એનર્જી ડ્રિંક પીવાના નુકશાન | એનર્જી ડ્રિંક ના નુકશાન | energy drink na nukshan

એનર્જી ડ્રિંક ના નુકશાન - energy drink na nuksan - એનર્જી ડ્રીંક પીવાના નુકશાન - energy drink piva na nukshan
Advertisement

આજના યુવાનોમાં એનર્જી ડ્રીન્કસ પીવાનું ચલણ ખુબ જ વધી ગયું છે. એનર્જી ડ્રીંકમાં ખુબ જ ઘણી માત્રામાં કેફીન હોય છે. તેનાથી આપના શરીર પર ઘણા બધા સાઈડ ઈફેક્ટ થાય છે. યુરોપમાં ૧૯૮૭ થી આવા એનર્જી ડ્રીન્કસ નું ચલન શરુ થયું હતું જે આજે આખા વિશ્વમાં બહોળી માત્રામાં ઉપયોગમાં લેવામાં આવે છે પીવામાં આવે છે. એવા ઘણાબધા રિસર્ચ કહે છે કે આ એનર્જી ડ્રીંક પીવું એ કેટલું ખતરનાક સાબિત થઇ શકે છે. કેફીન થી ભર્પુર આવા ડ્રીન્કસ ડીહાઈડ્રેશન, તણાવ, મોટાપા, જેવી અનેક બીમારીઓને શરીર માં ઘર કરાવે છે. આજના આર્ટીકલમાં અમે તમને આવા એનર્જી ડ્રિંક ના નુકશાન – energy drink na nuksan, એનર્જી ડ્રીંક પીવાના નુકશાન – energy drink piva na nukshan ,વિષે જાણકારી આપીશું. તો ચાલો જાણીએ.

એનર્જી ડ્રિંક થી બ્લડ પ્રેશર અને હૃદય સબંધી રોગ થઇ શકે છે :-

બ્લડ પ્રેશર અને હૃદય આપણા શરીર માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. એક રીપોર્ટ ના મુજબ સ્વસ્થ વ્યક્તિમાં એનર્જી ડ્રીંક ના ૩૫૫ મિલિલીટર(એટલે કે એક કેન) પીવાથી લગભગ ૯૦ મિનીટ ની અંદર અને પીવાના ૨૪ કલાક બાદ પ્રેશર અને હૃદય ની ગતી વધી જાય છે અને આમ થવાનું કારણ તેમાં રહેલું કેફીન છે. એક મોટા કેન માં લગભગ ૧૦૮ mg કેફીન હોય છે.

એનર્જી ડ્રિંક પીવાના નુકશાન ડાયાબીટીશ થવાની સંભાવના વધી જાય છે :-

energy drink – એનર્જી ડ્રીંક પીવાથી તમે ડાયાબીટીશના પેશન્ટ બની શકો છો. ૨૬૦ મિલીલીટર એનર્જી ડ્રીંક ના કેનમાં ૨૯ગ્રામ શુગર હોય છે. દરરોજ એક અથવા એકથી વધારે કેન પીવાથી તમે ડાયાબીટીશ ના શિકાર બની શકો છો.

Advertisement

એનર્જી ડ્રિંક ના નુકશાન તે દાંતને ખરાબ કરે છે :-

આપણા દાંતના બહારના પડ ઉપર એક કઠોર કોટિંગ જેવું હોય છે. જેને ઈનેમલ કહેવાય છે. આવા પીણા પીવાથી દાંતના ઈનેમલ ને નુકસાન પહોચે છે. કહેવાય છે કે ઠંડુ પાણી પીવાથી બે ગણું નુકસાન આવા ડ્રીન્કસ પીવાથી થાય છે.

એનર્જી ડ્રિંક ના નુકશાન :-

એનર્જી ડ્રીંકમાં જે કેફીન હોય છે તે આપના શરીર ને ખુબ જ નુકસાન પહોચાડી શકે છે, એટલું જ નહિ આપને તેની લત્ત પણ લાગી શકે છે. માટે તેને નાં પીવું એ જ ઉત્તમ વિકલ્પ છે.

Energy drink – એનર્જી ડ્રીંક પીવાથી ડાયેટ પર અસર થઇ શકે છે. તેને પીવથી આપણા ખવા-પીવાના શેડ્યુલમાં બદલાવ આવી જાય છે જે આપણી સેહત માટે ખુબ જ નુકસાનદાયક છે.

દરેક એનર્જી ડ્રીંકમાં ખાંડ(શુગર)ની માત્રા ખુબ જ હોય છે, જે આપણા શરીર ને નુકસાન પહોચાડે છે. એક ડ્રીંકમાં લગભગ ૧૩ ચમચી ખાંડ હોય છે જે આપણા શરીરમાં શુગર લેવલ વધારી નાખે છે. અને અનેક પ્રકારના રોગોને જન્માવે છે.

એનર્જી ડ્રીંક પીવાથી ઊંઘ નાં આવવાની સમસ્યા પણ થઇ શકે છે. જે લોકો પ્રતિદિન એનર્જી ડ્રીંક પીવે છે તેમણે આવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Energy drink na nuksan:-

એનર્જી ડ્રીંક પીવાથી આપણા શરીરના લગભગ બધા અંગો ઉપર સ્ટ્રેસ નું પ્રમાણ વધી જાય છે. જે આપણા શરીરના અંગોને નુકસાન પહોચાડે છે. માટે જો તમને લત્ત હોય પીવાની તો ધીમે ધીમે ઓછી કરી નાખવી.

એનર્જી ડ્રીન્કસ પીવાથી આપણા સ્વભાવ પર પણ અસર પડે છે, ક્યારેક ક્યારેક આપણો સ્વભાવ ચીડચીડિયો પણ થઇ જાય છે.

energy drink na nuksan – એનર્જી ડ્રીંક નું વધારે પડતું સેવન કરવાથી આપના શરીરમાં સેરોટેનીન ઓછું થઇ જાય છે અને તેના કારણે ઘણીવાર માણસ ડીપ્રેશન નો ભોગ બની જાય છે.

જેમકે એનર્જી ડ્રીંક પીવાથી શરીર માં બહોળી માત્રામાં કેફીન જાય છે જે આપણા શરીરમાં શુગર નું પ્રમાણ વધારી દે છે પરિણામે આપણને મોટાપા નો સામનો કરવો પડે છે.

એનર્જી ડ્રિંક પીવાના નુકશાન :-

કોઈપણ એનર્જી ડ્રીંક માં જે આવડી બધી માત્રામાં શુગર હોય છે જે આપણા દાંત પર અસર કરે છે. તેમાં રહેલું શુગર દાંત ના ઈનેમલ ને અસર કરે છે જેનાથી દાંત ઢીલા પડી જવાની સમસ્યા, દાંત સળી વાણી સમસ્યા વગેરે થઇ શકે છે.

આ એનર્જી ડ્રીંક ડાયુંરેટીક તરીકે કામ કરે છે, એટલે પેશાબ વધુ થાય છે અને શરીર માં ડીહાઈડ્રેશન થાય છે.

આવા ડ્રીન્કસને કીડની અને મૂત્ર માર્ગ માંથી પસાર થતા ૨૪ કલાક લાગે છે એટલે જો આપણે તેને સુતા પહેલા પીધું હોય તો વારંવાર પેશાબ કરવા ઉઠવું પડે છે અને આપણી ઊંઘ બગડે છે.

આવા પીણા વધારે પડતા પીવાથી એસીડીટીની સમસ્યા પણ શકે છે.

Energy drink piva na nukshan :-

એનર્જી ડ્રીંક પીધાના ૧૦-૧૫ મિનીટમાં લોહીના પ્રવાહમાં શોષાઈ જાય છે અને નશો ચડે છે. શરૂઆતમાં ભલે વધુ પડતી શક્તિનો અનુભવ થાય છે અને પછી બીજું કેન પીવાની ઈચ્છા થાય છે. એમ ધીમે ધીમે આપણને તેની લત્ત લાગી જાય છે.

યુવાનો આવા ડ્રીન્કસ વધારે પીવે છે તો તેમણે માથું દુખવા લાગે અને ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. જેથી તેમની ચિંતા અને અકળામણ વધી જાય છે.

જો અવ ઠંડા-પીણા વધારે પીવામાં આવે તો શરીરમાં કેલ્શિયમ ઘટી જાય છે અને નાની વયે જ ઓસ્ટીઓપોરોસિસ થાય છે અને કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી જાય છે.

Energy drink – એનર્જી ડ્રીંક એટલે કે ઠંડાપીણા પીવાથી હરસ અને કબજીયાતની તકલીફ પણ વધી જાય છે. આનાથી કિડનીની કામગીરી વધી જાય છે અને પરિણામ સ્વરૂપે ડાયાબીટીશ ના દર્દીઓની સ્થતિ બગડી જાય છે.

એનર્જી ડ્રિંક ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

એનર્જી ડ્રીંકમાં શું શું હોય છે ?

Energy drink – એનર્જી ડ્રીંકમાં શુગરનું પ્રમાણ ખુબ જ હોય છે, તેમાં કેફીન ની માત્ર પણ ખુબ જ હોય છે.

શું એનર્જી ડ્રીંકમાં આલ્કોહોલ હોય છે ?

એનર્જી ડ્રીંકના ઉતેજ્ક પ્રભાવથી આલ્કોહોલનું સેડેટીવ નેચર કોન્ટ્રેકટ થાય છે,જેનાથી આવા પીણા પીવા વાળી વ્યક્તિ વધારે એક્ટીવ થઇ જાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ચાલવાના ફાયદા | chalva na fayda | સવારે ચાલવાના ફાયદા | savare chalva na fayda

સીતોપલાદી ચૂર્ણ ના ફાયદા | સિતોપલાદી ચૂર્ણ બનાવવાની રીત | સીતોપલાદી ચૂર્ણ નો ઉપયોગ | Sitopaladi churn na fayda | Sitopaladi churn no upyog

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement