નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું હોળી સ્પેશિયલ ઠંડાઈ બનાવવા ની રીત અને સાથે સાથે ઠંડાઈ નો મસાલો જે બનાવશું તે તમે સાંચવી રાખીને જયારે ઈચ્છા થાય ત્યારે જટપટ ઠંડાઈ પીવો,Thandai banavani rit, Thandai masala recipe.
સ્પેશિયલ ઠંડાઈ બનાવવા ની રીત
હોળી સ્પેશિયલ ઠંડાઈ બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.
- તરબૂચના બીજ(મગતરીનાબીજ) ૨ ચમચી
- ખસખસ ૨ ચમચી
- વરિયારી ૨ ચમચી
- પિસ્તા પા કપ
- કાજુ પા કપ
- બદામ પા કપ
- મરી ૮-૧૦ નંગ
- કેસર ૧૦-૧૫ તાંતણા(ઓપ્શનલ)
- સૂકા દેશી ગુલાબ ના પાંદ ૩-૪ ચમચી
- એલચી ૭-૮ નંગ
- જાયફળ ભૂકો અડધી ચમચી
- તજ નો ભૂકો અડધી ચમચી
- પા ચમચી હળદર
- ખાંડ/ મધ ૨-૩ ચમચી(સ્વાદ મુજબ વધુ ઓછી કરી સકો)
- ઠંડુ દૂધ ફૂલ ક્રીમ ૧ ગ્લાસ
Thandai banavani rit
હોળી સ્પેશિયલ ઠંડાઈ બનાવવા સૌ પ્રથમ એક કડાઈ ને ગેસ પર ફૂલ તાપે ગરમ કરો કડાઈ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને કડાઈ માં પહેલા કાજુ , બાદમ ,પિસ્તા નાખી હલવો,
ત્યાર બાદ એમાં વરિયાળી, મગતરી ના બીજ(તરબૂચ ના બીજ), ખસખસ, મરી, ૮-૧૦ એલચી ના છોલી તેના દાણા, ગુલાબ ના પાંદ, કેસર નાખી બરોબર હલાવો ને ૪-૫ મિનિટ સેકી લ્યો
હવે શેકેલા ડ્રાય ફ્રુટ ના મિશ્રણ ને બીજા વાસણ માં કાઢી ઠંડુ થવા દયો મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે એમાં જાયફળ નો ભૂકો ને તજ નો ભૂકો ને હળદર નાખી મિક્સર જારમાં પીસી લ્યો ને પિસેલો મસાલો એક એર ટાઈટ ડબ્બા માં ભરી લ્યો
હવે મિક્સર જાર માં ફ્રીઝ માંથી કાઢેલું ઠંડુ કરેલ ફૂલ ક્રીમ દૂધ લ્યો એમાં સ્વાદ મુજબ ખાંડ / મધ નાખો ને ૧-૨ ચમચી તૈયાર કરેલ ઠંડાઈ મસાલો નાખો ને મિક્સર માં મિક્સ કરી લ્યો ને મજા માણો ઠંડી ઠંડી હોળી સ્પેશિયલ ઠંડાઈ.
આ ઠંડાઈ નો મસાલો તમે ફ્રીઝ માં મૂકી બીજી અનેક વાનગી ઓ માં વાપરી સકો છો જેમ કે ખીર બનાવવા , આઇસક્રીમ બનાવવા
ઠંડાઈ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
હોળી સ્પેશિયલ ઇન્સ્ટન્ટ માલપુઆ બનાવવાની રીત | malpua recipe in Gujarati
ચીઝ મસાલા પાઉં રેસીપી | ચીઝી મસાલા પાવ | Cheese Masala Pav Recipe Gujrati
ઘરે બનાવો રગડા પેટીસ | Ragda Pattice Recipe in Gujarati
ઉનાળા અને શિયાળા મા બંને મા ઈમ્યુનીટી બુસ્ટ કરતો આદુ સ્ક્વોશ બનાવવાની રીત | Ginger Ale Squash
સોફ્ટ અને સ્ટફ્ડ દહીં વડા બનાવવાની પરફેકટ રેસીપી | soft dahi vada recipe in gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે