શક્કરટેટી નો મિલ્કશેક બનાવવાની રીત | Musk Melon Milk shake recipe

શક્કરટેટી નો મિલ્ક શેક બનાવવાની રીત - Musk Melon Milk shake recipe in Gujarati
Image – Youtube/Trusha Bhimani
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ગરમી મા સરળતાથી મળતી શક્કર ટેટી નો મિલ્કશેક બનાવતા શીખીશું જે ખુબજ સરળ છે, Musk Melon Milk shake recipe in Gujarati.

Musk Melon Milk shake recipe

શક્કરટેટી નો મિલ્કશેક બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • શક્કરટેટી ૧
  • દૂધ ૧ કપ
  • ખાંડ સ્વાદ મુજબ
  • કાજુ પિસ્તા બદામ ની કતરણ અડધો કપ
  • વેનીલા આઈસ્ક્રીમ ૨-૩ સ્કૂપ

શક્કરટેટી નો મિલ્કશેક બનાવવાની રીત

Musk Melon Milk shake – શક્કરટેટી નો મિલ્કશેક બનાવવા સૌ પ્રથમ શક્કરટેટી ને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ તેને ઉપર ના ભાગે ચમચી નાખી સકાય એ રીતે ગોળ કાપી લ્યો ને  ચમચી કે ચાકુ વડે તેના બીજ કાઢી લ્યો

શક્કરટેટી ની અંદર નો પલ્પ ચમચી વડે કાઢી લેવો પ્લપ કાઢતી વખતે એ ધ્યાન રાખવું કે ટેટી નું બાર નું પડ ના તૂટે.

Advertisement

કાઢેલા પલ્પ માંથી થોડા પલ્પ ના નાના  કટકા કરી એક બાજુ મૂકો ને બાકી ના પલ્પ ને મિકચર જાર માં સ્વાદ મુજબ ખાંડ ને દૂધ નાખી પીસી લઇ જ્યુસ બનાવી લ્યો

હવે જો તમારે શક્કરટેટી માં જ પીરસવો હોય તો એમાં નહિતર બીજા કોઈ ગ્લાસમાં પહેલા થોડા શક્કરટેટી માં કટકા ની ૩-૪ ચમચી નાખો,

તેના પર પીસી ને તૈયાર કરેલ શક્કરટેટી નો જ્યુસ નાખો તેના પર ૧-૨ ચમચી મિક્સ ડ્રાય ફ્રુટ છાંટી તેના પર ૧-૨ સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ નાખો ફરી તેના પર શક્કરટેટી માં થોડા કટકા નાખો,

તેના પર થોડું જ્યુસ ને ડ્રાય ફ્રુટ છાંટી ગાર્નિશ કરો ને તૈયાર કરેલ ઠંડા ઠંડા શક્કરટેટી મિલ્કશેક શેક ની મજા માણો.

શક્કરટેટી નો મિલ્કશેક રેસીપી

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો Milk chocolate, Dark Chocolate Bar અને White chocolate bar

મિલ્ક પાવડર બરફી બનાવવાની રીત | Milk Powder Barfi Recipe

મિલ્ક ચોકલેટ ગનાશ બનાવવાની રીત | Milk Chocolate Ganache

આલું પાપડી મઠરી બનાવવાની રીત | Aloo Papdi Mathri recipe Gujarati

મોહનથાળ બનાવવાની રીત | Mohanthal banavani rit

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement