અરીઠા ના ફાયદા | અરીઠા નો ઉપયોગ | aritha na fayda | aritha no upyog

અરીઠા ના ફાયદા - અરીઠા નો ઉપયોગ - aritha na fayda - aritha no upyog
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અરીઠા – aritha વિશે લાવ્યા છીએ જેમાં અરીઠા ના ફાયદા અને અરીઠા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા કરવાની રીત જણાવીશું તો ચાલો જાણીએ aritha na fayda,aritha no upyog gharelu upcharma.

અરીઠા | Aritha

aritha – અરીઠા નું ઝાડ બધે જોવા મળે છે. તે જંગલોમાં મળી આવતું વિશાળ વૃક્ષ છે. તે ઘણું જ વિષનાશક છે. પ્રાચીન કાળથી અરીથાનો મુખ્ય ઉપયોગ સાબુની જગ્યાએ કરવામાં આવે છે. તેના પાણીથી ગરમ તથા રેશમી કપડા સાફ થાય છે. પ્રાચીન કાળમાં સોના ચાંદીના ઘરેણા સાફ કરવા માટે પણ તેના પાણીનો ઉપયોગ કરવામાં આવતો. તેના પાકેલા ફળોમાં વસ્તુઓ સ્વચ્છ કરવાની ક્ષમતા નો ગુણધર્મ હોવાથી તેને શિકાકાઈ સાથે પલાળીને વાળ ધોવામાં વાપરવામાં આવે છે. આયુર્વેદમાં અરીઠા ને ખુબ જ ઉપયોગી જડીબુટ્ટી મનાય છે.

અરીઠા ની મુખ્ય બે જાત આવે છે.

Advertisement
  1. રીઠા
  2. અરીઠા

1) રીઠા :-

આના ફળ વક્રાકાર જેવા હોય છે. તેને તોડવાથી તેના જોઈન્ટ ભાગ પર હૃદય જેવા આકારનું નિશાન મળી આવે છે. પાકી ગયા પછી તે લા અને ભૂરા રંગ નું થઇ જાયછે. તેના ફળો ગુચ્છા માં જોવા મળે છે. આ વૃક્ષો વધારે પડતા દક્ષિણ ભારતમાં જોવા મળે છે.

2) અરીઠા :-

અરીઠા ના વૃક્ષો લગભગ ૧૫ મીટર ઉચા થાય છે. તેના ફૂલ સફેદ અને રીગણી કલર ના થાય છે. તેના ફળો એકદમ ચમકીલા હોય છે. જે સુકાયા પછી આછા કાળા રંગના થઇ જાય છે.

વાળની સમસ્યામાં અરીઠા ના ફાયદા | aritha na fayda vad ni samsyama :-

પ્રાચીન કાળથી અરીઠા નો ઉપયોગ સ્ત્રીઓ વાળ ઢોં અને વાળની કાળજી રાખવા માટે કરવામાં આવે છે. અરીઠા માં શિકાકાઈ, ભૃંગરાજ, આમળાં, તથા કપૂરછલી નો પાવડર બનાવીને તેના વડે માથું ધોવાથી વાળ મજબૂત બને છે. ચમકીલા બને છે.

માથાના દુખાવામાં અરીઠા નો ઉપયોગ | aritha no upyog mathana dukhavama :-

માથના દુખાવામાં કે માઈગ્રેન માં અરીઠા ને પલાળીને તેના રસમાં થોડીક કાળા મરી નો પાવડર નાખીને નાકમાં ૨-૩ ટીપાં નાખવાથી આધાશીશી નો દુખાવો દૂર થાય છે.

ફક્ત પલાળેલા અરીઠા ના પાણીને નાકમાં નાખવાથી પણ ફાયદો થાય છે.

દાંત ની સમસ્યામાં અરીઠા નો ઉપયોગ | aritha no upyog dant ni samsyama  :-

અરીઠાના બીજડા ને તવી પર શેકીને તેને પીસી લો. હવે તેમાં બીજડાં ચૂર્ણ ના ભાગ જેટલી જ ફટકડી મિલાવી લો. આ ચૂર્ણને દાત પર ઘસવાથી દાત ના બધા જ પ્રકારના રોગો દૂર થઇ જાય છે.

અરીઠા નો ઉપયોગ ઉધરસ ની સમસ્યામાં | aritha no upyog udhars ni samsya ma  :-

ઉધરસ થઇ ગઈ હોય અને કફ મટતો ના હોય ત્યારે ૧ગ્રામ અરીઠા નું ચૂર્ણ અને ત્રીકટુ ચૂર્ણ ૨-૩ ગ્રામ લઈને તેને ૫૦ મિલી પાણીમાં રાત્રે પલાળી લો. સવારે તે પાણી ગાળીને બોટલમાં ભરી લો. હવે આ પાણી ના ૪-૫ ટીપાં દરરોજ જ્યાં સુધી ઉધરસના મટે ત્યાં સુધી નાકમાં નાખવાથી જામેલો કફ નીકળી જાય છે અને માથાનો દુખાવો હોય તો તે પણ મટી જાય છે.

અરીઠા ના ફાયદા શ્વાસની બીમાંરીમાં | aritha na fayda swas ni bimarima :-

aritha – અરીઠા ના ફળ ને પીસીને સુંઘવાથી ફાયદો થાય છે.

અરીઠા ને પાણીમાં પલાળીને પીસી લો.તેમાં એક બે કાળા મરી પણ નાખી લેવા. આ પાણીના ટીપાં નાકમાં નાખવાથી દમ માં રાહત મળે છે.

ઝાડા માં અરીઠા નો ઉપયોગ :-

અરીઠા ના ૪.૫ ગ્રામ ગિરીને ૧૦૦ મિલી પાણીમાં ખુબ જ પીસવું. તેમાંથી ફીણ નીકળવા લાગે એટલે તે પાણી ઝાડા થઇ ગયા હોય તે વ્યક્તિને પીવડાવવું. અવશ્ય લાભ થશે.

અરીઠા ના ફાયદા પેશાબ સબંધિત રોગોમાં | aritha na fayda pesab ne sambandhit samsyama  :-

પેશાબ કરતી વખતે જો દુખાવો થાય છે તો ૨૫ ગ્રામ અરીઠાને પાણીમાં આખી રાત પલાળી લો. સવારે પાણી ગાળી લો. આ પાણી નું સેવન કરવાથી પેશાબ સબંધિત રોગોમાં ફાયદો થાય છે.

હરસ/મસા માં અરીઠા નો ઉપયોગ :-

લોહી નીકળતા બવાસીરમાં અરીઠા ખુબ જ ઉપયોગી થાય છે. અરીઠાના બીજ કાઢીને તેને તવી પર શેકી લો. તેમાં તેના સરખા ભાગે જ કાથો મિલાવીને પીસી લો. આ ચૂર્ણ નું સેવન માખણ સાથે અથવા મલાઈ સાથે દરરોજ સવાર-સાંજ કરવાથી હરસ માં ખુબ જ ફાયદો થાય છે. આ પ્રયોગ લગાતાર ૭ દિવસ સુધી કરવો.

અરીઠાની છાલને ગાયના તાજા દૂધમાં એકદમ ઘુંટીને પીસીને તેની નાની નાની ગોળીઓ બનાવી લો. તેમાંથી એક એક ગોળી સવારે અને સાંજે દહીં અથવા છાસ સાથે લેવાથી લાભ થાય છે.

ચહેરા પરના ખીલમાં અરીઠા નો ઉપયોગ :-

ચહેરા પર દાગ ધાબા થઇ ગયા છે તો અરીઠાની છાલને પાણીમાં પીસીને તેને ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે.

કમળના રોગમાં અરીઠા નો ઉપયોગ :-

એક ભાગ અરીઠાની છાલ અને બે ભાગ હરડે ના છાલ બન્ને ને એકદમ બારીક પીસી લો. હવે તે મિશ્રણ ને મધ સાથે દરરોજ નિયમિત ચાટવાથી ફાયદો થાય છે.

અરીઠા ના નુકસાન :-

ગર્ભવતી મહિલાઓએ અરીઠા નું સેવન કરવું જોઈએ નહિ.

aritha – અરીઠા ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

અરીઠા in English ?

અરીઠાને અંગ્રેજીમાં Soapberries, soapnut કહેવાય છે.

અરીઠા નો ઉપયોગ કેવી રીતે કરવો?

અરીઠાનો ઉપયોગ કરવાની શ્રેષ્ઠ રીત તેને પલાળીને જ કરવાની છે. વિવિધ સમસ્યાઓમાં અલ્લગ અલગ રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

અરીઠા ના કેટલા પ્રકાર છે?

અરીઠા બે પ્રકારના આવે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ખીલ થવાના કારણો | ખીલ દૂર કરવાના ઉપાયો | khil thavana karan | khil dur karvana upay

આસોપાલવ ની માહિતી | આસોપાલવ ના ફાયદા | આસોપાલવ ના પાન નો ઉપયોગ | asopalav na fayda | ashok tree benefits in gujarati

દેશી બાવળ ના ફાયદા | બાવળ ના ઉપયોગો | બાવળની શીંગ નો ઉપયોગ | bavad na fayda | babool tree benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement