નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું સ્વાદિષ્ટ નાસ્તા ની રેસીપી જે છે આલું પાપડી મઠરી બનાવવાની રીત, આ નાસ્તો તમારા ઘર ની દરેક વ્યક્તિ ને ખુબજ પસંદ આવશે , Aloo Papdi Mathri recipe in Gujarati.
આલું પાપડી મઠરી બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.
- મેંદો ૧ કપ
- બેસન ૨ ચમચી
- સોજી પા કપ
- ચોખા નો લોટ ૨ ચમચી
- મિક્સ હબર્સ( ઓરેગાનો,ચીલી ફ્લેક્સ, રોઝમેરી,ડ્રાય બેજિલ,પાર્સલી,થાયમ) ૨ ચમચી
- મરી ભૂકો પા ચમચી
- તેલ ૨-૩ ચમચી
- બટાકા બાફેલા ૨-૩
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- તરવા માટે તેલ
આલું પાપડી મઠરી બનાવવાની રીત | Aloo Papdi Mathri recipe in Gujarati
આલું પાપડી મઠરી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં મેંદો, બેસન,સોજી,ચોખા નો લોટ લ્યો તેને મિક્સ કરો હવે તેમાં મિક્સ હબર્સ , મરી ભૂકો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો,
ત્યાર બાદ એમાં ૨-૩ ચમચી તેલ નાખો ને બાફેલા બટાકા નો છૂંદો નાખો ને મિક્સ કરો,
જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલો લોટ ને ૧૫-૨૦ મિનિટ એક બાજુ મૂકી દયો
હવે ૧૫-૨૦ મિનિટ પછી લોટ ને ફરી થી મસળી લ્યો ને તેના નાના નાના લુવા કરી મીડીયમ પાતળી નાની નાની પૂરી બનાવી લ્યો ને દરેક પૂરી માં કાટા ચમચી વડે કે ચાકુ વડે કાણા કરી નાખો જેથી તરતી વખતે પૂરી ફૂલ નહી
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક પછી એક પૂરી ને ધીમા તાપે તરી લ્યો,
તારેલી પૂરી ને ઠંડી થવા દયો પૂરી ઠંડી થાય એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો ને ગરમ ગરમ ચા સાથે મજા માણો આલુ પાપડી મઠરી.
મઠરી બનાવવાની રીત વિડીયો | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Yum ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
હેલ્ધી પાલક ની પૂરી જે ઘરમાં દરેક ને પસંદ આવશે | Palak puri recipe in Gujarati
નવી રીતે બનાવો સોફ્ટ આલુ પરોઠા અને પોષ્ટિક રાયતું | Aloo Paratha with rayta recipe in Gujarati
હેલ્ધી અને સ્વાદિષ્ટ મૂળા ના મુઠીયા બનાવવાની રીત | Muda na muthiya
હેલ્ધી અને ઝટપટ રવા ઈડલી બનાવવાની રીત | Instant Rava idli recipe Gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે