આજ ના આર્ટીકલ ની અંદર મેળવીશું માહિતી લીંબોળી ના તેલ વિશે જેમાં લીંબોળીનું તેલ આપણે કઈ રીતે વિવિધ સમસ્યામાં કરી શકીએ તેમજ લીંબોળી ના તેલ ના ફાયદા જાણીશું, limbodi na tel no upyog gharelu upcharma, Limbodi na tel na fayda.
લીંબોળીનું તેલ
લીમડાના ફળને લીંબોળી કહે છે. તે અંડાકાર અને કાચી હોય ત્યારે લીલા-પોપટી રંગની અને પાકી જાય ત્યારે સોનેરી પીળા રંગની હોય છે. કાચી લીંબોળી કડવી અને અંદરથી સફેદ દૂધ ધરાવતી હોય છે. પાકી લીંબોળી સ્વદે મીઠી અને મીઠા ગર્ભ વાળી હોય છે. તેની વચ્ચે કઠણ ઠળિયો હોય છે. તે ઠળિયા માં મીઠો પોચો મીંજ હોય છે. લીમ્બોદીના એક ઠળિયામાંથી એક, બે કે ત્રણ મીંજ નીકળે છે. તે મીંજ ને ઘાણીમાં પીલીને તેનું તેલ કઢાય છે. તેને ‘ લીંબોળીનું તેલ ’ કહેવાય છે.
લીંબોળી માં ૩૧ થી ૪૦ ટકા જેટલું ઘેરા પીળા રંગનું કડવું, તીખું અને દુર્ગંધયુક્ત સ્થિર તેલ હોય છે જેમાં ઓલિક એસીડ જેવા કેટલાક એસીડ મળી રહે છે. તેમાં કડવી દુર્ગંધનો અંશ રહે છે. જો કે આ તેલ કરતા વધુ કડવું અને પાણીમાં ભળી જાય એવું સોડીયમ માંર્ગોસેટ નામનું મીઠું હોય છે. તેલ ઉગ્ર ગંધવાળું તથા સેપોનીફીકેશન વેલ્યુ ૧૬ થી ૨૦૦ ની વચ્ચે હોય છે.
આમવાત માં લીંબોળી નું તેલ
લીંબોળી નું તેલ રોજ સોજા પર માલીશ કરવાથી આમવાત માં ફાયદો થાય છે. વાયુના દર્દીઓએ શિયાળામાં લીંબોળીનું તેલ પીવું.
વાતિક સોજામાં લીંબોળી ના તેલ નો ઉપયોગ
વાયુના સોજા પર લીંબોળી નું તેલ જરા ગરમ કરી માલીશ કરવું. તથા લીંબડાના પાન મીઠું નાખીને બાફીને તે ગરમ ગરમ સોજા પર બાંધી બાફ લેવાથી આરામ મળે છે. આખા શરીરમાં ફરતો વાયુ પણ આ પ્રયોગ થી મટી જાય છે.
જખમ/ઘાવ પર લીંબોડી ના તેલ નો ઉપયોગ
દરેક પ્રકારના જખમ પર લીંબોળી ના તેલનું પોતું કે તેનો મલમ બનાવી વાપરવાથી લાભ થાય છે. ઘર્ષણ થવાથી કે આગ થી બળી જવાથી થયેલ જખમ પર નિમ્બ તેલ લગાવવાથી રાહત મળે છે.
ત્વચા રોગો પર અસરકારક
લીંબોળી ના તેલ ની માલીશ કરવાથી લગભગ બધા પ્રકારના ત્વચાના વિકારો, જંતુ, ખંજવાળ, દાદર, ખરજવું વગેરે મટે છે.
હરસ-મસા માં ઉપયોગી તેલ
લીંબોળીનું તેલ ૫ થી ૧૦ ટીપા સાકર કે પતાશા જોડે અથવા કેપ્સ્યુલમાં ભરી લેવાથી થોડા જ દિવસોમાં સારો લાભ થાય છે. તેથી મસા નાશ પામે છે તથા શરીર પણ સારું રહે છે.
લીંબોળી નું તેલ વાળ માટે રામબાણ છે
શરીરની ગરમીથી જો માથાના વાળ ખરી જતા હોય તો સારા કેશતેલમાં લીંબોળીનું તેલ મેળવી વાળમાં લગાવવાથી ખરતા વાળ બંધ થાય છે.
જખમહર મલમ
લીંબોળીના ૫૦ ગ્રામ તેલમાં મીણ ૧૦ ગ્રામ તથા ૫૦ ગ્રામ જાત્યાદી તેલ ઉમેરી, ત્રણે સાથે ગરમ કરી, મલમની ડબ્બી ભરી લો. આ મલમથી દરેક જાતના જખમ, દાઝ્યાના ઘા વગેરે ઝડપથી રુઝાઈ જશે અને દર્દમાં ત્વરિત રાહત થશે.
અકાળે વાળ સફેદ થવા ની સમસ્યામાં
લીંબોળીના ૧૦૦ ગ્રામ તેલને ભાગ્રના ૧૦૦ ગ્રામ રસ તથા આમળાના ૧૦૦ ગ્રામ રસમાં નાખી, ઉકાળી માત્ર તેલ રહે એટલે ગાળીને બોટલમાં ભરી લો. દરરોજ આ તેલના ૪-૪ ટીપાં નાકમાં નાખવા. સાત્વિક ખોરાક લેવો અને વાળમાં ભૃંગરાજ કેશતેલમાં થોડું લીંબોળીનું તેલ મેળવી રોજ વાળમાં માલીશ કરવી આમ કરવાથી અકાળે થતા સફેદ વાળ અટકી જાય છે.
શ્વાસમાં લીંબોળી નું તેલ
દમના હુમલા વખતે ૩૦ થી ૬૦ ટીપાં લીંબોળીનું તેલ પાન કે સિતોપલાદી ચૂર્ણ સાથે કે સાકર સાથે ગરમ પાણી જોડે લેવાથી રાહત થશે. અથવા નિમ્બ તેલ કેપ્સ્યુલમાં ભરી લેવું.
શીળસમાં લીંબોળી ના તેલ નો ઉપયોગ
લીંબોળીના તેલમાં થોડું કપૂર વાટીને મિક્સ કરી, તે તેલ શીળસ પર માલીસ કરવું તથા ૫-૫ ટીપાં દવા ખાંડ સાથે સવાર-સાંજ લેવી.
કાનના દુખાવામાં લીંબોળી નું તેલ
જાંબુડાના પાનના ૧૦૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ લીંબોળીનું તેલ તથા હળદર નાખી, ઉકાળીને તેલ સિદ્ધ કરી લો. તેને ગાળીને ભરી લો. કાનમાં રસી, પાક અને સ્ત્રાવમાં આ દવાના ૪-૪ ટીપાં કાન સાફ કરીને રોજ નાખવા.
ત્વચા માટે લીંબોળી ના તેલ નો ઉપયોગ
લીંબોળી ના બીજ સરકા સાથે વાટી લઇ, તેમાં બમણી લીંબુની છાલ કે સંતરાની છાલનો પાવડર ઉમેરી દો. પછી ચહેરા પર માલીશ કરો. આમ કરવાથી ચહેરા ની ઝાંખપ, કાળાશ, કરચલી વગેરે દૂર થઇ ચહેરો ચમકવા લાગે છે..
હાથ-પગનો પરસેવો(તજા ગરમી) ની સમસ્યામાં
૨-૪ ટીપાં લીંબોળી નું તેલ દૂધ સાથે લેવું. હાથ પગ ઉપર આ તેલની માલીશ કરવાથી હાથપગની તજા ગરમી મટશે.
લીંબોળી ના તેલના બ્યુટી બેનીફીટ્સ
જેમ લીંબોળીનું તેલ સેહત માટે સારું છે તેમ આપણી ત્વચા માટે પણ તે એટલું જ ફાયદાકારક છે. ચાલો ત્વચા ને લગતા ફાયદા પણ જાણીએ.
વધતી ઉમર ને રોકવામાં મદદરૂપ
લીંબોળી ના તેલ માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ વધતી ઉમર ને રોકવાનું કામ કરે છે. અઠવાડિયામાં બે વખત ૧૦ મિનીટ સુધી લીંબોળી ના તેલ ની માલીશ ચહેરા પર કરવાથી ફાયદો થાય છે.
સંક્રમણ થી બચી શકાય છે
લીમડામાં કુદરતી રીતે જ એન્ટીસેપ્ટિક ગુણો હોય છે. જે આપણી ત્વચાને સંક્રમણ થી બચાવે છે. સંકમિત થયેલી ત્વચા પર આ તેલ લગાવવાથી ઘણો જ લાભ થાય છે.
ત્વચા ની ચમક વધે છે
લીંબોળીના તેલમાં વિટામીન ઈ અને ફેટી એસીડ સારી એવી માત્રામાં હોય છે જે આપણી ત્વચા માટે ખુબ જ સારું માનવામાં આવે છે. શિયાળામાં સ્નાન કર્યા પછી ૧ ભાગ લીંબોળી નું તેલ અને ૨ ભાગ નારિયેળ તેલ મિક્સ કરીને શરીર પર માલીશ કરીને લગાવી દેવું. સ્કીન નરમ અને મુલાયમ રહે છે.
ખીલ ની સમસ્યા થી છુટકારો
એન્ટી ઈમ્ફ્લામેન્ટ્રી અને એનાલ્જેસિક એજન્ટ ખીલ ને રોકવામાં મદદ કરે છે. લીમડામાં રહેલો એન્ટી બેકટેરીયલ ગુણ ચહેરા પર ખીલ પેદા કરવા વાળા બેક્ટેરિયાનો નાશ કરે છે.
એન્ટી ફંગલ એજન્ટ છે લીંબોળી નું તેલ
લીંબોળી નું તેલ એક એન્ટી ફંગલ એજન્ટ છે. પગ ની એડી, આંગળી, અને હાથ પર આ તેલની માલીશ કરવાથી ત્વચા ફંગલ ઇન્ફેકશન થી બચી શકે છે.
ડેનડ્ર્ફ થી છુટકારો મેળવવા લીંબોળી ના તેલ નો ઉપયોગ
વાળમાં ખોળો થઇ જવાને કારણે માથામાં ખંજવાળ આવતી રહે છે, વાળ ખરવા લાગે છે, આવી સમસ્યા થી છુટકારો મેળવવા માટે નારીયેલ તેલમાં અથવા જે હૈર ઓઈલ નો ઉપયોગ કરતા હોવ તેમાં લીંબોળી ના તેલ ના અમુક ટીપાં નાખીને આ તેલ અઠવાડિયા માં બે વાર માથામાં નાખવું. નિયમિત આમ કરવાથી વાળ નો ખોળો અવશ્ય દૂર થઇ જશે અને વાળ ખરતા પણ બંધ થઇ જશે.
લીંબોળી ના તેલના નુકસાન
સંવેદનશીલ ત્વચા વાળી વ્યક્તિઓએ લીંબોળી નું તેલ ઉપયોગમાં લેવું નહિ, એલર્જી ની સમસ્યા થઇ શેકે છે.
limbodi – લીંબોળી ના તેલને કોઈપણ બીજી ઔષધી સાથે જ સેવન કરવું એકલું લીંબોળી નું તેલ પીવું નહિ, શરીરમાં બીજા કોઈ નુકસાન થઇ શકે છે.
લીંબોળી ના તેલ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
લીંબોળી નું તેલ ત્વચા માં ખીલ, શીળસ, ખંજવાળ, દાદર વગેરે માં ઉપયોગી થાય છે.
હા, લીંબોળી નું તેલ ચહેરા પર લગાવી શકાય છે. તેનાથી શુષ્ક ત્વચા ને ફાયદો થાય છે, એન્ટી એજિંગ નું કામ કરે છે આ તેલ.
હા, લીંબોળી ના તેલ ના ૧-૨ ટીપાં નિયમિત થોડું નવશેકું કરીને કાન માં નાખી શકાય છે, તેનાથી કાન ની બહેરાશ દૂર થાય છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ડ્રાય સ્કીન થવાના કારણો અને તેના ઘરેલું ઉપાયો | Dry Skin Solutions Gujarati
ગુલાબજળ ના ફાયદા | ગુલાબજળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | ગુલાબજળ બનાવવાની રીત
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે