આજ ના આર્ટીકલ ની અંદર અમે ગુવાર વિશે માહિતી આપી છે તેમાં ગવાર ના ફાયદા, ગુવાર ના નુકશાન અને ઘરેલું ઉપચારમા ઉપયોગ કરવાની રીત, Guvar na fayda , cluster beans benefits in Gujarati જણાવીશું.
Table of contents
ગવાર | Guvar | Cluster beans
“ગુવાર” “ગુવારફળી” કે “ગવાર” અલગ અલગ નામો થી જાણીતું છે. ગુવાર ભારતના વિવિધ ક્ષેત્રો માં ઉત્પાદન થાય છે. તેની શીંગો નો ઉપયોગ લીલા શાક તરીકે થાય છે. ગુવાર ગરમ ઋતુ નો પાક છે, એટકે કે ઉનાળુ પાક છે. સામાન્ય રીતે ગુવાર ઢોર નો ખોરાક માનવામાં આવે છે. ગાય અને બળદ ને ખાસ ખવડાવવામાં આવે છે. દૂઝણા ઢોરને ગુવાર ખવડાવવાથી દૂધ વધે છે. ગુંદર બનાવવા માટે પણ ગુવાર ની કેટલીક જાતો વપરાય છે.
ગુવાર ની ઘણી બધી જાતો થાય છે . તેમાં તરડીયા કે ફટકણીયા ગુવાર સિવાય ની બીજી જતો ની સિંગનો શાક તરીકે ઉપયોગ થાય છે.
સુવાડી સીંગો વાળા સારી જાત ના ગુવાર ને માખણીયો ગુવાર કહે છે. તેની સીંગો કોમળ અને ચાર પાંચ ઇંચ લંબી થાય છે. કેટલાક તેને પરદેશી ગુવાર પણ કહે છે.
દેશી કે સોટીયા ગુવાર ની સીંગો ત્રણ સાડા ત્રણ ઇંચ ની થાય છે. અને તેનું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.
ગવાર ના ફાયદા | Guvar na fayda
ગુવાર ના કુણા પાન નું શાક ખાવથી રતાંધણાપનું મટે છે.
guvar na paan – ગુવાર ના પાન નો રસ ઘા પર લગાવવાથી ઘા પાકતો નથી અને જલ્દી રૂઝાય છે.
પાચનશક્તિ ને લગતા વિકાર માં ગુવાર થી લાભ થાય છે. ગુવાર નું શાક નું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે.
ગવાર ના ફાયદા પિત્ત દોષ ને કારણે થતા ઝાડા માં ગુવાર ઉપયોગી સાબિત થાય છે. ગુવાર નો ઉકાળો બનાવીને પીવાથી પિત્ત દોષ ના ઝાડા મટી જાય છે.
ગુવારફળીના પાંદડા અને ગુવાર ફળી ને આખી રાત પાણી માં પલાળી રાખો. સવારે એ પાણીને ગાળી લ્યો. અને ૧૦-૧૫ મિલી ની માત્રા માં પીવાથી ડાયાબીટીશ માં ફાયદો થાય છે.
દાદર થઇ હોય અને સતત ખંજવાળ આવતી હોય તો ગવાર ના પાંદડા અને લસણ ને પીસી લ્યો. તેને દાદર પર લગાડવાથી દાદર માં મટે છે અને ખંજવાળ માં ફાયદો થાય છે.
શરીર અ કોઈપણ ભાગ પર સોજા થયા હોય તો ગુવાર ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ગવારફળી ના બીજ ને તલ સાથે મિક્ષ કરીને પીસી લો અને તે મિશ્રણ ને સોજા પર લગાવવાથી સોજા ઉતરી જાય છે.
ગવાર ના ફાયદા એનીમિયા મા
એનીમિયા ને દૂર કરવા માટે અથવા તેનાથી રાહત મેળવવા માટે શરીર માં આયરનનું પ્રમાણ સારું હોવું જોઈએ. ગવાર આયરન નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે.
હૃદય ને સવ્સ્થ રાખે છે
ગવાર નું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. તેનું સેવન કરવાથી શરીર માં કોલેસ્ટ્રોલ ની માત્ર ઘટી જાય છે. ગવાર પોટેશિયમ, ફાઈબર અને ફોલીએત તત્વો થી ભરપૂર હોય છે.
હાડકા ને મજબૂત બનાવે છે
ગવાર ને યાર્ન નો એક મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. આયરન અપના લોહીમાં લાલ રક્ત કણો ને વધારવામાં મદદ કરે છે અને ગવાર નું સેવન કરવાથી હિમોગ્લોબીન નું પ્રમાણ વધે છે અને હાડકા મજબૂત થાય છે.
ગર્ભવતી સ્ત્રીઓ માટે ફાયદેમંદ છે
ગોવાર માં ફોલિક એસીડ ભરપૂર પ્રમાણ માં હોય છે. ગવાર નું સેવન કરવાથી ગર્ભવતી સ્ત્રીઓને આયરન અને કેલ્શિયમ ની ઉણપ વર્તાતી નથી.
ગવાર ના ફાયદા તે તણાવ અને ચિંતા દૂર કરે છે
ગવાર માં રહેલું હાઈપોગ્લાઈસેમિક ગુણ આપણી માનસિક તણાવ ઓછો કરે છે.
પેટ ને લગતી બીમારીઓમાં ફાયદેમંદ
ગવાર માં રેચક ગુણ હોય છે. ગવાર ની સબ્જી નું સેવન કરવાથી આતરડા ને મજબૂત બનાવે છે અને આતરડા ને સાફ કરવામાં મદદ કરે છે. આતરડા નો બગડો દૂર કરવામાં મદદ કરે છે.
ગવાર ના નુકસાન
વાત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિઓએ ગુવાર ની પાંદડાનું શાક નું સેવન કરવું જોઈએ નહિ.
ગુવાર ના શાક નું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. કારણ કે ગુવાર માં કેલ્શિયમ ની માત્ર ભરપૂર પ્રમાણ માં હોય છે.
ગર્ભવતી મહિલાઓ માટે ગુવારફળી નું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ છે. તેમાં રહેલા પોશાકતત્વો માતા અને બાળક બન્ને માટે ખુબ જ ફાયદેમદ સાબિત થાય છે.
ગુવાર નું સેવન કરવાથી લોહીમાં રહેલી વધારાની શુગર ઓછી થઇ જાય છે. ઇન્સ્યુલીન ની માત્રા પણ ઓછી થાય છે.
ગુવારફળી નું સેવન કરવાથી યાદશક્તિ માં વધારો થાય છે. દિમાગ ને મજબૂત બનાવે છે ગુવાર.
ગુવારમાં આયરન ની માત્રા ભરપૂર હોય છે. જેના કારણે ઓક્સીઝન ને શરીર માં પહોચવામાં સરળતા રહે છે. અને તેથી લોહીનું પરિભ્રમણ સરળતા થી થાય છે.
એનીમિયા ની અસર ને રોકવા માટે આયરન ની માત્રા શરીર માં સારી હોવી જોઈએ. ગુવાર માં લોહતત્વ નું પ્રમાણ સારી માત્રા માં હોય છે અને તે એનીમિયા સામે રક્ષણ આપે છે.
ગુવાર ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
અંગ્રેજી માં ગુવાર ને “CLUSTER BEAN “ કહેવામાં આવે છે.
ભારત અને પાકિસ્તાન માં વધારે પડતું ઉગાડવામાં આવે છે. ગુવાર ને મુખ્યત્વે પશુઓનો ખોરાક માનવામાં આવે છે. ભારત માં વર્ષો થી ગવાર ગુંદ નો ઉપયોગ શક બનાવવા માટે થાય છે.
આ એક યાંત્રિક પ્રક્રિયા છે, ગવાર ના બીજ ને ચક્કી માં પીસી ને વિવિધ પ્રક્રિયા કરવામાં આવે છે. અને પછી ગુંદર બને છે.
ગુવારફળી સ્વાદમાં મીઠી અને ફીકી બન્ને હોય છે, તે પચવામાં ભરી હોય છે, તેની તાસીર ઠંડી હોય છે, તેનું વધારે સેવન કરવાથી કફ ની સમસ્યા થઇ શકે છે.
ગુવાર માં વિટામીન કે, સી અને વિટામીન એ ભરપૂર માત્ર માં મળી રહે છે સાથે સાથે તેમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, અને પોટેશિયમ મળી રહે છે.
૧૦૦ ગામ ગુવારમાં માત્ર ૧૫ ગ્રામ કેલેરી હોય છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
નાસપતી ના ફાયદા અને ઘરેલું ઉપચાર | Naspati na fayda |Pear fruit benefits in Gujarati
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે