નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું લેમન રાઈસ જે ખુબજ સરળતાથી બની જતી વાનગી છે જેને chitranna recipe ના નામે પણ ઓળખવામાં આવે છે તો ચાલો શીખીએ, લેમન રાઈસ બનાવવાની રીત , lemon rice recipe in gujarati
લેમન રાઈસ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે
- ૨ કપ બાફેલા બાસમતી ચોખા
- ૧ ચમચી રાઈ
- ૨-૩ ચમચી સીંગદાણા
- ૧-૨ શુકા આખા લાલ મરચા
- ૧/૪ ચમચી હિંગ
- ૨-૩ ચમચી કાજુ કટકા
- ૧/૨ ચમચી હળદર
- ૧-૨ લીલા મરચા સુધારેલા
- ૩-૪ ચમચી તેલ
- ૧ દાડી મીઠો લીમડો
- ૨ ચમચી લીંબુનો રસ
- ૧-૨ ચમચી લીલા ઘણા
- સ્વાદ મુજબ મીઠું
lemon rice recipe in Gujarati
લેમન રાઈસ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સીંગદાણા નાખી શેકી લ્યો શેકેલા સીંગદાણા એક વાટકામાં કાઢી લ્યો ત્યારબાદ તેમાં કાજુના કટકા નાખી તેને શેકી લો શેકાઈ જાય એટલે તેને એક વાટકામાં કાઢી લ્યો
હવે એ જ તેલમાં એક ચમચી અડદ દાળ, ચણા દાળ ને રાઈ નાખો ત્યારબાદ તેમાં હિંગ, સૂકા આખા લાલ મરચા, મીઠો લીમડો ,સુધારેલા લીલા મરચા નાખી શેકો
ત્યારબાદ તેમાં હળદર નાખી શેકો મસાલા શેકાઈ જાય એટલે તેમાં બાફેલા ભાત નાખી બરાબર મિક્સ કરો ત્યાર બાદ તેમાં શેકી રાખેલ કાજુ ને સિંગદાણા નાખી મિક્સ કરો બધું બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં જ છેલ્લે લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરો ત્યારબાદ લીલા ધાણા છાંટી ગરમ ગરમ પીરસો તો તૈયાર છે લેમન રાઈસ.
લેમન રાઈસ બનાવવાની રીત
આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit
પનીર ભુરજી બનાવવાની રીત | Paneer bhurji recipe in Gujarati
પાપડ ચવાણું બનાવવાની રીત | Papad nu chavanu banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે