
ચા જેવું બીજું પીણું કોફી છે. ચા અને કોફી બન્ને જુદી જ વસ્તુઓ છે. ચા પૂર્વ તરફ થી આવેલી છે અને કોફી પશ્ચિમ તરફ થી આવેલી છે. આ બન્ને ના ગુણ અને અવગુણ બન્ને સરખા જ છે. કોફી મૂળ એબેસીનીયા ની વતની છે તે આરબો સાથે ભારત માં આવી છે. ઝાડના બી માંથી કોફી તૈયાર થાય છે. તે બીજ ને “બુંદદાણા” કહે છે. તેને શેકવામાં આવે છે તેથી તેમાંથી એક જાત ની સુગંધ પેદા થાય છે. કોફીમાં ચકોરીનું મિશ્રણ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કોફી પીવાના ફાયદા,કોફી ના નુશખા અને કોફી ના નુકશાન, coffee na fayda in Gujarati
Table of contents
- કોફી પીવાના ફાયદા | કોફી ના ફાયદા | Coffee na fayda in Gujarati
- માઈગ્રેન માં કોફીનું સેવન ગુણકારી
- મોઢામાં દુર્ગંધ માટે કોફી સારી છે
- કોફી ઉલટી થી છુટકારો અપાવે છે
- ઝાડા બંધ કરવામાટે કોફી પીવી
- હૃદય માટે ફાયદા કારક છે કોફી
- તાવ માં ફાયદેમંદ છે કોફી
- વજન ઘટાડવામા ઉપયોગી છે કોફી
- ત્વચા ને ચમકીલી બનાવે છે કોફી
- પેટ ને સાફ કરવામાં મદદરૂપ
- કોફી પીવાના ફાયદા તે બ્લડ સર્ક્યુલેશન વધારે છે
- કોફી પીવાના ફાયદા અન્ય ફાયદાઓ | Coffee na fayda benefits in Gujarati
- કોફી ના નુકસાન
- કોફી ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
કોફી પીવાથી શરીર માં ગરમી અને સ્ફૂર્તિ આવે છે. ઠંડી ની ઋતુમાં તેમજ ઠંડા પ્રદેશમાં મુસાફરી કરતી વખતે કોફી પીવામાં આવે તો ઠંડીથી શરીર નું રક્ષણ થાય છે અને ગરમી જળવાઈ રહે છે. કોફી પીવાથી સુસ્તી-આળસ દૂર થઇ જ્ઞાનતંતુઓ સતેજ થાય છે.ધ્યાન રાખવું કે ચા અને કોફી પીવાના જેટલા ફાયદા છે તેટલા જ તેના નુકસાન પણ છે. તેથી તેનું સેવન સીમિત માત્રા માં જ કરવું જોઈએ.
કોફી પીવાના ફાયદા | કોફી ના ફાયદા | Coffee na fayda in Gujarati
માઈગ્રેન માં કોફીનું સેવન ગુણકારી
આજ ના જમાના ની સામાન્ય સમસ્યા થઇ ગઈ છે માથા નું દુખવું. માથાનો દુખાવો સામાન્ય બાબત છે પરંતુ જો તેની યોગ્ય સમયે સારવાર કરવામાં આવે ની તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને માઈગ્રેન તેમાંથી જ એક છે. મીગ્રેન માં કોફીનું સેવન કરવું ખુબ જ સારું માનવામા આવે છે. કોફીના કાચા બીજ ને લઈને તેનો ઉકાળો બનાવીને પીવાથી માઈગ્રેન માં ખુબ જ રાહત મળે છે.
મોઢામાં દુર્ગંધ માટે કોફી સારી છે
પેટમાં થતી કબજીયાત, પેટનો ગેસ, અપચો આં બધી સમસ્યા ને લીધે પેટ ખરાબ થઇ જાય છે અને તેના કારણે મળ સાફ નથી આવતો તેથી મોઢા માં વાંસ આવવા લાગે છે. મોઢા ની વાસ દૂર કરવા માટે કોફી નો ઉકાળો બનાવી ને તેના કોગળા કરવાથી મોઢા ની વાંસ દૂર થઇ જાય છે.
કોફી ઉલટી થી છુટકારો અપાવે છે
કબજિયાત, અપચો, અને એસીડીટી ને કારણે ઉલટી જેવું લાગ્યા કરતુ ઓય છે. તેવામાં કોફીના બીજ અને તેના પાંદડા નો ઉકાળો બનાવીને ૧૦-૨૦ મિલી જેટલો પીવાથી અરુચિ, ઉલટી, તરસ વગેરે મટી જાય છે.
ઝાડા બંધ કરવામાટે કોફી પીવી
કોફી પીવાના ફાયદા ઘણી વખત કબજિયાત ને કારણે આપણે તેને મટાડવા માટે દવાઈ લેતા હોઈએ છીએ અને તે વધારે ખવાઈ જાય તો ઝાડા થઇ જાય અને ક્યારેક પેટમાં ઇન્ફેકશન થઇ જવાને કારણે અથવા અસંતુલિત ખોરાક ખાઈ લેવાને કારણે ઝાડા થઇ જતા હોય છે. તેવામાં કોફી પીવાથી તરત જ રાહત મળી જતી હોય છે.
હૃદય માટે ફાયદા કારક છે કોફી
કોફી ને ઘી માં શેકીને બનાવેલું ચૂર્ણ અને તેનો ઉકાળો બનાવી ને પીવાથી રદય્રોગ માં ફાયદો થાય છે. ફક્ત ધ્યાન એટલું રાખવું કે તેનું પ્રમાણ વધારે હોવું જોઈએ નહિ.
તાવ માં ફાયદેમંદ છે કોફી
ઋતુમાં ફેરફાર થવાથી તાવ આવવાની સમસ્યા ઉભી થતી હોય છે. ત્યારે કોફી પીવાથી તાવમાં રાહત મેળવી શકાય છે. ઘ્હેમાં સેકીલી કોફીનું ચૂર્ણ ને દૂધ માં નાખીને તેમાં ખાંડ નાખીને બનાવેલી કોફી પીવાથી તાવ માં રાહત મળે છે.
વાત અને પિત્ત દોષ ના કારણે અસ્થમા ની સમસ્યા થઇ જાય છે. કોફીમાં વાત અને પિત્ત બન્ને ને શાંત કરવાનો ગુણ સમાયેલો છે. માટે અસ્થમા ના દર્દીઓએ કોફી પીવાથી ફાયદો થાય છે.
કોફીને બ્રેઈન સ્ટીમુલેટ માનવામાં આવે છે. મગજ ની બીમારીઓ જેવીકે યાદશક્તિ કમજોર થઇ જવી, ડીપ્રેશન, તણાવ વગેરે. આ બધી સમસ્યા શરીર માં વાત્ત વધી જવાને કારણે થાય છે. એવામાં કોફીનું સેવન કરવાથી ફાયદો થાય છે.
વજન ઘટાડવામા ઉપયોગી છે કોફી
કોફીનું સેવન કરવાથી વજન ઝડપ થી ઘટાડી શકાય છે. તેમાં રહેલું કેફીન શરીર માં જમા થયેલી વધારાની ચરબી ને દૂર કરવામાં મદદ કરે છે.
કોફીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે બ્લડ શુગર ને સંતુલિત રાખે છે.
ત્વચા ને ચમકીલી બનાવે છે કોફી
કોફી નું સેવન કરવાથી ત્વચામાં માં કરચલીઓ પડતી નથી અને નિખાર આવે છે. કોફી માં ત્વચા ના મૃત કોશો ને રીપેર કરવાનો ગુણ હોય છે જેના દ્વારા ત્વચા માં સારા કોશો નો વિકાસ ઝડપી બને છે.
પેટ ને સાફ કરવામાં મદદરૂપ
કોફી એ પ્રકાર નું ડાઈયુરેટીક બીવરેજ છે જેનાથી વ્યક્તિ ને વારંવાર પેશાબ લાગે છે માટે ખાંડ નાખ્યા વગર ની બ્લેક કોફી પીવાથી બેક્ટેરિયા બહાર નીકળી જાય છે અને પેટ સાફ થઇ જાય છે.
કોફી પીવાના ફાયદા તે બ્લડ સર્ક્યુલેશન વધારે છે
કોફીનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે જેનાથી ત્વચા પણ સ્વસ્થ રહે છે.
કોફી પીવાના ફાયદા અન્ય ફાયદાઓ | Coffee na fayda benefits in Gujarati
કોફી પીવાથી યાદશક્તિમાં વધારો થાય છે.
લીવર ને લગતા રોગો માં કોફીનું સેવા કરવું ફાયદેમંદ સાબિત થયું છે.
કોફી માં એન્ટી ઓક્સીડેન્ટ નામનું તત્વ હોય છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
કોફી નું સેવન કરવું આંખો માટે પણ ફાયદેમંદ સાબિત થાય છે.
ખાંડ વગર ની બ્લેક કોફી નું સેવન કરવાથી દિમાગ અને શરીર હમેશા જવાન રહે છે. કોફીમાં રહેલું કેફીન ડોપામાઈન નું સ્તર વધે છે.
કોફી ના નુકસાન
બાળકો માટે કોફી નું વધારે સેવન ખુબ જ નુકસાનકારક છે.
ગર્ભાવસ્થા દરમિયાન કોફીનું સેવન ઓછું કરવું જોઈએ.
કોફીનું વધારે પડતું સેવન કરવાથી અનિદ્રા ની સમસ્યા થઇ શકે છે.
કોફી માં રહેલું કેફીન નામનું તત્વ કીડની ને ખરાબ કરી શકે છે માટે વધારે પડતી કોફી પીવી જોઈએ નહિ.
વધારે પડતું કોફીનું સેવન કરવાથી હાડકા કમજોર થઇ જાય છે.
કોફી ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
કોફીમાં કેફીન નામનું તત્વ હોય છે. જો તમે કેલરી અને ચરબી વગર ની કોફી પીવો છો તો દિવસમાં ૨ કપ થી વધારે કોફી પીવી જોઈએ નહિ.
જમ્યા ના એક કલાક પહેલા અને એક કલાક સુધી કોફી પીવી જોઈએ નહિ. જો પીવામાં આવે તો પાચન શક્તિ માં મુશ્કેલી આવી શકે છે.
હા, કોફી નું વધારે પડતું સેવન કરવાથી ગેસ અને એસીડીટી ની સમસ્યા થઇ શકે છે. કારણ કે કોફીમાં કેફીન અને એસીડ નું પ્રમાણ હોય છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ઘરેલુ ઉપચાર | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે
બ્રાઉન રાઈસ ના ફાયદા | Brown rice health benefits in Gujarati
ઉધરસ મટાડવા માટેના ઘરગથ્થું ઉપાયો | cough treatment home remedy
રામફળ ના ફાયદા નુકશાન અને તેના પાંદ નો ઉપયોગ દવા તરીકે | Ramfal na fayda in Gujarati
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે