આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ શતાવરી – shatavri વિશે જેમાં અમે લાવ્યા છીએ શતાવરી ના ફાયદા , શતાવરીના ફાયદા, શતાવરી ઔષધી નો ઉપયોગ, શતાવરી ચૂર્ણ ના ફાયદા, શતાવરી નો ઉપયોગ ઘરેલું ઉપચારમા, shatavari na fayda, shatavari na faida in gujarati , shatavari no upyog gujarati ma
શતાવરી | shatavari
આપણા આયુર્વેદમાં અનેક એવી ઔષધિઓ જડીબુટ્ટીઓ છે જેનો આપણે લાંબા સમય થી ઉપયોગ કરતા આવ્યા છીએ. આવી બધી જડીબુટ્ટીઓ શરીરની અનેક બીમારીઓ અને સમસ્યાઓ દૂર કરવા માટે સક્ષમ માનવામાં આવે છે. શતાવરી પણ એક એવી જડીબુટ્ટી છે જે આપણને અનેક રોગો સામે રક્ષણ પૂરું પડે છે. તેના સાચા અને સચોટ જ્ઞાન દ્વારા આપણે અનેક બીમારીઓ થી બચી શકીએ છીએ. શતાવરી એક એવી જડીબુટ્ટી છે જેને આપણે શતાવર નામ થી પણ ઓળખીએ છીએ. સંસ્કૃતમાં તેને શતમુલી નામથી ઓળખવામાં આવે છે, જયારે અંગ્રેજીમાં તેને asparagus તરીકે ઓળખવામાં આવે છે.
શતાવરી ના પ્રકાર
શતાવરી મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે.
લીલી શતાવરી :-
લીલા રંગની શતાવરી મુખ્યત્વે ભારતમાં વધારે જોવા મળે છે. આં તો સફેદ શતાવરી અને લીલી શતાવરી બન્ને એક જ છે. પરંતુ તેના સામાન્ય તફાવત ને કરને તે બન્ને એકબીજાથી અલગ પડે છે. એવું માનવામાં આવે છે કે લીલા રંગ ની શતાવરી નો રંગ લીલો એટલા માટે હોય છે કારણ કે તે સૂર્યપ્રકાશમાં વિકાસ પામે છે.
સફેદ શતાવરી :-
સફેદ શતાવરી નો રંગ સફેદ એટલા માટે હોય છે કારણ કે તેને જમીન ની અંદર ઉગાડવામાં આવે છે. તેને છાયાવાળી જગ્યા પર એવી રીતે ઉગાડવામાં આવે છે કે તેને સુર્યપ્રકાશ મળે નહિ અને તેનો રંગ સફેદ રહે.
રીંગણી રંગ ની શતાવરી :-
ઉપરના બન્ને પ્રકાર થી તદ્દન અલગ હોય છે, કારણકે તેનો રંગ રીંગણી હોય છે અને તેનો રંગ રીંગણી એટલા માટે હોય છે કે તેમાં ભરપુર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વો હોય છે.
શતાવરી ના ફાયદા | shatavari na faida in gujarati | shatavari na fayda
શતાવરીનો ઉપયોગ અનિદ્રામાં :-
૨-૪ ગ્રામ શતાવરીના ચૂર્ણને દૂધમાં નાખીને ઉકાળીને પકાવી લો. પછી તેમાં ઘી નાખીને તેનું સેવન કરવાથી અનિદ્રા ની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે.
શતાવરીના ફાયદા તે શારીરિક કમજોરી દૂર કરે છે :-
શતાવરી ને ઘીમાં પકાવીને માલીશ કરવાથી શરીર ની કમજોરી દૂર થાય છે. શારીરિક કમજોરી ની સમસ્યા વાળી વ્યક્તિઓએ શતાવરી નો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.
શતાવરીનો ઉપયોગ શરદી અને તાવ માં | shatavari no upyog tav ma:-
શરદી અને તાવ માં શતાવરી નો ઉપયોગ કરવો ફાયદેમંદ સાબિત થઇ શકે છે. શતાવરી ના મૂળ નો ઉકાળો બનાવીને પીવાથી શરદી અને તાવ માં રાહત મળે છે. આ ઉકાળાની માત્રા ૧૫-૨૦ મિલી ની રાખવી.
શતાવરીના ફાયદા અને ઉપયોગ સુકી ઉધરસમાં | shatavari na fayda suki udharasma :-
સુકી ઉધરસમાં ૧૦ ગ્રામ શતાવરી, ૧૦ ગ્રામ અરડુસી અને ૧૦ ગ્રામ સાકરને ૧૫૦મિલી પાણીમાં ઉકાળી લો. આ પાણી દિવસમાં ૩ વખત પીવાથી સુકી ઉધરસમાં ખુબ જ રાહત મળે છે.
કફજન્ય ઉધરસમાં શતાવરીના ઉકાળાનું સેવા કરવાથી ફાયદો થાય છે.
શતાવરીનો ઉપયોગ દમ ની બીમારીમાં | shatavari no upyog dam ni bimarima:-
એક ભાગ શતાવરી,એક ભાગ ઘી અને ચાર ભાગ દૂધ લઈને તેને ઘી સાથે પકાવી લો. તેને ૫-૧૦ ગ્રામ ની માત્ર માં સેવન કરવાથી શ્વાસ ના રોગો, લોહીના વિકારો, છાતીમાં બળતરા વાત્ત-પિત્ત ના વિકારો વગેરે સમસ્યામાં રાહત મળી જાય છે.
શતાવરી નો ઉપયોગ બવાસીરમાં :-
હરસ ની બીમારીમાં શતાવરીનો ઉપયોગ કરવો ખુબ જ સારું પરિણામ આપે છે. ૨-૪ ગ્રામ શતાવરીના ચૂર્ણને દૂધ સાથે સેવન કરવાથી હરસ/બવાસીરમાં ખુબ જ લાભ થાય છે.
શતાવરીના ફાયદા અને ઉપયોગ પેચીશ ની બીમારીમાં :-
તાજી શાતાવરીને દૂધ સાથે પીસીને ગાળી લી. તેનું સેવન દિવસમાં ૩-૪ વાર પીવાથી પેચીશના રોગમાં ફાયદો થાય છે.
શતાવરી થી બનેલા ઘી નું સેવન કરવાથી પેચીશમાં આરામ મળે છે.
શતાવરીનો ઉપયોગ અપચાની સમસ્યામાં | shatavari no upyog apache ni samsyama:-
અપચાની સમસ્યામાં શતાવરીના મૂળ નો રસ, મધ અને દૂધ મિલાવી પીવાથી અપચાની સમસ્યાથી છુટકારો મળી જાય છે.
પિત્ત દોષને કારણે પેટમાં થતા દુખાવાથી રાહત મેળવવા શતાવરીના ૧૦મિલિ રસમાં ૧૦-૧૨ ગ્રામ મધ મિલાવીને પીવાથી લાભ મળે છે.
શતાવરીના ફાયદા માથાના દુખાવાની સમસ્યામાં | shatavari na fayda mathana dukhavama :-
શતાવરી નું સેવન કરવાથી માથાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. શતાવરી ના તાજા મુળિયા ને તોડી તેને કુટીને રસ કાઢી લો. તેમાં સરખા ભાગે તલનું તેલ નાખીને ઉકાળી લો. હવે તેલ બાકી રહે ત્યાં સુધી ઉકળ્યા પછી એ તેલની માલીશ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. આધાશીશી નો દુખાવો હોય તો તે પણ મટી જાય છે.
નાકના રોગમાં શતાવરી નો ઉપયોગ | shatavari no upyog nak ni samsyama:-
૫ ગ્રામ શાતાવ્રીના ચૂર્ણને ૧૦૦ મિલી દુધમાં નાખીને પકાવી લો. પછી તેને ગાળીને પીવાથી નાક ના લગભગ રોગોમાં રાહત મળે છે. નાકના રોગોમાં શતાવરી નો ઉપયોગ પ્રાચીન સમય થી થતો આવ્યો છે.
શતાવરીના ફાયદા જુના જખમ – ઘાવ પર | shatavari na fayda juna ghav par:-
શાતાવરીના ૨૦ગ્રામ પાંદડા ને લઈને તેને પીસીને ઘીમાં તળી લો. પછી તેને પીસીને વાગેલા જખમ પર લેપની જેમ લગાવવાથી ઘાવ ઝડપ થી રુઝાઈ જાય છે.
શતાવરી ના ફાયદા આંખના રોગોમાં :-
૫ ગ્રામ શતાવરીના મૂળ ને લઈને તેને ૧૦૦-૨૦૦ મિલી દુધમાં નાખીને ઉકાળી તેનું સેવન કરવાથી આંખના રોગોમાં ફાયદો થાય છે.
પેશાબના રોગો સબંધિત સમસ્યાઓમાં શતાવરી નો ઉપયોગ :-
પેશાબના રોગોમાં શતાવરી અને ગોખરુંનો શરબત પીવાથી લાભ થાય છે. માત્રા ૧૦-૩૦મિલિ ની રાખવી.
વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યા માં ૧૦-૩૦મિલિ શત્વરી ના મૂળ નો ઉકાળો બનાવી લો. તેમાં મધ અથવા સાકર મિલાવીને પીવાથી લાભ થાય છે.
પેશાબની બળતરા માં પણ શતાવરી નો ઉપયોગ કરવો ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. ૨૦ગ્રામ ગોખરું ના પંચાંગની બરાબર માત્રામાં શતાવરી ને લઇ લો. હવે તેને અડધા લીટર પાણીમાં ઉકાળીને ગાળી લો. હવે તેમાં ૧૦ ગ્રામ સાકર અને ૨ ગ્રામ મધ મિલાવી લો. આનું સેવન આખા દિવસ દરમિયાન થોડું થોડું કરતા રહેવાથી ખુબ જ ફાયદો થાય છે.
તાવમાં શતાવરી નો ઉપયોગ | shatavari no upyog tav ma :-
ગળો વેલ અને શતાવરીને બરાબર માત્રામાં લઈને તેનો રસ કાઢી લો. હવે આમાંથી ૧૦ મિલી જેટલો રસ લઇ તેમાં ગોળ નાખીને પીવું. તેનાથી તાવ માં ઝડપ થી રાહત મળી જાય છે.
શતાવરી અને ગળા વેલના ૨૦-૪૦મિલિ ઉકાળામાં ૨ ચમચી મધ મિલાવીને લેવાથી પણ ફાયદો થાય છે.
ગર્ભવતી સ્ત્રીઓ માટે શતાવરીનો ઉપયોગ :-
શતાવરી નો ઉપયોગ ગર્ભવતી સ્ત્રીઓ માટે ખુબ જ સારો માનવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રીઓએ સુંઠ, અશ્વગંધા, શતાવરી, મુલેઠી અને ભૃંગરાજ આ બધું સરખા ભાગે લઈને ચૂર્ણ બનાવીને તે ચૂર્ણની ૧-૨ગ્રામ માત્રા બકરીના દૂધ સાથે સેવન કરવું. તનાથી ગર્ભ માં રહેલા બાળક નો વિકાસ સારો થાય છે.(નોધ : ગર્ભવતી સ્ત્રીઓ એ તેમના ડોક્ટર ની સલાહ લીધા પછીજ કોઈપણ વસ્તુ નું સેવન કરવું જોઈએ, અમારો હેતુ ફક્ત માહિતી પહોચાડવાનો છે )
કેવી રીતે ઓળખવી શતાવરી ને ?
શતાવરી ને ખરીદતા પહેલા એ ખાસ જોઈ લેવું કે તેના મૂળ કુદરતી રીતે જ લીલા રંગ ના હોય.
શતાવરીને તાજી રાખવા માટે ઘણી વખત કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે. માટે તેને ખરીદતા પહેલા તેને સુંઘી ને લેવું ઉચિત રહેશે.
શતાવરી ને ફ્રેશ રાખવાની ટીપ્સ :-
શતાવરી ને તડકા થી દૂર જ રાખવી. ડાયરેક્ટ તડકા ના સંપર્કમાં આવે નહિ તેનું ધ્યાન રાખવું.
તેને થોડીક ભેજવાળી જગ્યા પર જ રાખવી.
તે મુરજાઇ ના જાય માટે તેને ભીના કપડામાં પણ રાખી શકાય છે.
શતાવરી ને સાફ કરતી વખતે ધ્યાન માં રાખવાની બાબતો :-
shatavari – શતાવરી ને સ્ટોર કરતા પહેલા તેને સાફ કરવી પણ ખુબ જ જરૂરી છે. એક મોટા વાસણ માં શતાવરી ને લઇ લો. તેના મૂળ વાળા ભાગને કાપીને અલગ કરી લો. હવે તેના ઉપરના ભાગને કાઢી નાખો. પછીતેને સારી રીતે ધોઈ લો જેથી કરીને તેમાં રહેલી માટી નીકળી જાય . ધ્યાન રાખવું કે શતાવરીને ક્યારેય પણ કાપીને ધોવી નહિ નહિતર તેના પોષકતત્વો પાણી સાથે ધોવાઇ જાશે.
શતાવરી નો ઉપયોગ કરવાની રીત :-
શતાવરીને ઉપયોગમાં લેવાની રીત એકદમ સરળ છે. તમે તેને સલાડ સાથે લઇ શકો છો.
શતાવરીનો ઉપયોગ તાજો જ્યુસ બનાવીને પીવામાં થઇ શકે છે. જેથી કરીને તેમાં રહેલા પોષકતત્વો તરત જ શરીર ને મળી જાય.
શતાવરીને ઉકાળીને પણ ઉપયોગમાં લઇ શકો છો.
શતાવરીના ચૂર્ણને સૂપ તરીકે પણ ઉપયોગ માં લઇ શકાય છે.
લીલી શાકભાજી ની જેમ સલાડ તરીકે તેનું સેવન કરી શકાય છે.
શતાવરી ના નુકસાન
શતાવરીમાં પોટેશિયમ મળી રહે છે, માટે જો શતાવરીનું વધારે પ્રમાણમાં સેવન થઇ ગયું તો તે હાઈપરક્લેમિઆ નું કારણ બની શકે છે.
જો વધારે પડતું સેવન થઇ જાય તો ઉલટી, થાક, અને દિમાગને પણ વિપરીત અસર પડી શકે છે.
જે વધારે પ્રમાણ માં શતાવરી નું સેવન કરવામાં આવે તો તે મોટાપા નું કારણ બની શકે છે, કારણ કે શતાવરીમાં કાર્બોહાઈડ્રેટ ની માત્રા સારા એવા પ્રમાણમાં હોય છે.
હૃદય રોગ અને ગુર્દા ની બીમારી ના વ્યક્તિઓએ તેના સેવન થી બચવું જોઈએ.
શતાવરી ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
શતાવરીમાં દહીંની જેમજ પ્રોબાયોટીક ગુણ હોય છે જે પાચન શક્તિને તેજ બનાવે છે. શતાવરીમાં રહેલા ઘટકો ખોરાકના પોષક તત્વોને અવશોષિત કરવામાં મદદ કરે છે.
શતાવરી ના ચૂર્ણને ગુલાબજળ માં નાખીને ચહેરા પર લગાવવાથી તે ક્લીન્ઝર્ર નું કામ કરે છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
આધાશીશી વિશે માહિતી | માઈગ્રેન વિશે માહિતી | આધાશીશી નો ઉપચાર | માઈગ્રેન નો ઉપચાર | migraine no upay
પથરી દૂર કરવાના ઉપાયો | પથરી થવાના કારણો | pathari ni dava gujarati ma | pathari dur karvana upayo
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે