આજ ના આર્ટીકલ મા અમે ઘણીબધી વ્યક્તિઓ ને ખુબજ હેરાન કરતા મોઢા ના છાલા અથવા તો મોઢા ના ચાંદા ની સમસ્યા ના ઘરેલું ઉપચાર જણાવીશું, Modha na chanda na upay, modha ma chanda no ilaj Gujarati.
મોઢા ના છાલા | મોઢા ના ચાંદા
મોઢા માં પડતા ચાંદા આજ કાલ સામાન્ય સમસ્યા થઇ ગઈ છે. જેનું મુખ્ય કારણ છે આજ ની જીવન શૈલી, ગરમ વાતાવરણ, પેટની ગરમી.
આમ તો આ સાવ સામાન્ય સમ્સ્યાછે, પરંતુ બહુજ પીડાદાયક છે. ક્યારેક ક્યારેક જો આ ચાંદા વધી જાય છે તો મોઢા માંથી લોહી નીકળવા લાગી જાય છે.
શું છે મોઢા માં પડતા ચાંદા?
મોઢા માં પડતા ચાંદા બે પ્રકાર ના હોય છે. મોટા ચાંદા અને નાના ચાંદા.
એપ્થસ ચાંદા
પેટ ની ખરાબી, તીખું ખોરાક ખાવો જેવા કારણો હોઈ શકે છે.
તાવ ના ચાંદા
આ ચાંદા હોઠ ની આસપાસ થાય છે. હર્પીસ સીમ્પ્લેક્સ નામના વાયરસ થી થાય છે.
ઘણા લોકો મોઢા ના ચાંદા પડવાનું કારણ જાણ્યા વગર જ ઘરગથ્થું ઉપચાર કરવા લાગી જાય છે. જે યોગ્ય નથી. સચોટ કારણ જાણ્યા વગર જો તમે ઉપચાર કરશો તો ફાયદા ની જગ્યા એ નુકસાન થઇ શકે છે.
તો ચાલો જાણીએ આવા ઘરગથ્થું ઉપચારો વિષે જે તમને સરળતા થી ઘર માં જ મળી રહેશે.
મોઢા ના છાલા મા તુલસી નો ઉપયોગ
તુલસી ના ૪-૫ પાંદ દિવસ માં બે થી ત્રણ વાર ચાવી ને ખાઈ જાઓ. છાલા માં અવશ્ય ફાયદો થાય છે.
મધ અને જેઠી મધ નો પાવડર
મધ અને જેઠી મધ ના પાવડર ને મિક્ષ કરી ને ચાંદા પર લગાવો. અને લાળ મોઢા માંથી બહાર કાઢતા આવો. બે થી ત્રણ દિવસ આ ઉપાય કરવાથી ચાંદા મટી જશે.
મોઢા ના છાલા મા કાથા નો ઉપયોગ
કાથો મોઢા ના ચાંદા દૂર કરવા માં ખુબ જ મદદ કરે છે. કાથા માં જેઠી મધ નો પાવડર અને મધ મિલાવી ને ચાંદા પર લગાવી ને લાળ કાઢો, થોડા દિવસ માં જ ફાયદો થશે.
મોઢા ના ચાંદા દુર મધ અને એલચી નો ઉપયોગ
એલચીનો ભુક્કો અને મધ ને મિક્સ કરીને આ મિશ્રણ ને ચાંદા પર લાગવો. ૨-૩ દિવસમાં ચાંદા મટી જશે.
મોઢા ના છાલા મા આંબળા, એલચી, વરિયાળી,અને સાકર નું મિશ્રણ ફાયદાકારક છે
૨૫ગ્રામ આંબળા, ૧૦ગ્રામ વરિયાળી, ૫ગ્રામ્ સફેદ એલચી, અને ૨૫ગ્રામ સાકર ને પીસી ને ભૂકો કરી લો.
દરરોજ અડધા ગ્રામ આ પાવડર ને પાણી સાથે પી જાઓ.
આ બધી વસ્તુઓની તાસીર ઠંડી છે ,માટે આપણા પેટ ની ગરમી દૂર કરશે અને માત્ર બે દિવસ માં જ ચાંદામાં રાહત થઇ જાય છે.
મોઢા ના છાલા દુર કરવાના ઘરઘથ્થુ ઉપચાર
બરફ લગાવવાથી પણ છાલા ની બળતરા માં ફાયદો થાય છે. જયારે પણ તમને એમ થાય કે છલો પડ્યો છે તો તરત જ બફર ઘસવાનું ચાલુ કરી દો. બરફ નો ટુકડો ઘસવાથીચંદા ની બળતરા માં રાહત તો મળે જ છે સાથે સાથે છાલા મોટા પણ થતા અટકી જાય છે.
નવસેકા પાણીમાં મીઠું નાખીને તેના કોગળા કરવાથી છાલા માં રાહત થાય છે. મીઠા વાળું નવસેકું પાણી માઉથ વોશ નું કામ કરે છે અને મોઢા ની સફાઈ થઇ જાય છે અને ચાંદા ઉપર બેક્ટેરિયા જમા થતા નથી.
બેકિંગ સોડા નો ઉપયોગ છાલા માં રાહત અપાવામાં ખુબ જ ફાયદો કરે છે. બેકિંગ સોડા એન્ટી બેકટેરીયલ હોય છે. એક ગ્લાસ પાણી માં બેકિંગ સોડા નાખીને ૩ થી ૪ વાર કોગળા કરવા.
મોઢા ના ચાંદા દુર કરવાના ઘરઘથ્થુ ઉપચાર
નારિયેળ ના દૂધ નો ઉપયોગ પણ મોઢા ના છાલા માં ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. નારિયેળ ને પીસીને તેનું દૂધ કાઢીને તે દૂધ ને દિવસ માં ત્રણ થી ચાર વખત છાલા પર લગાવવાથી ફાયદો થાય છે.
ગ્રીન ટી બેગ ને ગરમ પાણીમાં બોળીને છાલા પર લગાવવું. આનાથી છાલા મારાહત મળે છે. ચાય માં ક્ષારીય ગુણો હોય છે જે છાલા ની બળતરા માં ઝડપ થી ફાયદો કરે છે.
અડધી ચમચી ત્રિફળા ચૂર્ણને ગરમ પાણીમાં મિક્સ કરીને તે પાણીના કોગળા કરવાથી ચાંદા ઝડપથી મટી જાય છે.
મધ અને ગ્લીસરીન ને છાલા પર લગાવીને લાળ કાઢવાથી ૨-૩ દિવસમાં જ છાલા મટી જાય છે. મધમાં એન્ટી બેકટેરીયલ ગુણ હોય છે, જેનાથી ઇન્ફેકશન થતું નથી.
mouth ulcer home remedies in Gujarati
દેશી ઘી ને છાલા પર લગાવવાથી અને તેની લાળ કાઢવાથી પણ ફાયદો થાય છે.
વિટામીન ઈ ની કેપ્સ્યુલ ને કાપીને તેનું તેલ છાલા પર લગાવવું આમ કરવાથી ઇન્ફેકશન ઝડપ થી જ મટી જાય છે અને છાલા માં ઝડપ થી રાહત મળે છે.
જમ્યા પછી ગોળ ખાવો. ગોળ ખાવાથી ભોજન ઝડપ થી પચી જાય છે. અને પેટ સાફ રહેશે તો છાલા પડવાની શક્યતા જ ઘટી જશે.
સફરજન નું વીનેગર લગાવવાથી પણ મોઢા માં પડેલા છાલા માં ત્વરિત ફાયદો થાય છે. એક ગ્લાસ પાણી માં એક ચમચી સફરજન નું વિનેગર નાખીને તે પાણીના કોગળા કરવાથી રાહત મળે છે. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવો જોઈએ.
અલગ અલગ પાણી ના કોગળા કરવાથી પણ ચાંદા માં રાહત થાય છે.
લીંબૂ પાણી માં મધ નાખી ને આ પાણી ના કોગળા કરવાથી રાહત મળશે.
સુકા ધાણા ના પાવડર ને એક કપ પાણી માં નાખી ને ઉકાળો. ઠંડુ પડી જાય પછી દિવસ માં ૩-૪ વાર કોગળા કરો.
જામફળ નો ઉકાળો બનાવી ને તેના કોગળા પણ કરી શકો છો.
ચમેલી ના પાંદડાનો રસ કાઢી ને ચાંદા પર લગાવવાથી ફાયદો થાય છે.
મોઢા ના ચાંદા દુર કરવા ઘરગથ્થું ઉપચાર ની સાથે સાથે જીવનશૈલી માં બદલાવ લાવવો જરૂરી છે
મસાલેદાર અને તીખી ખાવાનું ટાળવું જોઈએ.
વિટામીન-સી યુક્ત ફળ અને શાકભાજી ખાવાની અડત નાખો.
દિવસ માં ૭-૮ ગ્લાસ પાણી પીવાનું રાખવું.
ગ્રીન ટી પીવાનું રાખવું.
મોઢા ની સફાઈ માં વિશેષ ધ્યાન આપવું.
કબજિયાત ના થાય તેનું ધ્યાન રાખવું.
મોઢા ના છાલા ને સંબંધીત લોકો ને મુજાવતા પ્રશ્નો
મોઢાની ચાંદી ને અથવા તો મોઢા ના છાલા ને અંગ્રેજી મા mouth ulcer કહેવાય છે
મોઢાના છાલા એક એવી સમસ્યા છે જે સરળતા થી નજર આવી જાય છે. જેમકે, મોઢામાં, દાંતના પેઢામાં, હોઠમાં સફેદ ઘાવ થઇ જાય છે. ક્યારેક ક્યારેક તેમાંથી લોહી નીકળે છે, અને જમવામાં તકલીફ પડતી હોય છે.
મોઢામાં છાલા થાય છે ત્યારે ફાઈબર યુક્ત ખોરાક ખાવો જોઈએ. દૂધમાં બનાવેલું દડિયું ખાવું. ઠંડુ દૂધ પીવું, ટૂંકમાં ઠંડી ઠંડી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેથી પેટની ગરમી ઓચ્ચી થાય.
જો છાલા સામાન્ય છે તો વિટામીન-બીકોમ્પ્લેક્સ તથા ફોલિક એસીડની દવાઈ બે ત્રણ દિવસ સુધી લેવાથી મટી જાય છે.
તાવ આવાના કારણે મોઢામાં છાલા પડે છે, વધારે પડતો તનાવ પણ મોઢામાં છાલા પડવાનું કારણ હોઈ શકે છે, પેટની બીમારી અથવા પેટમાં ગરમી થઇ જવાના કારણે મોઢામાં છાલા પડી શકે છે.
મોઢાના છાલા બે પ્રકાર ના હોય છે. એપ્થસ છાલા, અને તાવ ના છાલા. તાવ ના છાલા ક્યારેક હોઠ ની આસપાસ થઇ જતા હોય છે. જે એક વાઇરસ ના કારણે થાય છે.
સામાન્ય છાલા ૧૦-૧૫ દિવસ માં મટી જાય છે. પણ જો વધારે સમસ્યા થઇ જાય છે તો આયુર્વેદ ઉપાયો કરવા જોઈએ.
ક્યારેક ક્યારેક પેટની ગરમીને કારણે ગળા માં ચાંદા પડી શકે છે, ગળામાં છાલા પડવાને કારણે ઘાવ થઇ જાય છે.
નવસેકું પાણી અને મીઠું જીભ ના ચાંદામાં અસરકારક ઉપચાર છે. એક ગ્લાસ નવસેકા પાણીમાં અડધી ચમચી મીઠું નાખી ને ધીમે ધીમે મોઢામાં આ પાણી ફરવવું. અને પછી તે જ પાણીના કોગળા કરી લેવા. આ પ્રક્રિયા ને દિવસમાં બે ત્રણ વાર કરવી.
Modha na chanda na upay | modha ma chanda no ilaj Gujarati
આશા છે અમારા દ્વારા આપવામ આવેલ માહિતી મોઢા ના છાલા દુર કરવાના ઘરઘથ્થુ ઉપચાર , Modha na chanda na upay પસંદ આવી હશે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
જાંબુ ના પાન ના ફાયદા ડાયાબિટીસ સિવાય 7 સમસ્યામા છે ફાયદાકારક | Jambu na pan na fayda
માખણ ના ફાયદા | માખણ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ | માખણ ના નુકશાન | makhan na fayda
બીલી નું ફળ બીલા ના ફાયદા અને બિલા ના ઘરેલું ઉપચાર | Bili fal na fayda
વરીયાળી ના ફાયદા | વરિયાળીનું શરબત બનાવવાની રીત | વરીયાળી ના નુકસાન | Variyali na fayda
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે