આજ ના આર્ટીકલ મા અમે ઊંટડી ના દૂધ ના ફાયદા અને ઊંટડી ના દૂધ નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા કરવાની રીત ,ઊંટડી નું દૂધ – ઊંટડી ના દૂધ ના નુકશાન વિશે માહિતી આપીશું, camel milk benefits in Gujarati.
Estimated reading time: 6 minutes
Table of contents
ઊંટડી ના દૂધ વિશે માહિતી
આપણે બધા ગાય, ભેસ, બકરી નું દૂધ તો પિતા જ હોઈએ છીએ, પણ શું તમે ક્યારેય ઊંટડી નું દોઢ પીધું છે? એવા ઘણા બધા દેશ છે જ્યાં ઊંટડી નું દૂધ પીવામાં આવે છે અને તેનો ઔષધી તરીકે ઉપયોગ પણ કરવામાં આવે છે.
સાઉદી અરબ મા તો એ પહેલાથી જ પીવામાં આવે છે અને હવે તો ભારત માં પણ ઊંટડી ના દૂધ પીવાનું ચલણ ખુબ જ વધી ગયું છે.
હવે તો ગાય ના દૂધ ની બધી બનાવટો ની જેમ ઊંટડી ના દૂધની પણ બનાવતો મળવા લાગી ગઈ છે.
ઊંટડી ના દૂધમાં ઘણા બધા એવા પોષક તત્વો હોય છે જે કેન્સર જેવી બીમારી થી બચાવે છે.
ઊંટડી નું દૂધ ગાયના દૂધ ની તુલના માં પચવામાં એકદમ હલકું હોય છે
ઊંટડીના દૂધ ના ફાયદા
ઊંટડીના દૂધમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેનું દૂદ પીવાથી મગજ તેજ થાય છે, યાદશક્તિ તેજ થાય છે અને મગજ ના સેલ્સ નો વિકાસ કરવામાં મદદ કરે છે.
દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી મેમોરી પાવર ખુબ જ તેજ બને છે. ઊંટ નું દૂધ પીવાથી મગજ કોમ્પ્યુટર થી પણ તેજ ચલવા માંડશે.
પીલીયા, ટીબી, દમ, લોહીની ઉણપ, અને બવાસીર જેવી ખતરનાક બીમારીઓથી લડવામાં ઊંટડી નું દૂધ મદદ કરે છે.
ઊંટડી નું દૂધ પીવાથી શરીરમાં શુગર લેવલ કન્ટ્રોલ માં રહે છે મતલબ કે શુગર ને ઓછુ કરવામાં મદદ કરે છે માટે ડાયાબીટીશ ના દર્દીઓએ ઉટણીના દૂધ નું સેવન અવશ્ય કરવું જોઈએ.
ઊંટડી ના દૂધ માં કેલેરી અને ફેટ નું લેવલ ખુબ જ સારું હોય છે માટે ઉટણી નું દૂધ પીવાથી ઈમ્યુન સીસ્ટમ મજબૂત બને છે જેના કારણે સંક્રમણ નો ખતરો રહેતો નથી.
માસિકધર્મ ની અનિયમિતતા ઊંટડી નું દૂધ પીવાથી દૂર થાય છે.
ઊંટડીના દૂધ ના ફાયદા અને ઘરેલું સમસ્યા મા ઉપયોગ
એક સંશોધન અનુસાર ઉટણી નું દૂધ નાના બાળકો માટે ખુબ જ ફાયદેમંદ છે. ખાસ કરીને મંદ બુદ્ધિના બાળકો માટે, અમુક મહિના સુધી બાળક ને ઉટણી ના દૂધ નું સેવન કરાવવાથી ફાયદો થાય છે.
પેટ ને લગતી લગભગ તમામ સમસ્યાઓ માં ઊંટડી નું દૂધ ખુબ જ ફાયદો પહોચાડે છે, તેના દૂધનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે અને પેટ સબંધિત બધી જ સમસ્યાઓ થી છુટકારો મળી જાય છે.
જો કોઈ વ્યક્તિને ગાય ના દૂધ પીવાથી એલર્જી છે અથવા તો પચવામાં સમસ્યા થાય છે તો તેવી વ્યક્તિઓએ ઉટણી ના દૂધ નું સેવન કરવું જોઈએ.
એલર્જી માટે ઉટણી નું દૂધ ખુબ જ સારું માનવામાં આવે છે. ઊંટડી ના દૂધમાં મેલેકટોગ્લોબ્યુલીન હોતું નથી જેના કારણે એલર્જીની સમસ્યા થવાનો સંભવ રહેતો જ નથી.
નાના બાળકોને ઉટણી નું દૂધ પીવડાવવું જોઈએ, કારણકે તેના દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ ખુબ જ સારી માત્ર હોય છે જેનાથી તેમના હાડકા મજબૂત બને છે.
ઊંટડી ના દૂધમાં વિટામીન સી ની માત્ર સારા એવા પ્રમાણ માં હોવાથી તેનું દૂધ પીવાથી એન્ટી ઓક્સીડેન્ટ મળી રહે છે જે ત્વચાની કોશિકાઓને અને લોહીને શુધ્ધ કરે છે. ઊંટડી નું દૂધ નું સેવન કરવાથી કરચલીઓ પડતી નથી.
Camel milk benefits in Gujarati
ઊંટડી ના દૂધ માં આયરન ની માત્રા ખુબ જ સારા પ્રમાણ માં હોય છે, જે રેડ બ્લડ સેલ્સ વધારવા માટે ખુબ જ મહત્વ ની ભૂમિકા ભજવે છે.
એનીમિયા ના દર્દીઓ માટે તો ઉટણી નું દૂધ પીવું ખુબ જ સારું છે, આયરન ની માત્રા હોવાથી તે એનીમિયા સામે લડવામાં ખુબ જ મદદ કરે છે.
ઊંટડી નું દૂધ પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને શરીર ના દરેક ભાગોમાં ઓક્સીજન પહોચાડવામાં ખુબ જ મદદ કરે છે.
ઊંટડી નું દૂધ પીવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે અને સારું કોલેસ્ટ્રોલ ઇમ્પ્રૂવ થાય છે, તેના સેવન થી હૃદય ના દર્દીઓને હૃદય રોગ નો હુમલો આવવાની સંભાવના ખુબ જ ઘટી જાય છે.
જયારે કોઈ વાયરસ ના કારણે લીવર ને નુકસાન પહોચતું હોય ત્યારે ઉટણી ના દૂધ નું સેવન કરવાથી ડેમેજ લીવર ઠીક થઇ જાય છે.
હેપેટાઇસિસ-સી ના દર્દીઓ માટે ઉટણી ના દૂધ નું સેવન ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.
કીડની ના સ્વાસ્થ્ય માટે ઉટણી નું દૂધ ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે, ઊંટડી નું દૂધ બેકટેરીયલ ઇન્ફેકશન થી બચાવે છે.
ઊંટડી ના દૂધ મા રહેલ પોષક તત્વો અને તેના ફાયદા
ઊંટડીના દૂધમાં ભરપૂર માત્રા માં પ્રોટીન મળી રહે છે જે પ્રોટીન ગાય અને બકરીના દૂધ માં મળતા નથી, પ્રોટીન ની માત્ર શરીર માં વધારે હોય તો તે બોડી બિલ્ડીંગ નું કામ કરે છે. તેથી જ ઉટણી નું દૂધ પીવાથી શરીર નો વિકાસ ઝડપ થી થાય છે.
ઉટડીના દૂધમાં શુગર,પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, આયરન, મેગ્નેશિયમ, વિટામીન એ જેવા ઘણા બધા પોષક તત્વો અને ખનીજો અને વિટામિન્સ ઉપલબ્ધ છે જે આપને સ્વસ્થ અને શરીરને સુંદર અને નીરોગી બનાવે છે.
ઊંટડી ના દૂધમાં આલ્ફા હાઈડ્રોકસિલપણ મળી રહે છે જે ત્વચાને સુંદર બનાવવામાં નું કામ કરે છે માટે જ આજકાલ ઊંટળી ના દૂધ નો ઉપયોગ ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં કરવામાં આવે છે.
Camel milk benefits – ઊંટડી ના દૂધ માં ભરપૂર માત્રા માં કેલ્શિયમ હોવાથી તેનું સેવા કરવું હાડકા માટે અને દાંત માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ઊંટડી નું દૂધ ઘણા બધા વિટામિન્સ અને ખનીજ તત્વો થી ભરપૂર હોય છે, ઉટણી નું દૂધ નિયમિત પીવાથી બ્લડ શુગર, ઇન્ફેકશન, આત્ર્દામાં બળતરા, ચાંદા, હૃદય રોગ, કીડની વગેરે જેવી સમસ્યાઓ થતી નથી.
ઊંટડી ના દૂધ ના નુકસાન
એમ બોવીસ જે એક પ્રકાર ના બેક્ટેરિયા છે જે ટી.બી. ના રોગનું કારણ બની શકે છે માટે ઊંટડી નું દૂધ નું સેવન ટી.બી. ના દર્દીઓએ ડોક્ટર ની સલાહ પછી જ કરવું જોઈએ.
ઊંટડી ના કાચા દૂધ નું સેવન કરવું નહિ, હમેશા તેને ગરમ જ હોવું જોઈએ, કાચું દૂધ પીવાથી સંક્રમણ નો ખતરો વધી શકે છે.
ઊંટ ના દૂધ ને સંબંધિત કેટલાક મુજવતા પ્રશ્નો
હા ડાયાબીટીશ ના દર્દીઓ ઊંટડી નું દૂધ પી શકે છે, ઊંટડી નું દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે, ઇન્સ્યુલીન ની માત્રા ઘટાડી શકાય છે.
હા, ઊંટ ના દૂધનો પાવડર સેહત માટે ખુબ જ સારો છે.
ઊંટડીના દૂધમાં ભરપૂર માત્રા મા પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, આયરન, મેગ્નેશિયમ, વિટામીન એ જેવા ઘણા બધા પોષક તત્વો અને ખનીજો અને વિટામિન્સ ઉપલબ્ધ છે
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
વિવધ પ્રાણીઓ ના દૂધ પીવાના ફાયદા | દૂધ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ | Dudh na fayda
લીંબુ ના ફાયદા | લીંબુ ની છાલ ના ફાયદા | લીંબુ ના ઘરેલું ઉપચાર ની વિગત | limbu na fayda in Gujarati
હરડે ના ફાયદા | હરડે નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | હરડેનું તેલ બનાવવાની રીત | Harde na fayda
તજ ના ફાયદા અને નુકસાન | તજ નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | Taj na fayda
ગુંદા ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | Gunda na fayda
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે