આજ ના આર્ટીકલ ની અંદર માહિતી લાવ્યા છીએ સીતોપલાદી ચૂર્ણ વિશે જેમાં સિતોપલાદી ચૂર્ણ બનાવવાની રીત, સીતોપલાદી ચૂર્ણ ના ફાયદા , સીતોપલાદી ચૂર્ણ નો ઉપયોગ ઉપચારમા કરવાની રીત, સિતોપલાદી ચૂર્ણ ના નુકસાન, Sitopaladi Churna na fayda ane Sitopaladi Churna no upyog gujarati ma લાવ્યા છીએ
સીતોપલાદી ચૂર્ણ | Sitopaladi Churna
સિતોપલાદી ચૂર્ણ એક આયુર્વેદિક દવા છે. જે શ્વાસ ના રોગ, શરદી, ઉધરસ અને નીમોનીયા જેવી બીમારીના ઇલાઝ માટે ખુબ જ અસરકારક દવા છે. સાથે સાથે તે ભૂખ વધારનાર અને મૌસમી એલર્જી ની સામે લાદવામાં મદદ રૂપ થાય છે. આ ચૂર્ણ પીપળીમૂળ, એલચી અને તજ વગરે પ્રાકૃતિક તત્વો ના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે. સિતોપલાદી ચૂર્ણમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈમ્ફ્લામેન્તરી ગુણો હોવાને કકારણે તે માઈગ્રેન, એનીમિયા અને ડાયાબીટીશ ના ઈલાઝ્માં ખાસ વાપરવામાં આવે છે. સિતોપલાદી ચૂર્ણને કુદરતી એન્ટી-કફ ફોર્મ્યુલા માનવામાં આવે છે જે દરેક ઉમર ની વ્યક્તિઓ લઇ શકે છે. દરેક આયુર્વેદિક સ્ટોર પર તે આસાની થી મળી જાય છે અથવા તો તમે તેને ઘરે પણ બનાવી શકો છો.
તો ચાલો જાણીએ આવી એક અદભૂત આયુર્વેદિક દવા ના લાભાલાભ :-
સિતોપલાદી ચૂર્ણ એક એવી દવા છે જેનો મુખ્ય ઉપયોગ શરદી અને ઉધરસ માં કરવામાં આવે છે. સાથે સાથે બીજી એવી અમુક બીમારીઓ છે જેમાં આ ચૂર્ણ નો ઉપયોગ કરી શકાય છે.
સીતોપલાદી ચૂર્ણ નો ઉપયોગ એલર્જી ની સમસ્યામાં | Sitopaladi Churna no upyog elarji ma :-
સિતોપલાદી સિતોપલાદી ચૂર્ણનો ઉપયોગ એલર્જી ઠ પરેશાન વ્યક્તિઓ કરી શકે છે. એલર્જી ની સમસ્યામાં આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય છે. નાકમાંથી પાણી વહેવું, આંખો માંથી પાણી નીકળવું વગેરે જેવી સમસ્યાઓ થઇ જાય છે. સિતોપલાદી ચૂર્ણ માં એન્ટીહિસ્ત્તામાઈન (Antihistamine) નામનું તત્વ હોય છે જે એલર્જી સામે લડવામાં મદદરૂપ બને છે.
સીતોપલાદી ચૂર્ણ ના ફાયદા તે ડાયાબીટીશ સામે રક્ષણ પૂરું પડે છે | Sitopaladi Churna na fayda te dayabitis thi raxan kre che :-
સિતોપલાદી ચૂર્ણ નો ઉપયોગ બ્લડ શુગરને કન્ટ્રોલ માં રાખવા માટે પણ કરવામાં આવે છે. તે શરીરમાં સ્ટાર્ચ ના પ્રમાણ ને જાળવી રાખે છે.
સીતોપલાદી ચૂર્ણ નો ઉપયોગ શ્વાસ સબંધિત બીમારીમાં | Sitopaladi Churna no upyog swas sambanadhit samasya ma:-
સિતોપલાદી ચૂર્ણનો ઉપયોગ શ્વાસ સબંધિત સમસ્યાઓમાં કરવામાટે જાણીતો છે. સિતોપલાદી ચૂર્ણ ના સેવનથી જામી ગયેલો કફ ઢીલો પડી જાય છે અને બહાર કાઢી નાખે છે. સિતોપલાદી ચૂર્ણ ને ઉધરસમાં મધ સાથે લેવાથી લાભ થાય છે.
સીતોપલાદી ચૂર્ણ નો ઉપયોગ સાઈનસ માં| Sitopaladi Churna no upyog sainas ma :-
સીતીપલાદિ ચૂર્ણ નું સેવન કરવાથી કફ ઝડપ થી ઓછો થઇ જાય છે અને શરદી તથા ઉધરસ માં ખુબ જ અસરકારક સાબિત થાય છે.
સીતોપલાદી ચૂર્ણ નો ઉપયોગ એનીમીયામાં ઉપયોગી | Sitopaladi Churna no upyog enimiya ma :-
આ સમસ્યા મહિલાઓમાં વધારે જોવા મળતી હોય છે, જે કમજોરી ને આધારિત હોય છે. સિતોપલાદી ચૂર્ણ તજ, એલચી અને પાઈપર લોન્ગ્મ જેવી જડીબુટ્ટી નું મિશ્રણ કરવાથી બને છે જે એનીમિયા ના ઇલાજમાં ખુબ જ લાભદાયી છે.
સીતોપલાદી ચૂર્ણ ના ફાયદા તે પાચનશક્તિ સુધારે છે | Sitopaladi Churna na fayda te pachanshakti sudhare che :-
સિતોપલાદી ચૂર્ણ માં રહેલા ખનીજ તત્વો આપણી પાચન શક્તિ ને વધારવા સારી રાખવામાં મદદ કરે છે. તે પાચનશક્તિને મજબુત બનાવીને અને મેટાબોલીઝ્મ ને વધારે છે અને પાચન સબંધિત દરેક સમસ્યાઓનું નિવારણ કરી નાખે છે.
દરેક પ્રકારની ઉધરસમાં ઉપયોગી | Sitopaladi Churna no upyog udhars ni samasya ma :-
સુકી ઉધરસ હોય કે ગીલી ઉધરસ દરેક પ્રકારની ઉધરસમાં સિતોપલાદી ચૂર્ણનું સેવન ખુબ જ અસરકારક સાબિત થાય છે. ગીલી ઉધરસમાં એટલે કે કફ વાળી ઉધરસમાં ફેફસામાં બલગમ જામી જાય છે. કફ જામી જાય છે. તેવામાં સિતોપલાદી ચૂર્ણમાં રહેલા એન્ટી બેકટેરીયલ અને એન્ટી વાયરલ ગુણ કફ ને ઓગળીને બહાર કાઢવામાં મદદ કરે છે. અમુક દિવસો સુધી લગાતાર આ ચૂર્ણ ને સવાર સાંજ લેવાથી ઝડપથી ફાયદો થાય છે.
સિતોપલાદી ચૂર્ણ બનાવવાની રીત :-
સિતોપલાદી ચૂર્ણ બનાવવા જરૂરી સામગ્રી
- ૧૪૦ ગ્રામ સાકર
- ૮૦ ગ્રામ વંશ લોચન
- ૪૦ ગ્રામ પીપળીમૂળ
- ૨૦ ગ્રામ નાની એલચી
- ૧૦ગ્રામ તજ
સિતોપલાદી ચૂર્ણ બનાવવાની રીત :-
સૌપ્રથમ નાની એલચી ના દાણા કાઢીને રાખી દેવા અને તજ ના નાના નાના ટુકડા કરી લો. ત્યારબાદ બાકી ની બધી સામગ્રીઓ ને એક મિક્ષ્ચર જારમાં લઈને પીસી લો. સાકર ને અલગ થી પીસાવી. હવે તેમાં એલચીના દાણા અને તજ નાખીને પણ પીસી લો. બધી સામગ્રી બરાબર પીસાઈ જાય એટલે એક વાસણ માં કાઢીને તેમાં સાકરનો ભુક્કો નાખીને સરસ રીતે મિક્ષ કરી તેને એક એયર ટાઈટ ડબ્બા માં ભરી લો. તૈયાર છે સિતોપલાદી ચૂર્ણ.
સિતોપલાદી ચૂર્ણનું સેવન કરવાની રીત :-
સિતોપલાદી ચૂર્ણનું સેવન કરવાની રીત ઘી સાથે :-
Sitopaladi Churna – સિતોપલાદી ચૂર્ણ ને સવારે ઘી સાથે લઇ શકાય છે. નાના હોય કે મોટા દરેક વ્યક્તિ તેનું સેવન કરી શકે છે. જો તમને સીઝનલ શરદી કે ઉધરસ થઇ ગયા છે તો ૧ ચમચી સિતોપલાદી ચૂર્ણને ઘી સાથે મિલાવીને તેને ચાટવું. જો બાળકોને શરદી અને ઉધરસમાં આપવું હોય તો તેની માત્રા અડધી કરી નાખવી. જો બાળક તે ચૂર્ણ નું સેવન કરવાની મનાઈ કરે છે તો તે મિશ્રણ ને થોડુક નવશેકું કરીને તેની ડુંટી પર લગાવી શકાય છે.
સિતોપલાદી ચૂર્ણનું સેવન કરવાની રીત રાત્રે મધ સાથે સેવન :-
જો તમે સિતોપલાદી ચૂર્ણનું સેવન રાત્રે કરો છો તો તેને મધ સાથે લેવું વધારે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
સિતોપલાદી ચૂર્ણ ના નુકસાન :-
આ ચૂર્ણ નું સેવન ભૂખ્યા પેટે કરવું નહિ. જમ્યા પછી તેને લેવાની સલાહ આપવામાં આવતી હોય છે.
ડાયાબીટીશ ના દર્દીઓએ આ ચૂર્ણ નું સેવન કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે કારણકે તે બ્લડ શુગર ને વધારી શકે છે.
વાચકોને મુંઝવતા પ્રશ્નો :-
સિતોપલાદી ચૂર્ણનું સેવન જમ્યા પછી કરવું જોઈએ, કારણકે તેના સેવન થી ખોરાક સરળતા થી પચી જાય છે.
ના, સિતોપલાદી ચૂર્ણનું સેવન ભૂખ્યા પેટે કરવું જોઈએ નહિ.
ના, સિતોપલાદી ચૂર્ણનું સેવન પાણી સાથે કરવું નહિ. તેના મધ અથવા ઘી સાથે જ લેવું જોઈએ.
હા, ગર્ભાવસ્થા દરમિયાન સિતોપલાદી ચૂર્ણનું સેવન કરી શકાય છે. તેમ છતાય ચિકિત્સક ની સલાહ લઈને જ સેવન કરવું વધારે યોગ્ય છે.
મોટી વય ના વ્યક્તિઓ માટે સિતોપલાદી ચૂર્ણનું સેવન ની માત્રા ૨ થી ૪ ગ્રામ જેટલી રાખવી અને નાના બાળકો માટે તેની માત્રા ૫૦૦ થી ૧૦૦૦ મિગ્રા યોગ્ય છે. અને વધારેમાં વધારે તેની માત્રા ૧૨ ગ્રામ હોવી જોઈએ. તેનાથી વધારે નહિ. બાળકો અને વયસ્ક બન્ને ને દિવસમાં બે વાર અઆમાંત્રા નું સેવન કરવું.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે