો લેપ કરવાથી કોઈપણ પ્રકાર ની બળતરા મટે છે.
કપૂર અને તુલસીના રસ ને સુખડ સાથે ઘસીને કપાળ પર લેપ કરવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.
Kapur na fayda ane gharelu upchar
હિંગ, કપૂર, વજ અને તજનો ચૂર્ણ દાંતના પોલાણમાં ભરવાથી કૃમીઓનો નાશ થાય છે અને દુખાવો દૂર થાય છે.
કપૂરને ગુલાબજળ માં લસોટીને નાકમાં નાખવાથી નાક માંથી નીકળતું લોહી બંધ થઇ જાય છે.
કપૂર જાયફળ અને હળદર સરખે ભાગે લઈને પાણીમાં લસોટી પેટ પર લેપ કરવાથી દુખાવો શાંત થાય છે.
કોઈપણ ઘા પડ્યો હોય એ લોહી નીકળતું હોય તો કપૂરને પલાળી તેમાં રૂં બોળીને ઘા પર દબાવી દેવું, જેથી દુખાવામાં રાહત થાય છે અને ઘા સડતો નથી.
જુનો મરડો,ઝાડા ઉલ્ટીમાં દર કલાકે એક કપ પાણીમાં બે ટીપાં કપૂર ના નાખીને આપવાથી તરત જ લાભ થાય છે.
ઘરમાં માખી અને મચ્છર નો ઉપદ્રવ હોય તો કપૂર ની ગોળીઓને કપૂર દાની માં સળગાવો. તેના ધુમાડા અને સુગંધ થી માખી અને મચ્છર નો ત્રાસ ઓછો થઇ જાશે.
kapur na faida | Kapur na fayda | Camphor na fayda
ઘરમાં કીડીઓ આવતી હોય તો પાણીમાં કપૂર ઓગાળીને ઘરના દરેક ખૂણા માં સ્પ્રે કરી દો.
કપૂર ના ફાયદા જો નાહવા પાણી માં કપૂર નાખવાથી બોડીનું સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે અને બોડી રીલેક્ષ થાય છે.
ચહેરાનો ગ્લો વધારવા માટે રાત્રે સુતી વખતે કાચા દૂધમાં થોડું કપૂર મિક્ષ કરીને રૂં ની મદદ થી લગાવો, અને ૫ મિનીટ પછી ચહેરો સાફ કરી લો.
ચહેરા પર થતા ખીલને દૂર કરવામાટે નારિયેળ ના તેલ માં થોડું કપોઓએ મિક્ષ કરીને રોજ સવાર સાંજ લગાવો થોડાક જ દિવસ માં તે સુકાવા લાગશે અને ડાઘા પણ દૂર થઇ જશે.
વાળમાં ખોળા થી પરેશાન છો તો પણ નવસેકા નારિયેળ તેલ માં કપૂર મિક્ષ કરીને મસાજ કરો. એક કલાક બાદ વાળ ધોઈ લો. ખોળો તો દૂર થશે જ સાથે સાથે વાળ પણ મજબૂત બને છે.
પ્ર્તનો દુખાવો, ગેસ અને બળતરા માં કપૂર, અજમો અને ફુદીના ના શરબત ને પીવાથી આરામ મળે છે.
Camphor benefits in Gujarati
૧૦ ગ્રામ કપૂર, ૧૦ ગ્રામ કાથો, ૫ ગ્રામ માટી સિંદૂર, આ ત્રણેય ને લઈને મિક્ષ કરી તેમાં ૧૦૦ ગ્રામ ઘી નાખીને કાંસાની થાળીમાં હાથ ની હથેળી થી ખુબ મસળીને ઠંડા પાણી થી ધોઈને રાખી દો. આં મલમ ને કંઈપણ વાગ્યું હોય , ગરમીના છાલા પડ્યા હોય, ખાન્ઝ્વાદ આવતી હોય, વગેરેમાં લગાવી શકાય છે.
ખંજવાળ આવતી હોય અને બંધ જ નાં થતી હોય ત્યારે કપૂરને ચમેલીના તેલ માં મિલાવીને તેમાં લીંબુના રસ ના બે ત્રણ ટીપાં નાખીને શરીર પર ચોપડવાથી ખંજવાળ તરત જ બંધ થઇ જાય છે.
તુલસીના પાંદડા ના રસ માં કપૂર નાખીને તેના ટીપાં કાન માં નાખવાથી કાન ના દુખાવામાં રાહત થાય છે.
કોઈપણ પ્રકર નો વાસ્તુદોસ હોય તો કપૂર તેમાં પ્રભાવી અસર કરે છે. ઘણા જે ખૂણા માં શુધ્ધ્દ વાયુ નું અવન જવાન છે ત્યાં કાંચ અથવા કોઈપણ વાસણ માં કપૂર રાખવાથી શુધ્ધ્દ વાયુ નો સંચાર થાય છે અને વાસ્તુદોષ પણ ખત્મ થાય છે.
કપૂર ના નુકસાન
કપૂરના તેલ ને ક્યારેય પણ ડાયરેક્ટ ત્વચા પર લગાવવું નહિ, ત્વચા બળી શકે છે.
૨ વર્ષ થી ઓછી ઉમર ના બાળકો માં કપૂરનો કોઈપણ ઉપચાર કરવો નહિ.
ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાઓએ કપૂરના ઉપયોગ થી બચવું જોઈએ.
કપૂર બનાવવાની રીત
કપૂર એ કૂમ્ફર નામના ઝાડ માંથી બનાવવામાં આવે છે. કુમ્ફર ના ઝાડ સામાન્ય રીતે જાપાન, ચીન, અને ભારત માં જોવા મળે છે.
કુમ્ફર ના ઝાડ ની ડાળખી અને છાલા ને કાપી ને સુકવામાં આવે છે. ત્યારબાદ તેને નાના નાના ટુકડાઓમાં વિભાજીત કરવામાં આવે છે. આ નાના નાના ટુકડાઓને ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે.
ઉકાળવાથી આ ટુકડા જેલ નું સ્વરૂપ ધારણ કરી લે છે. પછી આ જેલ ને સૂકવવામાં આવે છે. સુકાયા પછી તે પાવડર સ્વરૂપ બની જાય છે.
આને કપૂરનો પાવડર પણ કહે છે. પછી આ પાવડરને કપૂર બનવાના મશીન માં નાખીને નાની નાની ગોળીઓ કે ચોરસ ટુકડા બનાવી ને પેકિંગ કરવામાં આવે છે.
કપૂર કેવી રીતે બને તે જોવો વિડીયો દ્વારા
કપૂર નું તેલ બનાવવાની રીત
કપૂર અને નારિયેળ નું તેલ બન્ને સરખા પ્રમાણ માં લેવું. હવે નારિયેળ ના તેલને સ્ટીલ ના કપ માં નાખીને તેમાં કપૂર ની ગોળીઓને ભુક્કો કરીને નાખી લો.
હવે એક વાસણ માં પાણી ગરમ કરવા મૂકી તે પાણી ઉકળે એટલે તેના પર કપૂર અને નારિયેળ ના તેલ વારો કપ મુકો.
પાણી ની વરદ થી કપૂર વારુ નારિયેળ તેલ ઓગળશે અને કપૂર પણ ઓગળશે. જેવું તેલ ઓગળી જાય એટલે તરત જ તેને નીચે ઉતારી લેવું. તૈયાર છે કપૂર નું તેલ.
કપૂર ને લગતા કેટલાક મુજવતા પ્રશ્નો
અંગેજીમાં કપૂર ને Borneo Camphor અથવા Camphor ના નામે ઓળખવામ આવે છે
બધા પ્રકાર ના કપૂર ખાવા યોગ્ય હોતા નથી. કોઈપણ આયુર્વેદિક ડોક્ટર ની સલાહ પછી જ સેવન કરવું યોગ્ય છે,ખાવા મા ઉપયોગ કરવામાં આવતું કપૂર અલગ હોય છે અને કૃત્રિમ રીતે ક્રૂડ ઓઈલમાંથી બનાવવામાં આવતું કપૂર અલગ હોય છે
કપૂર નો ઉપયોગ ફક્ત પૂજા માટે જ કરવામાં નથી આવતો, નવાના પાણીમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી બોડી રેલેક્ષ થાય છે. માથાના દુખાવામાં રાહત મળે છે.
હા ચહેરા પર કપૂર લગાવી શકાય છે. ખીલ, ફોડલીઓ, સ્કીન ના ઇન્ફેકશન વગેરેમાં કપૂર નો ઉપયોગ કરી શકાય છે.
નારિયેળ ના તેલ માં એન્ટી ફંગલ ગુણ રહેલો છે. નવસેકું નારીયેલ નું તેલ અને કપૂર ને મિક્ષ કરીન નખ પર લગાવી શકાય છે, તો તેનાથી નખ માં થયેલી ફ્ન્ગસ મટી જાય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘર માં કપૂર પ્રગટાવવાથી દેવ્દોષ તથા પિતૃદોષ દૂર થાય છે. દિવસ દરમિયાન ત્રણ વખત કપૂર ઘર માં પ્રગટાવવામાં આવ તો ખુબ જ સારું મનાય છે.
કપૂર એ Camphor tree નામના વ્રુક્ષ ના લાકડા ને ઉકળતા પાણી મા ઉકાળી તેમાંથી તેલ છુટું કરી કપૂર મેળવવામાં આવે છે
જો કપૂર શુદ્ધ હશે તો તે કોઈપણ પ્રકાર ના તણખા વગર સપૂર્ણ બડી જાય છે અને કોઈ અવશેષ બચતા નથી, જો શુદ્ધ કપૂર ને પાણી મા નાખવામ આવે તો તે પાણી ના તળિયે બેસી જય છે
કપૂર ની કેટલીક પ્રોડક્ટ્સ જેનો ઉપયોગ તમે ઘરમાં કર શકો છો
આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી કપૂર ના ફાયદા, ઘરેલું ઉપચાર મા કપૂર નો ઉપયોગ કરવાની રીત,કપૂર બનાવવાની રીત, કપૂર નું તેલ બનાવવાની રીત, kapur na faida,kapur na fayda, camphor benefits in Gujarati
આ માહિતી પસંદ આવી હશે
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ઘી ના ફાયદા | ઘી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | વિવિધ પ્રકારના ઘી | Ghee na fayda
તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા અને નુકશાન | tamba na vasan ma pani pivana fayda
કોળા ના ફાયદા અને નુકશાન | kodu khavana fayda | pumpkin benefits in Gujarati
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે