આંકડા નું છોડ આપોઆપ ઉગી નીકળવા વાળું ઝાડ છે. આંકડાનું ઝાડ સફેદ અને જાંબલી રંગ ના જોવા મળતા હોય છે. આ ઝાડ ને કે તેના ફૂલ પાંદડા ને કોઈ પણ પશુ પક્ષી પણ નથી ખાતા પરંતુ આંકડા ના સ્વાસ્થ્ય ને લગતા અનેક લાભ છે.તો ચાલો જાણીએ આંકડા ના ફાયદા, આંકડા ના પાન નો ઉપયોગ, આંકડા ના પાન ફાયદા, આંકડા ના ફૂલ ના ઉપયોગ , આંકડા ના થડ ના ઉપયોગ, aakda na pan na fayda, aakda na fayda in Gujarati.
Table of contents
- આંકડા નો ઉપયોગ કરવામાં રાખવાની સાવધાની
- આંકડા ના ઝાડ ની બે પ્રજાતિ
- આંકડા ના ફાયદા અને આકડા નો ઉપયોગ
- તાવમાં આંકડા નો ઉપયોગ
- ઉધરસમાં આંકડા નો ઉપયોગ
- અજીર્ણમાં ફાયદેમંદ છે આંકડો
- ઝાડા માં આકડા નો ઉપયોગ
- ઉલટી માં રાહત અપાવે છે
- કબજિયાત માં અસરકારક છે આંકડો
- આંકડા ના પાન ફાયદા એસીડીટીમાં | Aakda na pan na fayda in Gujarati
- સફેદ ડાઘ માં આંકડા નો ઉપયોગ
- દમ – અસ્થમા માં આંકડા નો ઉપયોગ
- આમવાત માં ફાયદેમંદ છે આંકડો
- બવાસીર માં આંકડાનો ઉપયોગ
- શરીર પર આવેલા સોજા દૂર કરે છે
- સંધીવા માં આંકડો રામબાણ ઇલાઝ
- આંકડા ના ફૂલ, પાંદડા, અને તેની છાલના અન્ય ફાયદાઓ
- આંકડા ના નુકસાન
- આકડા ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
આયુર્વેદમાં આંકડા ના પાન, આંકડા ના ફૂલ અને તેના થળ માંથી અનેક દવાઈ બનાવવામાં આવે છે. આંકડા નું દરેક અંગ એક દવા છે. જે શરીર ના બધા રોગો માં ઉપયોગી છે. તેનું વાનસ્પતિક નામ calotropis gigantea છે. આ ઝાડ માં ગુછા માં ફૂલ થાય છે. તેને તોડવાથી તેમાંથી સફેદ રંગ નું ઘાટું દૂધ નીકળે છે.
આંકડા નો ઉપયોગ કરવામાં રાખવાની સાવધાની
aakda – આંકડા નું ઝાડ થોડુક ઝેરી હોય છે માટે તેનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. જો તેનો ઉપયોગ કોઈપણ બીમારી માં વધારે થઇ જાય તો ખુબ જ ખરાબ પરિણામ આવી ચકે છે.
આંકડા ના દૂધ થી આંખ ને ખાસ બચાવી ને રાખવી જોઈએ. આંકડા ના ફૂલ, પાંદડા, ડાળખી કે તેના થળ નો ઉપયોગ સીધો જ ના કરવો જોઈએ,
કારણકે તેમાં ઝેર નું અંશ હોય છે માટે તેનો ઉપયોગ કોઈપણ આયુર્વેદિક ઔષધી અથવા બીજી અન્ય સામગ્રીઓ સાથે ચિકિત્સક ની દેખરેખ હેઠળ જ કરવો.
આંકડા ના ઝાડ ની બે પ્રજાતિ
આંકડા ના ઝાડ ની બે પ્રજાતિ ઉપલબ્ધ છે
એક કે જેમાં જાંબલી રંગ ના ફૂલ આવે છે.
અને બીજું જેમાં સફેદ ફૂલ આવે છે. સફેદ ફૂલ ના આંકડા ના ઝાડ બહુ જ દુર્લભ છે તે ક્યાયક જ ઉગી નીકળે છે.
આંકડા ના ફાયદા અને આકડા નો ઉપયોગ
તાવમાં આંકડા નો ઉપયોગ
આંકડા ના ફૂલને પાણી માં થોડી વાર ઉકાળીને તેમાં ખાંડ નાખીને તે પાણી પીવાથી તાવ માં ઝડપ થી રાહત મળે છે.
અડધી ચમચી સૂઠ અને આંકડા ની છાલ ની ચાય બનાવીને પીવાથી પણ લાભ થાય છે.
ઉધરસમાં આંકડા નો ઉપયોગ
ચાર મુનક્કા ના બીજ ને તવી પર શેકીને તેમાં ૨ ગ્રામ આકડા ના ફૂલ અને પાંચ કાળા મરી નાખીને સેકી તેની ચટણી જેવું બનાવી લો. હવે સવાર સાંજ આ ચટણી નું સેવન કરવાથી દરેક પ્રકાર ની ઉધરસ માં ફાયદો થઇ જાય છે.
અજીર્ણમાં ફાયદેમંદ છે આંકડો
આંકડાની છાલ ને બાળી તેની ભસ્મ અને મૂળા નો બે ચમચી રસ મિલાવીને સેવન કરવાથી અજીર્ણ ની સમસ્યા માંથી છુટકારો મળે છે.
બે કણી લસણ,એક ચમચી લીંબુનો રસ, એક નાનો ટુકડો આદું, ધાણા પાવડર, ચાર કાળા મરી અને અડધી ચમચી જીરું આ બધા ને એકસાથે પીસીને ચટણી જેવું બનાવી લો, હવે આ ચટણી માં નાની ચપટી એક આંકડા ની ભસ્મ મિક્સ કરી લો. આ ચટણી નું સેવન દરરોજ ભોજન કરતી વખતે કરવું. આમ કરવાથી અજીર્ણ રોગ હમેશા માટે દૂર થઇ જાય છે.
૨૦૦ ગ્રામ અજમો, ૫ ગ્રામહિંગ, ૨૦ ગ્રામ મીઠું, આંકડા ના સુકવેલા ફૂલ ૩ ગ્રામ આ બધા ને મિક્ષ કરીને પીસીને ચૂર્ણ બનાવી લો. હવે આ ચૂર્ણ માંથી ૩ ગ્રામ ચૂર્ણ દરરોજ ગરમ પાણી સાથે લેવાથી ગેસ, આફરો, પેટ દર્દ, અજીર્ણ અને અપચા જેવી પેટ ની તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે.
ઝાડા માં આકડા નો ઉપયોગ
૧૦ ગ્રામ વરીયાળી,૨૦ ગ્રામ ધાણા, અને ૧૦ ગ્રામ જીરું લઇ અ બધા ને પીસીને ચૂર્ણ બનાવી લો, હવે આ ચૂર્ણ૧ ગ્રામ ને આંકડા ના ફૂલ ની ભસ્મ સાથે મિક્ષ કરી લો, તેમાંથી એક ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી ઝાડા બંધ થઇ જાય છે.
આંકડા ના ફૂલ અને સુકા આંબળા ને પાણીમાં પલાળી રાખો. તેમાંથી બે-બે ચમચી પાણી સાવર સાંજ લેવાથી ઝાડા તરત જ બંધ થઇ જાય છે.
ઉલટી માં રાહત અપાવે છે
પીપળી મૂળ નું ચૂર્ણ, બીજોરા નો રસ, એક ચમચી મધ, અને આંકડા ના ફૂલ ની ભસ્મ, આ બધાને મિક્ષ કરીને ચાટવાથી ઉલટી બંધ થઇ જાય છે.
પીપડા ના ઝાડ ની છાલ અને આંકડા ના ફૂલ આ બન્ને ને બાળીને ભસ્મ બનાવી લો, આ ભસ્મ ને લીંબુના પાણી સાથે પીવાથી ઉલટી તરત જ બંધ થઇ જાય છે.
કબજિયાત માં અસરકારક છે આંકડો
આંકડા ના ફૂલને રાત્રે પલાળી સવારે આ પાણી ગાળી તેમાં અજમો અને હિંગ નાખીને આ પાણી પી જાઓ, લગભગ એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી કબજીયાત માં ખુબ જ ફાયદો થાય છે અને જૂની કબજિયાત દૂર થઇ જાય છે.
નાની હરડે ને ઘી માં શેકીને તેને પીસી લો તેમાં આંકડા ના ફૂલ ની ભસ્મ મિલાવીને દરરોજ રાત્રે સુતા પહેલા પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થાય છે.
આંકડા ના પાન ફાયદા , ટામેટા ના રસ માં એક ચપટી આંકડાના પાંદડા ની ભસ્મ મિલાવીને તે રસ પીવાથી કબજિયાત માં રાહત મળે છે.
આંકડા ના પાન ફાયદા એસીડીટીમાં | Aakda na pan na fayda in Gujarati
આંબળા નો રસ બે ચમચી, આંકડા ના ફૂલ ની ભસ્મ એક ચપટી, અડધી ચમચી પીસેલું જીરું, બધું મિક્ષ કરીને તેમાં થોડીક ખાંડ નાખીને આ મિશ્રણ નું સવાર સાંજ સેવન કરવાથી થોડા જ દિવસ માં એસીડીટી માં ફાયદો થતો જણાય છે.
બે ચમચી મૂળા ના રસમાં ૨ ગ્રામ આંકડાના પાંદડા ની ભસ્મ મિલાવીને પીવાથી પણ ફાયદો થાય છે. નારિયેળ ના પાણી માં પણ આંકડા ના ફૂલ ની ભસ્મ ને નાખીને પીવાથી એસીડીટી માં ફાયદો થાય છે, Aakda na pan na fayda in Gujarati.
સફેદ ડાઘ માં આંકડા નો ઉપયોગ
એક ચપટી આંકડા ની ભસ્મ, ત્રિફળા ચૂર્ણ એક ચમચી અને ત્રણ ચમચી મધ ને મિક્ષ કરીને આ મિશ્રણ ને ત્રણ ટાઇમ લેવાથી ફાયદો થાય છે.
એક ચમચી તુલસીના રસ માં એક ચપટી આંકડા ની ભસ્મ નાખીને ચાટવાથી સફેદ ડાઘ માં ફાયદો થાય છે.
ગાયના ઘી માં બે ચપટી જેટલું આંકડા ની ભસ્મ, બે ચમચી પીપડા ની છાલ અને થોડુક કપૂર મિક્ષ કરીને આ લેપ ને સફેદ ડાઘ વારી જગ્યા પર લગાવવાથી ફાયદો થાય છે.
દમ – અસ્થમા માં આંકડા નો ઉપયોગ
આંકડા ની છાલ અને પાંદડા ના ચૂર્ણ ને બરાબર સરખી માત્ર માં મિલાવીને ૧/૪ ભાગ જેટલું કાળા મરીનો પાવડર મિક્ષ કરી લો, હવે અમથી એક ચમચી જેટલું ચૂર્ણ દરરોજ સવાર સાંજ મધ સાથે ચાટવાથી એકાદ અઠવાડિયા માં જ અસ્થમા-દમ ની બીમારીમાં રાહત થતી જણાય છે.
આમવાત માં ફાયદેમંદ છે આંકડો
તલ ના તેલ માં આંકડા ની છાલ ને પકાવી લો. થોડી વાર ગરમ કાર્ય પછી આ તેલ્લ ને ગાડીને દુખતા સાંધા પર લગાવવાથી દુખાવામાં રાહત થાય છે.
બવાસીર માં આંકડાનો ઉપયોગ
બવાસીર-ભાગન્દ્ર ના રોગ માં આંકડો ખુબ જ અકસીર સાબિત થયો છે. તેનાથી છુટકારો મેળવવા માટે આંકડા ના પાંદડા નો ઉપયોગ કરવામાં આવે છે. આંકડા ના પાંદડા ને તોડીને સુકાવીલો, હવે આ પાંદડા ને બાળીને તેનો ધુંવાડો લેવાથી બવાસીર ના દર્દી ને દુખાવામાં અને ખંજવાળ માં રાહત મળે છે.
શરીર પર આવેલા સોજા દૂર કરે છે
પ્રાચીન કાળથી આંકડાના પાંદડા નો ઉપયોગ શરીર ના સોજા દૂર કરવા માટે થતો આવ્યો છે.આંકડા ના પાકેલા પાંદ ને લઈને તેના ચીકણા ભાગ પર કોઈપણ પ્રકાર નું દર્દ નિવારક તેલ લઈને તે પંદ પર લગાવી પાંદડા ને ગરમ કરીને સોજા વાર ભાગ પર લગાવવું, નિયમિત ૪-૫ દિવસ આ પ્રયોગ કરવાથી ખુબ જ ફાયદો થાય છે.
સંધીવા માં આંકડો રામબાણ ઇલાઝ
સંધિવા માં આંકડા નો ઉપયોગ ખુબ જ અકસીર દવા જેવું કામ કરે છે. આંકડા ના પાકેલા પીડા થયેલા પાંદડા ને તોડી તેમાં પાણી મિલાવ્યા વગર જ તેને પીસી લો. હવે આ પેસ્ટ માં થોડુક મીઠું નાખીને દર્દ કરતા ભાગ પર લગાવો. ૨-૩ દિવસ સુધી નિયમિત રીતે સવાર સાંજ આ મિશ્રણ ને લગાવવાથી સંધિવામા અચૂક ફાયદો થાય છે.
આંકડા ના ફૂલ, પાંદડા, અને તેની છાલના અન્ય ફાયદાઓ
આંકડા ના ફૂલ ની ડેડી ને ગોળ સાથે લપેટીને મલેરિયા તાવ માં ખાવાથી તાવ જલ્દી થી ઉતરી જાય છે.
માઈગ્રેન માં આંકડા ના દૂધ ના બે ટીપા પતાશા પર લગાવી ને સૂર્ય ઉદય પહેલા ખાવાથી ફાયદો થાય છે.
આંકડા ના ૧૦ ફૂલ લઈને તેને પીસીને ૧ ગ્લાસ્સ દૂધ અ નાખીને લગાતાર ૪૦ દિવસ સુધી પીવાથી કીડની અને મુત્ર માર્ગ ની પથરી દૂર થઇ જાય છે.
આંકડા માં પેટ ને સાફ કરવાનો ગુણ હોય છે જેના કારણે તે પેટ ના કીડા અને આતરડા ની રક્ષા કરે છે અને તેને મજબૂત બનાવે છે.
કફ ને દૂર કરવામાં અને શ્વસન તંત્ર ને ઠીક રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
આંકડા ના નુકસાન
આંકડા ના દૂધ માં ઝાહેરીલું તત્વ સામેલ હોય છે. માટે તેનો ખુબ જ સીમિત માત્ર માં જ ઉપયોગ કરવો હિતાવહ છે.
વધારે માત્રામાં આંકડા નો ઉપયોગ થઇ જાય તો ઉલટી, ઝાડા અને બેહોશી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ગર્ભાવસ્થા દરમિયાન આંકડા નું સેવન બિલકુલ કરવું જોઈએ નહિ.
આકડા ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
આંકડા ને અંગ્રેજીમાં calotropis gigantean કહેવાય છે. તેને મદાર(MADAR) ના નામ થી પણ ઓળખવા માં આવે છે.
આંકડા ના પાંદડા નો ક્યારેય પણ સીધો જ ઉપયોગ કરવો નહિ, તેને કોઈપણ બીજી આયુર્વેદિક ઔષધી સાથે જ ઉપયોગ કરવો. તેનાથી બવાસીર, દમ, તાવ, શરદી ઉધરસ જેવા અનેક રોગો માં ફાયદો થાય છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
સરગવાના પાન ના ફાયદા | sargava na pan na fayda in gujarati | drumstick leaves benefits in Gujarati
પપૈયાના પાનનો રસ ના ફાયદા | Papaiya na pan juice fayda in Gujarati
બીલીપત્ર ના પાન ના ફાયદા | બીલીપત્ર નું સેવન કરવાના ફાયદા | bel patra leaves benefits in Gujarati
કેસુડા ના ફાયદા | કેસુડા ના ફૂલ ના ફાયદા | kesuda na phool na fayda in Gujarati
રીંગણ ખાવાના ફાયદા | રીંગણ ના નુકશાન | Ringan na fayda | brinjal benefits in Gujarati
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે