આજ ના આર્ટીકલ ની અંદર માહિતી મેળવીશું શંખપુષ્પી વિશે જેને શંખાવલી ,શંખપુષ્પી, શંખાહુલી ના નામે પણ ઓળખવામાં આવે છે તેમજ આજ જાણીશું શંખપુષ્પી નો છોડ કઈ રીતે ઘરેલું ઉપચાર મા ઉપયોગી છે, શંખપુષ્પી ના ફાયદા , શંખપુષ્પી નો ઉપયોગ ઘરેલું ઉપચારમા, shankhpushpi na fayda in gujarati, shankhpushpi no upyog
શંખપુષ્પી | શંખાવલી | શંખાહુલી | shankhpushpi
શંખપુષ્પી નામ સાંભળતા જ આપણા મન માં એક જ વિચાર આવે કે યાદશક્તિ વધારવા માટેની ઔષધી, શંખપુષ્પી ના અલગ અલગ રંગના ફૂલ થાય છે. પણ આયુર્વેદમાં સફેદ શંખપુષ્પી નું વધારે મહત્વ દર્શાવવામાં આવ્યું છે. દિમાગી તાકાત વધારવાની સાથે સાથે બીજી અનેક બીમારીઓમાં પણ કામ આવે છે શંખપુષ્પી.
આ એક પ્રકાર નું ફૂલ છે. જે નેક રોગોમાં ઉપયોગી સાબિત થાય છે. તે જમીન પર પથરાતો એક પ્રકારનો છોડ છે. તેની ડાળખીઓ લાંબી અને ખુબ ફેલાયેલી હોય છે. તેના ફૂલ સફેદ અને આછા ગુલાબી રંગ ના હોય છે. પહાડી વિસ્તારમાં આ છોડ વધારે જોવા મળે છે. તેના પાંદડા ચીકણા હોય છે.
શંખપુષ્પી કડવું અને ઠંડી તાસીર નું હોય છે. તે એક એવી જડીબુટ્ટી છે જે મગજ ને સ્વસ્થ રાખવાની સાથે સાથે બીજી અનેક બીમારીઓમાં ઉપયોગી નીવડે છે. શંખપુષ્પી ની ખાસ બાબત એ છે કે તે મગજ ને ખુબ જ તેજ બનાવે છે અને માનસિક રોગોમાં ખુબ જ અસર કરે છે.
સફેદ ડાઘ, પેટના કૃમીઓ વગેરે મટાડવા માટે કામ આવે છે. આમ તો શંખપુષ્પી ને મગજ નું તનિક અહેવામાં આવે છે, પણ તે બીજા અનેક રોગો મટાડવા માટે પણ કામ માં લઇ શકાય છે. તો ચાલો જાણીએ શંખપુષ્પી ના અનેકાનેક ફાયદાઓ
માથાના દુખાવામાં શંખપુષ્પી ના ફાયદા | shankhpushpi na fayda mathana dukhavama:-
આજકાલ ની ભાગદોડ ભર્યા જીવન માં માથાનું દુખું એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તેનાથી રાહત મેળવવા અને કાયમ માટે છુટકારો મેળવવા માટે શંખપુષ્પી નોઉપ્યોગ અવશ્ય કરવો જોઈએ.
૧ગ્રામ શંખપુષ્પી અને ૨૫૦મિગ્રા અજમાના ચૂર્ણને મિક્સ કરીને નવશેકા પાણી સાથે સેવન કરવાથી થોડાક જ કલાકો માં માથાના દુખાવામાં રાહત થશે.
શંખપુષ્પી ના ફાયદા તે ઉલટી થી રાહત અપાવે છે :-
શંખપુષ્પી ના પંચાંગ બે ચમચી લઈને તેમાં કાળા મરીનો ભુક્કો એક ચપટી, એક ચમચી મધ મિલાવીને વારંવાર લેવાથી ઉલટી થતી બન્ધ થઇ જાય છે.
જો ઉલટી થતા સમયે લોહી પડે છે તો, ફક્ત શંખપુષ્પી નો રસ પીવો લાભકારી છે. એ રસની માત્રા ૫-૧૦ મિલી રાખવી.
ડાયાબીટીશ માં લાભકારી | shankhpushpi na fayda diabetes ma:-
ડાયાબીટીશ ને કન્ટ્રોલમાં રાખવા માટે ૬ગ્રામ શંખપુષ્પી ના ચૂર્ણને સવાર-સાંજ માખણ અથવા પાણી સાથે સેવન કરવાથી ખુબ જ લાભ થાય છે.
૨-૪ગ્રામ શંખપુષ્પી ના ચૂર્ણ અથવા તેનો સ્વરસ પીવાથી પણ ડાયાબીટીશ માં ફાયદો થાય છે.
૨-૪ગ્રામ શંખપુષ્પી ના ચૂર્ણને માખણ માં નાખીને મિલાવીને લેવાથી ડાયાબીટીશ માં ફાયદો થાય છે.
પેશાબ સબંધિત સમસ્યાઓમાં શંખપુષ્પી ના ફાયદા :-
પેશાબ સબંધી સમસ્યાઓમાં શંખપુષ્પી અસરકારક નીવડે છે.પેશાબ કરતી વખતે બળતરા થવી, પેશાબ રોકાઈ રોકાઈ ને આવવો, વગેરે સમ્સ્યમાં શંખપુષ્પી નો આ રીતે પ્રયોગ કરવાથી અવશ્ય લાભ થાય છે. ૧૦-૩૦મિલિ શંખપુષ્પી ના ઉકાળામાં દૂધ નાખીને પીવાથી ફાયદો થાય છે.
યાદશક્તિ વધારવા શંખપુષ્પી નો ઉપયોગ | shankhpushpi no upyog yaad Shakti vadharva :-
શંખપુષ્પી નું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. વધતી ઉમર સાથે યાદશક્તિ ઓછી થતી જાય છે. તેવામાં શંખપુષ્પી નું સેવન કરવાનું અતિ ઉપયોગી સાબિત થાય છે.
શંખપુષ્પી ના ૩-૪ગ્રામ ચૂર્ણને દરરોજ સવારે દૂધ અને સાકર સાથે લેવાથી યાદશક્તિમાં વધારો થાય છે.
૧૦-૨૦ મિલી શંખપુષ્પી નો રસ અથવા તેના ૨-૪ ગ્રામ ચૂર્ણમાં મધ, ઘી અને સાકર મિલાવીને ૬ મહિના સુધી દરરોજ સવારે લગાતાર પીવાથી યાદશક્તિ તો વધે જ છે સાથે સાથે ચહેરા પરની કરચલીઓ પણ દૂર થાય છે.
શંખપુષ્પી ના ૩-૬ગ્રામ ચૂર્ણમાં મધ મિલાવીને ચાટી જવું પહ્હી તેના ઉપર દૂધ પીવું. આમ કરવાથી યાદશક્તિ સારી રહે છે.
અપસ્માર(મીરગી) માં શંખપુષ્પી નો ઉપયોગ | shankhpushpi no upyog mirgi ni samsyama:-
શંખપુષ્પી, બ્રાહ્મી અને વચ આ બધું સરખાભાગે લઈને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણનું દિવસમાં ત્રણ વાર સેવન કરવાથી અપસ્માર કે મીર્ગી ના દોરા પડતા નથી.
૧કિલોગ્રામ શંખપુષ્પીને છાયામાં સુકવીને અને ૨ કિલોગ્રામ સાકર લઈને તેને પીસીને તેનો પાવડર બનાવી લો. આ ચૂર્ણને દરરોજ ૫-૧૦ ગ્રામ જેટલી માત્રામાં લઈને દૂધ સાથે સેવન સેવન કરવાથી ફાયદો થાય છે.
૨-૫ મિલી શંખપુષ્પી ના રસમાં મધ મિલાવીને સવાર-સાંજ લેવાથી અપ્સ્મારની બીમારીમાં ફાયદો થાય છે.
લૂ થી બચવામાં શંખપુષ્પી નો ઉપયોગ | shankhpushpi no upyog lu thi bachva :-
ગરમીની સિઝનમાં લૂ લાગી જવાથી તાવ આવી જાય છે ત્યારે સારી ઊંઘ લાવવા માટે ૫-૧૦ ગ્રામ શંખપુષ્પી ના ચૂર્ણમાં દૂધ અથવા મધ નાખીને પી જવાથી ફાયદો થાય છે.
શંખપુષ્પી ના ફાયદા અને ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરમાં | shankhpushpi na fayda high blood presser ma :-
જો હાઈ બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં નથી આવતું તો શંખપુષ્પી નો આ પ્રયોગ અવશ કરવો. ૧૦-૨૦ મિલી શંખપુષ્પી ના રસ ને દરરોજ સવાર-બપોર-સાંજ નિયમિત પીવાથી હાઈ બ્લડપ્રેશર માં ખુબ જ ફાયદો થાય છે.
કાનના રોગમાં શંખપુષ્પી નો ઉપયોગ | shankhpushpi no upyog kan na rogoma:-
ખસ અને કલ્કીની પેસ્ટ ને સરખી માત્રામાં લઇ તેમાં તેની ત્રણ ગણી માત્રા માં શંખપુષ્પી નો રસ અને ચાર ગણો દૂધ અને ઘી મિલાવીને તેને પકવો. આ પકવેલા મિશ્રણને દરરોજ ૫ગ્રામ ની માત્રામાં સેવન કરવાથી બોલવામાં જે તોતડાપણું હોય છે તે દૂર થાય છે અને કાન ની બહેરાશ પણ દૂર થાય છે.
બાળકોની પથારી માં પેશાબ કરવાની સમસ્યામાં શંખપુષ્પી નો ઉપયોગ :-
જે બાળકો રાત્રે પથારીમાં પેશાબ કરી નાખે છે એવી સમસ્યામાં શંખપુષ્પી ના ૧ગ્રામ્ ચૂર્ણને કાળા તલ માં નાખીને મિલાવીને દૂધ સાથે આપવું, આમ કરવાથી આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.
વાળ માટે શંખપુષ્પી નો ઉપયોગ | shankhpushpi no upyog vaad mate :-
વાળ ને લાંબા, કાળા અને ચમકદાર બનાવે છે તો શંખપુષ્પી ના આખા છોડને તેના મુળિયા સહીત લઈને ધોઈને પીસીનેતે લેપ વાળ માં લગાવવાથી વાળ કળા અને લાંબા બને છે.
શંખપુષ્પી ના રસમાં મધ નાખીને સેવન કરવાથી વાળ ખરતા અટકે છે. શંખપુષ્પી, આંબળા અને ભૃંગરાજ થી બનેલું તેલ માથમાં નાખવાથી વાળ ખુબ જ મજબુત, લાંબા અને કાળા અને સ્વસ્થ બને છે,
શંખપુષ્પી ના મૂળ ને પીસીને તેનો રસ કાઢીને તે રસના ટીપા નાકમાં નાખવાથી સમય થી પહેલા સફેદ થતા વાળ અટકી જાય છે.
હરસ/બવાસીર માં શંખપુષ્પી ના ફાયદા | shankhpushpi na fayda haras ni samsyama :-
બવાસીર અને ગેસ સબંધિત સમસ્યા માં શંખપુષ્પી ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. શંખપુષ્પી નું સેવન કરવાથી આતરડા માં જામી ગયેલો મળ સરળતાથી બહાર નીકળી જાય છે.
શંખપુષ્પી ના ફાયદા તે ગર્ભાશય ને મજબુત બનાવે છે :-
ગર્ભાશય માંથી લોહી નીકળતું રોકવા માટે શંખપુષ્પી એક ઉત્તમ ઔષધી છે. ગર્ભાશય ને લગતા દરેક રોગોમાં શંખપુષ્પી નું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. શંખપુષ્પી માં શતાવરી ચૂર્ણ અને સાકર મેળવી ને સેવન કરવું જોઈએ.
શંખપુષ્પી ના સેવન ની માત્રા :-
શંખપુષ્પી નું નિયમિત ૬ મહિના સુધી સેવન કરી શકાય છે. તેનાથી શરીર ના અનેક પ્રકારના રોગો દૂર થાય છે અને મન શાંત રહે છે.
shankhpushpi – શંખપુષ્પી ના નિયમિત સેવન થી પાચનશક્તિ સારી રહે છે. હાઈ બ્લડપ્રેશરકન્ટ્રોલ માં રહે છે.
શંખપુષ્પી નું ચૂર્ણ ની માત્રા :- ૩ થી ૫ ગ્રામ
શંખપુષ્પીના રસની માત્રા :- ૫ થી ૨૦ મિલી.
લોકો ને મુજ્વતા પ્રશ્નો
અંગ્રેજીમાં શંખપુષ્પી ને white ground glory, Morning glory, Convolvulus pluricaulis કહેવાય છે.
શંખપુષ્પી ની તાસીર ઠંડી હોય છે અને તે સ્વાદમાં થોડી કડવી હોય છે.
ત્રણ પ્રકાર ની શંખપુષ્પી થાય છે. સફેદ ફૂલ વાળી, લાલ ફૂલ વાળી, જાંબલી ફૂલ વાળી.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે