બ્રાહ્મી ના ફાયદા અને બ્રાહ્મી નો ઉપયોગ ઉપચારમા | Brahmi na fayda upyog

બ્રાહ્મી ના ફાયદા - બ્રાહ્મી નો ઉપયોગ ઉપચારમા - બ્રાહ્મી વનસ્પતિ- brahmi na fayda upyog gujarati ma - brahmi no upyog gujarati ma
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ  બ્રાહ્મી વનસ્પતિ વિશે જેમાં બ્રાહ્મી નું ચૂર્ણ વિશે માહિતી, બ્રાહ્મી ના ફાયદા અને બ્રાહ્મી નો ઉપયોગ ઘરેલું ઉપચારમા કરવાની રીત, brahmi na fayda  અને brahmi no upyog gujarati ma

બ્રાહ્મી | બ્રાહ્મી વનસ્પતિ | Brahmi

બ્રાહમી એક એવી જડીબુટ્ટી છે જેનો ખાસ કરીને વાળ સબંધિત સમસ્યાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. પણ આપને તેના બીજા અનેક ઔષધીય ગુણો થી અજાણ હોઈએ છીએ. વાળ ની સાથે સાથે બ્રાહમી નો ઉપયોગ અનેક બીમારીઓ- સમસ્યાઓમાં કરી શકાય છે. બ્રાહમી કે જેને ગોટુ કોલા પણ કહેવામાં આવે છે. ભારતના દલદાલીયા વિસ્તારોમાં થતી આ જડીબુટ્ટી સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. તે માનસિક સ્વસ્થ માટે ખુબ જ સારી માનવામાં આવે છે. તે મગજ, પેટ, હૃદય, ફેફસાં અને ત્વચાની સુરક્ષા માટે જાણીતું છે.

બ્રાહમી નાના છોડ વાળી વનસ્પતિ છે. તેના નાના છોડ ભેજવાળા વિસ્તારમાં ઝાડ નીચે ફેલાયેલા હોય છે. તેની ડાળી-પણ મુલાયમ પાન જાડા રસદાર હોય છે. ડાળીની ગાઠ પરથી મૂળ નીકળે છે. તેના ફૂલ હલકા ભૂરા રંગના હોય છે.

Advertisement

બ્રાહ્મીનો છોડ ચામડીના કુષ્ટ રોગ માટે, પાન યાદ શક્તિ વધારવા માટે, પ્રમેહ જેવા દર્દોમાં વપરાય છે. તેના પાનનો રસ બાળકોની ઉધરસ અથવા શ્વાસનળી ના સોજામાં ઉપયોગી છે. તેના સેવનથી ઉલટી થાય છે અને શાંતિ મળે છે. તે કબજીયાતને દુર કરે છે અને પેશાબ લાવવામાં મદદ કરે છે.

બ્રાહ્મી ના ફાયદા વાળની સમસ્યામાં | brahmi na fayda vaad ni samsyama :-

બ્રાહમી નો ઉપયોગ વાળ માટે ખુબ જ જાણીતો છે. વાળ ને લગતી દરે પ્રકારની સમસ્યાઓમાં બ્રાહ્મીનો ઉપયોગ પ્રહીનકાળથી કરવામાં આવે છે. દરરોજ ૧ ચમચી બ્રાહ્મીનું ચૂર્ણનું સેવન નિયમિત સવાર-સાંજ કરવાથી વાળ ની તમામ સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય છે.

બ્રાહ્મી નો ઉપયોગ આંખો માટે | brahmi no upyog aankho mate :-

આંખો માટે પણ બ્રાહમી ઉપયોગી માનવામાં આવે છે. આંખોનું તેજ વધારવા અંતે બ્રાહમી ના પાંદડાનો રસ કાઢીને તેના ૨-૩ ટીપાં આંખમાં નાખવાથી આંખોનું તેજ વધે છે.

બ્રાહ્મી ના ફાયદા ગળાના દર્દમાં :-

અવાજ બેસી ગયો હોય, ગળું દુખતું હોય શરીર કમજોર થઇ ગયું હોય ત્યારે ૧૦૦ગ્રામ બ્રાહમી, ૧૦૦ ગ્રામ કાળી દ્રાશ અને ૫૦ ગ્રામ શંખપુષ્પી લઈને જેટલી માત્રા આ બધી ઔષધી લીધી છે તેનું હર ગણું પાણી લઈને તેનો અર્ક કાઢી લો. તેને ઉકાળા સ્વરૂપે પીવાથી ગળાના દુખાવા જેવી સમસ્યામાંથી છુટકારો મળી જાય છે અને શરીર પણ સ્વસ્થ બને છે અને અવાજ ખુલી જાય છે.

બ્રાહ્મી નો ઉપયોગ પેશાબ સબંધિત સમસ્યાઓમાં :-

પેશાબ ના તમામ રોગોમાં જેમકે પેશાબ ઓછો આવવો, પેશાબ માં બળતરા થવી, પેશાબ રોકાઈ રોકાઈ ને આવ્વો વગેરે જેવી સમસ્યાઓમાં બ્રાહમી નો ઉપયોગ કરવામાં આવે છે. બ્રાહ્મીના ૨ ચમચી રસમાં એક ચમચી સાકર મિલાવીને પીઅવાથી લાભ થાય છે.

બ્રાહ્મી નો ઉપયોગ આમવાત માં :-

સાંધાના દુખાવામાં બ્રાહ્મીના પાંદડાને પીસીને તેનો લેપ કરવાથી ફાયદો થાય છે.

હાડકા મજબુત બનાવે છે બ્રાહમી :-

બ્રાહમી ના પાંદડા ના સ્વરસ માંથી સિધ્ધ કરેલ તેલની માલીશ કરવાથી હાડકા મજબુત બને છે. સાંધાના દુખાવાના દર્દીઓ આ તેલની માલીશ કરી શકે છે.

બ્રાહ્મી ના ફાયદા યાદશક્તિ વધારવા | brahmi na fayda yad shakti vadharva :-

યાદશક્તિ વધારવા અંતે બ્રાહમી નો ઉપયોગ કરવામાં આવે છે. ૧ ભાગ સુકી બ્રાહમી, ૧ ભાગ બાદમ ગીરી અને ૧/૪ ભાગ કાળા મરી લઈને તેમાં થોડું થોડું પાણી નાખી પીસીને તેની નાની નાની ગોળીઓ બનાવી લો. સવાર-સાંજ  ૧-૧ ગોળી દૂધ સાથે લેવાથી યાદશક્તિ સારી થાય છે.

બ્રાહમી નો તાજો રસ લઈને તેમાં રસ ના ભાગ જેટલું ઘી મિલાવીને ઘી ને સિધ્ધ કરી લો. હવે આ ઘી ને ૫ ગ્રામ ની માત્રામાં દરરોજ નિયમિત સેવન કરવું.

અનિદ્રા ની સમસ્યામાં બ્રાહ્મી નો ઉપયોગ | brahmi no upyog anindra ni samsya ma:-

અનિદ્રા ની સમસ્યામાં બ્રાહમી નો ઉપયોગ ફાયદેમંદ સાબિત થઇ શકે છે. ગાયના અડધા લીટર કાચા દૂધમાં ૩ ગ્રામ બ્રાહમી નું ચૂર્ણ મિક્સ કરીને પીવાથી જુના અનિદ્રા ની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ પ્રયોગ ને લગાતાર એક અઠવાડિયા સુધી અવશ્ય કરવો.

૧૦૦-૧૫૦ મિલી લીટર નવશેકા દૂધમાં તાજા બ્રાહમી ના ૫-૧૦ મિલી રસ નાખીને પીવાથી પણ અનિદ્રા ની સમસ્યામાં ફાયદો થાય છે. જો તાજો રસ નથી મળતો તો બ્રાહમી નું ૫ ગ્રામ ચૂર્ણ લેવું.

બ્રાહ્મી ના ફાયદા દાઝ્યા પર બ્રાહમી એક ઔષધી તરીકે :-

૫ ગ્રામ બ્રાહમી ને આખા ધાણા સાથે રાત્રે પલાળીને સવારે પીસીને ગાળી લો. તેમાં સાકર મિલાવીને પીવાથી અવશ્ય લાભ થાય છે.

બ્રાહ્મી નો ઉપયોગ બ્લડ પ્રેશરમાં | brahmi no upyog blood preser ma:-

એક ચમચી બ્રાહ્મીના તાજા પાંદડાના રસમાં અડધી ચમચી મધ મિલાવીને પીવાથી હાઈ બ્લડ પ્રેશર માં લાભ થાય છે. અને તે નોર્મલ થઇ જાય છે.

તાવમાં બ્રાહ્મી નો ઉપયોગ | brahmi no upyog tav ma:-

બ્રાહમી ના તાજા પાંદડાના ૫-૧૦ મિલી રસમાં ૧-૨ ગ્રામ મુલેઠી ના ચૂર્ણ ને મિક્સ કરીને પીવાથી તાવમાં તરત જ રાહત મળે છે.

બ્રાહ્મી ના ફાયદા | brahmi na fayda :-

બ્રાહ્મીના પંચાંગનું ચૂર્ણ બનાવીને તેને દુધમાં નાખીને નિયમિત સેવન કરવાથી યાદશક્તિ સારી થાય છે.

ત્વચાના વિકારોમાં બ્રાહ્મીના સ્વરસ નો લેપ કરવાથી ફાયદ થાય છે.

માનસિક રોગોમાં બ્રાહમી ના રસ માં મધ મિલાવીને ચાટવાથી લાભ થાય છે.

૩ ગ્રામ બ્રાહમી, ૩ ગ્રામ શંખપુષ્પી, ૬ ગ્રામ બદામ ગિરી તથા ૩ ગ્રામ નાની એલચી ના દાણા લઈને તેને ૫૦ મિલી પાણીમાં નાખીને ઘુંટીને તેમાં સાકર નાખીને મિલાવીને ગાળી લો. આનું સેવન કરવાથી યાદશક્તિની સાથે સાથે ઉધરસ, પિત્ત ની સમસ્યા વગેરેમાં ફાયદો થાય છે.

૨ નંગ કાળા મરી,૩ ગ્રામ બ્રાહ્મી, ૩ ગ્રામ બદામ ગીરી અને ૨૫ ગ્રામ સાકરને પીસીને પાણીમાં નાખીને ખુબ જ હલાવી લો. હવે આ પાણીને ગાળીને સવાર-સાંજ પીવાથી પિત્તને કારણે આવેલો તાવ મટી જાય છે.

૩ ગ્રામ બ્રાહમી, થોડાક નંગ કાળા મરી લઈને તેને પીસીને પાણીમાં નાખીને દિવસમાં ત્રણ થી ચાર વાર પીવાથી માથાનો દુખાવો ઓછો થઇ જાય છે.

બ્રાહમી ના ઉપયોગ દ્વારા સ્ટ્રેચ માર્ક્સ પણ ઓછા કરી શકાય છે. કહેવાય છે કે બ્રાહ્મીના અર્કને ત્વચા પર લગાવવાથી ત્વચા પર સ્ટ્રેચ માર્ક્સને થતા રોકી શકાય છે અને તેના નિશાન પણ ઓછા કરી શકાય છે.

બ્રાહ્મી ના નુકસાન :-

કોઈપણ ઔષધી નો દવાઈ તરીકે ઉપયોગ સીમિત માત્રામાં કરવો જોઈએ. બ્રાહમી નો ઉપયોગ પણ એવી જ રીતે કરવો. વધારે પડતો ઉપયોગ અથવા વધારે પડતું સેવન નીચે દર્શાવેલા નુકસાનો ઉભા કરી શકે છે.

ત્વચા પર એલર્જી થઇ શકે છે.

ત્વચા પર બળતરા થઇ શકે છે.

માથાના દુખાવાની સમસ્યા

પેટ બગડવાની શિકાયત

ચક્કર આવવા. વધારે ઊંઘ આવવી

ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ બ્રાહમી નું સેવન કરવું જોઈએ નહિ.

જો તમે કોઈપણ પ્રકારની સર્જરી કરાવી રહ્યા હોવ તો બ્રાહ્મીનું સેવન કે ઉપયોગ કરવો જોઈએ નહી.

બ્રાહ્મી ને સંબંધિત વાચકોને મુંઝવતા પ્રશ્નો

બ્રાહમી ને અંગ્રેજી માં શું કહેવાય ?

બ્રાહ્મીને અંગ્રેજીમાં Indian pennywrot  કહેવાય છે.

શું બ્રાહ્મીમાં ઉત્તેજક પ્રભાવ હોય છે ?

નાં, બ્રાહમી માં કોઈપણ પ્રકારના ઉત્તેજક પ્રભાવ પાડે એવા એકેય દ્રવ્યો હોતા નથી.

શું બ્રાહમી અવસાદની સમસ્યા માં ઉપયોગી છે ?

હા, બ્રાહમી નો ઉપયોગ અવસાદની સમસ્યામાં કરી શકાય છે. બ્રાહ્મીમાં એન્ટી ડિપ્રેશન તત્વો હોય છે જે ડિપ્રેશન ને ઓછું કરવામાં મદદરૂપ થઇ શકે છે.

શું બ્રાહમી ત્વચા માટે ઉપયોગી છે ?

હા, બ્રાહ્મીનો ઉપયોગ ત્વચાની સમસ્યામાં કરી શકાય છે. બ્રાહમી માં મોશ્ચ્યુંરાઈઝીંગ અને એન્ટી એમ્ફ્લા મેન્ટ્રી ગુણ હોય છે જે ત્વચા માટે સારું માનવામાં આવે છે.

શું બ્રાહમી નું સેવન દરરોજ કરી શકાય ?

ઔષધી સ્વરૂપે જોવા જઈએ તો બ્રાહમી નો ઉપયોગ/સેવન સીમિત માત્રા માં દરરોજ કરી શકાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય | dark circles dur karna upay gujarati

લીમડા ના ફૂલ નો ઉપયોગ | લીમડા ની છાલ નો ઉપયોગ | limda ni chal no upyog | limda na ful no upyog gujarati ma

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement