ઠંડી ઠંડી મેંગો આઇસ્ડ ટી બનાવવાની રીત | Mango Iced Tea Recipe in Gujarati

મેંગો આઇસ ટી - મેંગો આઇસ્ડ ટી બનાવવાની રીત - Mango Iced Tea Recipe in Gujarati
Image – Youtube/Food Fusion
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ઉનાળા સ્પેશિયલ અને સૌ ને ખુબજ પસંદ આવતા આંબા ની ઠંડી ઠંડી મેંગો આઇસ્ડ ટી બનાવવાની રીત શીખવીશું,આ મેંગો આઇસ ટી નાના મોટા દરેક સભ્યને પસંદ આવશે, Mango Iced Tea Recipe in Gujarati

મેંગો આઇસ્ડ ટી બનાવવાની રીત

મેંગો આઇસ્ડ ટી બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • ટી બેગ ૪-૫ / ચા ભૂકી ૪-૫ ચમચી
  • આંબા ૪-૫
  • ખાંડ અડધો કપ(સ્વાદ મુજબ ઓછી વધુ કરી સકો)
  • લીંબુ નો રસ પા કપ
  • બરફ જરૂર પ્રમાણે
  • જરૂરત મુજબ પાણી
  • લીંબુ ની કટકા ૩-૪
  • ફુદીના ની નાની દાડી ૨-૩ ગાર્નિશ માટે

મેંગો આઇસ્ડ ટી રેસીપી

મેંગો આઇસ્ડ ટી બનાવવા સૌ પ્રથમ ગેસ પ્ર એક વાસણ માં ૩-૪ કપ પાણી ગરમ કરો પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી ટી બેગ ના પેકેટ ૪-૫ નાખી ચમચી વડે બરોબર મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી ૪-૫ મિનિટ એક બાજુ મૂકી દયો,

જો તમે ચા ભૂકી વાપરો છો તો ગેસ પ્ર મૂકેલા વાસણમાં ૩-૪ કપ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે એમાં ૪-૫ ચમચી ચા ભૂકી નાખી ૪-૫ મિનિટ ઉકાળો,

Advertisement

ત્યાર બાદ ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી બંધ કરી એક બાજુ મૂકી દયો

હવે ઉપરોક્ત મિશ્રણ ઠંડુ થાય એટલે એને ગરણી વડે ગાળી લ્યો ને એક બાજુ મૂકી દયો

હવે ગેસ પર બીજા વાસણ માં ૨ કપ પાણી ગરમ મૂકો ને તેમાં અડધો કપ ખાંડ નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં લીંબુ નો રસ પા કપ નાખી મિક્સ કરો,

ત્યારબાદ તેમા ૩-૪ આંબા બોરબર ધોઈ છોલી ને કટકા કરેલ આંબા ના કટકા નખી ને બરોબર મિક્સ કરો ને ૧૦-૧૫ મિનિટ ઉકળવા દયો,

ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને એક વાસણ માં હેન્ડ બ્લેન્ડર વડે મિક્સ કરી પીસી લયો

હવે જીની ચારણી વડે તૈયાર કરેલ આંબા નું મિશ્રણ ને ગાળી લ્યો

પહેલા તૈયાર કરેલ ચા ના મિશ્રણ માં આંબા નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી એક કાંચ્ ની બોટલ માં ભરી ફ્રીઝ માં મૂકી ને ૧૦-૧૫ દિવસ સાચવી સકો છો

હવે એક ગ્લાસ માં ૩-૪ કટકા બરફ ના નખી તેમાં લીંબુ ના કટકા ને ૨-૩ ચમચી આંબા ના કટકા નાખી તેમાં તૈયાર કરેલ મેંગો ટી નાખો ને ફુદીના ની પાંદ થી ગાર્નિશ કરી મજા માણો ઠંડી ઠંડી મેંગો આઈસ ટી.

Mango Iced Tea Recipe in Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Fusion ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો મેંગો શ્રીખંડ ટાર્ટ | Mango ShriKhand Tart recipe in Gujarati

ખાટીમીઠી મેંગો જેલી બનાવવાની રીત | Mango Jelly recipe in Gujarati

આંબા ની ગુલ્ફી આઇસ્ક્રીમ બનાવ્વવાની રીત | Mango Kulfi Ice cream recipe in Gujarati

આંબા ના ફાયદા | આંબા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | કેરીની ગોટલી ના ફાયદા | aamba na fayda | Mango benefits in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement