આજ ના આર્ટીકલ ની અંદર ઉનાળા ની અંદર આવતી પરવળ વિશે માહિતી આપીશું, પરવળ ના ફાયદા અને નુકસાન, ઘરેલું ઉપચાર મા પરવળ નો ઉપયોગ કરવાની રીત, parwal na fayda, parwal benefits in Gujarati જણાવીશું.
પરવળ વિશે માહિતી
પરવળ નો આકાર અને દેખાવ ઘીલોડા જેવો છે. બીજા બધા શાક કરતા પરવળ નુ શાક જલ્દી થી પચી જાય છે.
આસામમાં, પશ્ચિમ બંગાળ, બિહાર, અને ઉત્તર પ્રદેશ માં તેનું સેવન વધારે થાય છે, ગામડા ના લોકો તેને પંડોળા કે પટોળા કહે છે.
પરવળ ના શાકને સૌથી પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે.
parvad – પરવળ માં ઘણા બધા વિટામિન્સ હોય છે. જેમકે, વિટામીન-એ, વિટામીન- બિ૨, અને વિટામીન સી.
પરવળ માં કેલેરીનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે તેથી તે કોલેસ્ટ્રોલ ને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આયુર્વેદોમાં પરવળ ને ગેસ ની સમસ્યાઓમાં રામબાણ ઇલાઝ માનવામાં આવ્યો છે.
પરવળ ના ફાયદા અને ઘરગથ્થું ઉપાયો
પરવળ નું શાક ખાવાથી પાચનશક્તિ વધે છે. તેમજ ઉધરસ, તાવ, અને લોહીના વિકારો મટે છે. માંદા માણસ મટે તે માટે ખુબ જ ગુણકારી છે.
ઘી માં તળીને બનાવેલું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.
ભૂરા અને પાતળા કડવા પરવળ નો ઉકાળો ઝેર ઉતારે છે, માથાની ઊંદરી પર પણ તે લગાવાય છે.
પરવળ પાચક, હૃદય ને હિતકારી, વીર્ય વધારનાર, હલકું અને જલ્દી પચી જનાર છે, તે પેટ ના કીડાઓંને મારનાર છે.
કડવા પરવળ ચટપટા અને ગરમ છે, તે રક્તપિત્ત, વાયુ, ઉધરસ, રક્તવિકાર, તાવ અને દાહ નર મટાડે છે.
કડવા પરવળ અને કરું-કડીયાતું ના ઉકાળા ને દરેક પ્રકાર ના તાવ પર અસરકારક છે, તાવ ની સાથે સાથે કબજીયાત માં પણ ખુબ જ ગુણકારી છે.
મીઠા પરવળ નાં ડાળખી સાથે ના પાન અને સુંઠ નો ઉકાળો કરી તેમાં મધ મિલાવી સવાર સાંજ પીવાથી કફ સરળતા થી નીકળે છે, આમ નું પચાણ થાય છે અને મળાવરોધ મટે છે.
પરવળ ના ફાયદા અને ઘરેલું ઉપાયો
કડવા પરવળ અને જવ નો ઉકાળો મધ નાખીને પીવાથી તીવ્ર પિત્તજ્વર, તરસ અને બળતરા મટે છે. કડવા પરવળ ના મૂળ નું પાણી સાકર સાથે આપવાથી પણ પિત્ત જવરમાં ફાયદો થાય છે.
કડવા પરવળ ના પાન અને ધાણા નો ઉકાળો પિત્ત જવર માં અપાય છે, તાવ વાળી વ્યક્તિને તેના પાન ના રસ નું સેવન કરાવવાથી ફાયદો થાય છે.
અરડુસીના પાન ,કડવા પરવળ અને કડવો લીંબડા નું ચૂર્ણ ઠંડા પાણી માં આપવાથી ઉલટી થઇ પિત્ત વિકાર મટે છે.
કળા પરવળ ના પાન અને આખા સુકા ધાણા ને રાત્રે પાણી માં પલાળી રાખી તેમાં મધ મેળવી, ત્રણ ભાગ કરી દિવસ માં ત્રણ વખત તેનું સેવન કરવાથી ગમે તે પ્રકાર ના પેટ ના કીડાઓંનો નાશ થાય છે.
Parwal na fayda | Parwal benefits in Gujarati
કડવા પરવળ નું સેવન ત્વચા રોગો માં ફાયદાકારક છે,
ત્વચારોગ માં પરવળ સાથે ગળા વેલ નો ઉપયોગ અત્યંત હિતકારી છે.
પરવળના મુળિયા ની પેસ્ટ ને કપાળ પર લગાવવાથી માથનો દુખાવો મટી જાય છે, પરવળના પાંદડા ને પીસીને વાળ માં લાવવાથી અથવા જ્યાં ટાલ પડી ગઈ છે ત્યાં લગાવવાથી વાળ વધવામાં મદદ મળે છે.
આખા દિવસ દરમિયાન ૨ ચમચી પરવળ ના પાંદડાનો રસ પીવાથી લીવર સબંધિત દરેક સમસ્યામાં ફાયદો થાય છે.
દિવસમાં બે વખત પરવળ નો ૫ મિલી લીટર પરવળ ના મુળિયા નો રસ પીવાથી ગળા સબંધિત સમસ્યાઓ માં અચૂક ફાયદો થાય છે.
મોઢા ના ચાંદા – છાલા માં પરવળ નો ઉપયોગ
પરવળ ના પાંદ, લીંબડાના પાંદ, જાંબુ ના પાંદ, આંબાના પાંદ અને માલતી ના પાંદ, આ બધાનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી મોઢા માં પડેલા છાલામાં તુરંત જ ફાયદો થાય છે.
તથા પરવળ ના પાંદડા નો ઘાટો ઉકાળો બનાવી લો, તેમાં ગેરુ ના ભુક્કા ને મિક્ષ કરીને એક પ્રકાર નો લેપ બનશે, આ લેપને મોઢા ની અંદર લગાવવાથી મોઢા ના રોગોમાં ફાયદો થશે.
ડાયાબીટીશ મા પરવળ ના ફાયદા
પરવળ ના પાંદડા અને તેનું શક ડાયાબીટીશ ના દર્દીઓને આપવાથી ડાયાબીટીશ કન્ટ્રોલ માં રહે છે.
ઝાડામાં પરવળ નો ઉપયોગ
પરવળ, જવ અને ધાણા ને સરખા ભાગે લઈને ૧૦-૨- મિલી જેટલો ઉકાળો બનાવી લો, ઠંડો થાય એટલે તેમાં ખાંડ અને મધ નાખીને પીવાથી ઉલટી અને ઝાડા માં ફાયદો થાય છે.
પરવળ નું સેવન કરવાથી લોહી શુધ્ધ થાય છે
લોહીની શુદ્ધિ માટે પરવળ સૌથી શ્રેઠ ઔષધ છે, પરવળ ના સેવન કરવાથી ચહેરા ની પણ દેખભાળ થઇ જાય છે, પરવળનું સેવન કરવાથી શરીર ના લગભગ બધા રોગો દૂર કરી શકાય છે.
પરવળ ના ફાયદા વજન ઘટાડવામા
આજના સમય માં ફીટ રહેવું દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગયું છે વજન ઘટાડવા માટે ખાણ પાન ની સાથે સાથે વ્યાયામ પર પણ ધ્યાન આપવું જરૂરી બની જાય છે.
પરવળ માં કેલેરીનું પ્રમાણ નહીવત હોય છે, તેથી જો ડાયટ માં પરવળ નો સમાવશ કરવામાં આવે તો વજન ઘટાડી શકાય છે.
પરવળ ના નુકસાન
વધારે પરવળ ખાવથી પેટ ખરાબ થઇ શકે છે.
પરવળ નું વધારે સેવન કરવાથી પેટ માં પાણી ની માત્ર વધી શકે છે, અને પેટ ખરાબ થઇ શકે છે.
જે વ્યક્તિને લો શુગર ની તકલીફ હોય તેઓએ પરવળ નું સેવન કરવું જોઈએ નહિ, વધારે સેવન કરવાથી શરીર માં શુગર નું પ્રમાણ ઘટી જાય છે.
ઘણી વ્યક્તિઓની ત્વચા ખુબ જ સવેન્દનશીલ હોય છે, તો તેઓએ પરવળનું સેવન કરવું નહિ, એલર્જી થઇ શકે છે.
Parvad – પરવળ નું સેવન કરવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યા થઇ શકે છે.
પરવળ ને સંબંધિત કેટલાક મુજવતા પ્રશ્નો
અંગ્રેજી મા પરવળ ને ” POINTED GOURD ” કહેવાય છે.
પરવળ ની તાસીર ગરમ હોય છે, છતાં પણ તેના અનેક લાભો હોવાને કારણે તેનું આયુર્વેદ માં સેવન કરવાનું કહેવામાં આવ્યું છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
તલ ના ફાયદા | તલના તેલ ના ફાયદા અને ઘરેલું ઉપચારમા ઉપયોગ | Tal na fayda
ઘી ના ફાયદા | ઘી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | વિવિધ પ્રકારના ઘી | Ghee na fayda
શેતુર ના ફાયદા અને નુકસાન | શેતુર નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | shetur na faida | shetur na fayda
મોઢા ના છાલા દુર કરવાના ઘરઘથ્થુ ઉપચાર | Modha na chanda na upay
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે