કીવી ફળ ના ફાયદા | વિવિધ સમસ્યાઓ મા કીવી નો ઉપયોગ કરવાની રીત

કીવી ફળ ના ફાયદા - કીવી ખાવાના ફાયદા - કીવી ના ફાયદા - kiwi khavana fayda - kiwi na fayda - kiwi fruit na fayda Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર મેળવીશું કીવી ફ્રુટ વિશે માહિતી જેમાં જાણીશું કીવી ફળ ના ફાયદા, kiwi fruit na fayda ,kiwi fruit benefits in Gujarati.

Table of contents

કીવી ફ્રુટ વિશે માહિતી

આપણે બધા જયારે પણ કોઈ ફળ કહીએ છીએ ત્યારે એક વાત તો જરૂર વિચારતા હોઈએ છીએ કે શું ફાયદો કરતો હશે આ ફળ નો આપણા શરીર પર?

તો એવું જ એક ફળ ની માહિતી આજ તમને આપવા જઈ રહ્યા છીએ જેનું નામ છે કીવી.

Advertisement

ભલે આ ફળ એટલું પ્રચલિત નથી. પણ એને ખાવાના ફાયદા અનેક છે પણ ઘણી બધી બીમારિયો માં કીવી ખાવાના ફાયદા થાય છે.

કીવી ને ચીન નો આંબળા કહેવામાં આવે છે. ચીન માં વધારે પ્રમાણ માં આનું ઉત્પાદન કરવામાં આવે છે.

ભારત માં હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ- કાશ્મીર, સિક્કિમ, કર્નાટક, અને કેરલા માં કીવી નું ઉત્પાદન કરવામાં આવે છે.

કીવી અનેક પોષક તત્વો થી ભરપૂર છે તેમાં ફાઈબર, વીટામીન- સી અને કે, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, અને મેગ્નેશિયમ જેવા ખનીજો થી ભરપૂર છે.

કીવી ફળ ના ફાયદા

kiwi na fayda pet ne lagti samsya ma | કીવી ના ફાયદા પેટ ને લગતી સમસ્યા મા

કીવી માં ફાઈબર ભરપૂર માત્રા માં મળી રહે છે. ફાઈબર આપણા પાચનતંત્ર ને મજબૂત બનાવે છે આતરડા ને પણ સાફ રાખે છે.

જો તમે કીવી નું સેવન કરો છો તો તે કબજિયાત થવા દેતું નથી.

જે પ્રોટીન આપણને પનીર, માછલી અને દહીં માંથી મળે છે એ પ્રોટીન ને કીવી જલ્દી થી પચાવી દે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે

કીવી માં પોટેશિયમ ની માત્રા ભરપૂર હોય છે તેથી તે બ્લડ પ્રેશર ને ઓછું કરવામાં મદદરૂપ થાય છે અને હૃદય રોગ ના હુમલા નું જોખમ ઓછું કરે છે.

બે પ્રકાર ના બ્લડપ્રેશર સીસટોલીક અને ઓક્સીડેટીવ બન્ને માં કીવી ખાવાથી ફાયદા થાય છે અને કીવી ખાવાથી શરીર માં લોહી પાતળું થાય છે.

રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે છે

કીવી માં કેરોટીનોઈડ નામનું પોષક તત્વ ભરપૂર માત્રા માં હોય છે અને આ તત્વ આપના શરીર ની રોગ પ્રતીકારાક્શક્તિ વધારવામાં મદદ કરે છે.

ઉમર વધવાની સાથે આપણી રોગપ્રતિકારક શક્તિ માં ઘટાડો થતો જાય છે ત્યારે આ ફળ ખાવું જોઈએ.

ત્વચા ને રક્ષણ પૂરું પડે છે

કીવી એન્ટી ઓક્સીડેન્ટ યુક્ત ફળ છે. તે ખાવાથી આપણા ચહેરા પર કરચલીઓ પડતી નથી અને સૂર્ય ની હાનીકારક અસરો થી પણ બચાવે છે.

તમારે દરરોજ એક કીવી ખાવી જોઈએ, કીવી ખાવાથી ત્વચા ચમકીલી બને છે અને જલ્દી થી કરચલીઓ થતી નથી.

તમે કીવી ની છાલ ને ચહેરા પર રગડી ને મસાજ કરી શકો છો.

કીવી ખાવાના ફાયદા

કીવી ના ફાયદા આંખો માટે

kiwi fruit – કીવી નો એન્ટી એન્જીંગ ગુણ માત્ર ત્વચા પુરતો જ સીમિત નથી તેમાં રહેલું લ્યુંટીન નામનું તત્વ આંખો માટે પણ ખુબ જ ફાયદેમંદ છે.

કીવી નું સેવન કરવાથી જલ્દી થી ચશ્માં ના નંબર આવતા નથી.

હૃદય રોગ સંબંધી બીમારીઓ મા કીવી ફળ ના ફાયદા

દિવસ માં લગભગ ૩ વખત કીવી નું સેવન કરવાથી હૃદય ને સ્વસ્થ રાખી શકાય છે.

કીવી ફાઈબર અને પોટેશિયમ થી ભરપૂર હોય છે, ફાઈબર અને પોટેશિયમ આપણા શરીર માં લોહી ને જામવા દેતું નથી.

શ્વાસ સંબંધિત સમસ્યામા કીવી ખાવાના ફાયદા

નાના બાળકો ને ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. ઉધરસ થઇ જતી હોય છે ત્યારે કીવી ખાવી ખુબ જ ફાયદો કરે છે.

કીવી ફક્ત રોગપ્રતિકારક શક્તિ જ વધારે છે એવું નથી તે શ્વાસ સંબંધિત સમસ્યા માં પણ ફાયદો કરે છે,

કીવી વિટામીન-સી નો સ્ત્રોત માનવામાં આવે છે, અઠવાડિયા માં ૪ થી ૫ વખત કીવી ખાવાથી શ્વાસ સંબંધિત સમસ્યા માં ૪૪% રાહત મળે છે.

પાચનતંત્ર ને મજબૂત બનાવે છે

કીવી  ફાયબર યુક્ત ફળ માંથી એક માનવામાં આવે છે, ફાયબર યુક્ત હોવાથી કીવી ખાવાથી પાચનશક્તિ સારી બને છે

કબજિયાત થવા દેતું નથી કારણ કે કીવી માં વિટામીન-સી ભરપૂર માત્રા માં હોય છે.

કીવી ના ફાયદા | kiwi na fayda

ગર્ભાવસ્થા દરમિયાન ખાઓ કીવી

kiwi fruit na fayda – વિટામીન-બી ને ફોલેટ ના રૂપ માં જોવા માં આવે છે વિટામીન-બી ગર્ભ માં રહેલા બાળક ના વિકાસ માટે ખુબ જ સારું માનવામાં આવે છે.

આ વિટામીન આપણને કીવી માંથી મળી રહે છે ગર્ભ માં રહેલા બાળક ના મગજ ના વિકાસ ને પણ તેજ બનાવે છે કીવી અને તેના વાળ, ત્વચા અને હૃદય ને મજબૂત બનાવે છે.

કીવી માં છે એન્ટી બેકટેરીયલ અને એન્ટી ફંગલ ગુણ

આપણે બધા જાણીએ જ છીએ કે અલગ અલગ પ્રકાર ના શાકભાજી ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરી શકાય છે.

જો તમે આ અલગ અલગ શાકભાજી ખાવા ના માંગતા હોવ તો તમે માત્ર કીવી ખાઈ શકો છો.

કીવી ના ફળ ના પાંદડા, ડાળખી, અને તેના બીજ માં એન્ટી બેકટેરીયલ ગુણ હોય છે જે શરીર માં પેદા થતા જીવાણુઓ ને મારવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશર માટે કીવી નું ફ્રુટ

બ્લડ પ્રેશર સમાન્ય રીતે ૧૨૦\૮૦ ની વચ્ચે રહેવું જોઈએ. જો આ પ્રમાણ વધી જાય તો વ્યક્તિએ દવાઈ નો સહારો લેવો પડે છે.

પણ જો તમે બ્લડ પ્રેશર ને વધવા કે ઘટવા દેવા ના માંગતા હોવ તો કીવી નું સેવન કરવું જોઈએ.

કીવી ખાવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલ માં રાખવામાં ખુબજ ફાયદો થાય છે. કારણ કે કીવી માં પોટેશિયમની માત્રા ખુબજ હોય છે.

kiwi khavana fayda | kiwi fruit na fayda in Gujarati

સારી ઊંઘ આવે તેના માટે ખાઓ કીવી

ઊંઘ ના આવવી, ડીપ્રેશનમાં રહેવું, એ આજકાલ સામાન્ય થઇ ગયું છે.

જો તમારી ઊંઘ બરાબર થતી નથી તો હોર્મોનલ ફેરફાર થઇ શકે છે,મૂડ સ્વીન્ગ્સ નો સામનો કરવો પડે છે અને આ બધું ડીપ્રેશન નું કારણ બની શકે છે.

કીવી એન્ટી ઓક્સીડેન્ટ થી ભરપૂર છે અને સેરોટોનીન નામનું એક રસાયણ હોય છે જે આ સમસ્યા માંથી છુટકારો અપાવી શકે છે.

વજન ઓછું કરવામાં મદદ કરે છે કીવી

૧૦૦ ગ્રામ કીવી માં ખાલી ૫૫ કેલેરી જ હોય છે. કીવી શરીર માં રહેલા નકામાં તત્વો ને બહાર કાઢવામાં મદદ કરે છે.

કીવી માં ચરબી નું પ્રમાણ હોતું જ નથી અને જેમ આગળ જણાવ્યું તેમ કીવી ફાઈબર થી અને કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર છે.

બીજો ફાયદો એ છે કે કીવી ખાવથી આપણું પેટ ભરેલું ભરેલું જ લાગે છે આ કારણ ને લીધે જ કીવી વજન ઓછું કરવામાં મદદ કરે છે.

ચમકદાર વાળ માટે કરો કીવી નું સેવન

કીવીમાં રહેલું વિટામીન-સી અને ઈ વાળ ને ખરતા અટકાવવામાં મદદ કરે છે તથા વાળ ને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થયું છે.

કીવી માં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજ તત્વો મળી રહે છે, જે વાળ ને સ્વસ્થ રાખે છે, બસ દિવસ માં ૧ થી ૨ કીવી ખાવાથી જરૂર થી ફાયદો થાય છે.

કીવી ના સેવન કરતી વખતે ધ્યાનમા રાખવાની બાબતો

જો તમે લોહી ને પાતળું કરવાની દવાઈઓ લઇ રહ્યા છો. તો કીવી નું સેવન કરવાથી દૂર રહો. કારણકે કીવી લોહી ને વધારે પાતળું કરી શકે છે.

અમુક વ્યક્તિ ને કીવી ખાધા પછી મોઢા માં સોજા આવી જાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો કીવી ખાવી નહિ.

કીવી ને બ્લડ પ્રેશર ઓછું કરવાનો સ્ત્રોત માનવામાં આવે છે તેથી જે વ્યક્તિઓ હાઈ બ્લડ પ્રેશર ની દવાઈ લેતા હોય તેઓએ કીવી ખાવી જોઈએ નહિ.

કીવી ને સંબધિત કેટલાક મુજવતા પ્રશ્નો

કયું કીવી ખાવું ઉત્તમ છે

થયેલી રીસર્ચ મુજબ ગોલ્ડન કીવી ની અંદર લીલા કીવી કરતા બમણું વિટામીન સી હોય છે જે આપણી રોજીંદી વિટામીન સી ની ખપત ને પૂર્ણ કરે છે અને લીલા કીવી ની અંદર ગોલ્ડન કીવી કરતા દોઢ ગણું ફાઈબર હોય છે જે આપણા શરીર ને ઘણીબધી રીતે ફાયદા કારક છે

કીવી નો સંગ્રહ કેટલો સમય સુધી કરી શકાય?

પાકી ગયેલ ગ્રીન કીવી વધુ મા વધુ ૫ દિવસ સુધી રાખી શકાય છે અને ગોલ્ડન કીવી 7 દિવસ સુધી ફ્રીજ મા રાખી શકાય છે.

કીવી માંથી ક્યાં ક્યાં પોષકતત્વો મળે છે

ફાઈબર, વીટામીન- સી, વિટામીન કે, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, અને મેગ્નેશિયમ જેવા પોશક્તત્વો મેળવવા નો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે

શું કીવી નું સેવન કરવાથી કોઈ આડ અશર થઇ શકે છે?

જો તમને કીવી ફળ ને એલર્જી હોય તો ઉલ્ટી , સોજો આવવા જેવી સમસ્યાઓ થઇ શકે છે

શું કીવી પેટ મા ફાયદા કારક છે?

કીવી એ ફાયબર મેળવવા નો ઉત્તમ સ્ત્રોત છે અને આ ફાઈબર એ પાચનક્રિયા સારી કરવામાં ઉત્તમ ભાગ ભજવે છે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

બિલી ફળ નો સરબત બનાવવાની રીત | bel fal nu juice banavani rit | wood Apple Juice

બીલી નું ફળ બીલા ના ફાયદા અને બિલા ના ઘરેલું ઉપચાર | Bili fal na fayda

ચશ્માના નંબર ઉતારવાના ઉપાય | chasma na number utarva na upay

ડ્રેગન ફ્રુટ ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | dragon fruit na fayda

ઊંટડીના દૂધ ના ફાયદા અને નુકશાન | ઊંટ ના દૂધ નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | camel milk benefits in Gujarati

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement