નમસ્તે મિત્રો આજે આપણે ગુજરાતી મસાલા પુરી બનાવવાની રીત શીખીશું. આ પુરી આપણે સવારે કે સાંજના નાસ્તામાં ખાઈ શકીએ છીએ જે સ્વાદમાં ખૂબ ટેસ્ટી ને બનાવવી ખૂબ સરળ છે જે નાના થી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મસાલા પૂરી , gujarati masala puri banavani rit, masala puri recipe gujarati.
મસાલા પૂરી બનાવા જરૂરી સામગ્રી | masala puri banava jaruri samgri
- ઘઉંનો લોટ 2 કપ
- સોજી ½ કપ
- બેસન ½ કપ
- આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
- પા ચમચી હળદર
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- જીરું ½ ચમચી
- અજમો 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
મસાલા પુરી બનાવવાની રીત | masala puri recipe gujarati
મસાલા પૂરી બનાવવા સૌપ્રથમ ઘઉંનો લોટ ને ચારી લ્યો એમાં સોજી, બેસન નાખી મિક્સ કરો
ત્યાર બાદ એમાં આદુ મરચાની પેસ્ટ, હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, રેડ ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, જીરું, અજમો , હિંગ, સ્વાદ મુજબ મીઠું ને લીલા ધાણા નાખી મિક્સ કરો( ધાણા સાથે એક બે ચમચી લીલી મેથી સુધારેલી પણ નાખશો તો સારી લાગશે)
હવે આ એક બે ચમચી તેલ નું મોણ નાખી હાથ વડે મિક્સ કરો ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો
બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળો મસડેલા લોટ ને ઢાંકણ ઢાંકી પાંચ સાત મિનિટ માટે એક બાજુ મૂકી દો
હવે ગેસ પર એક કડાઈમાં પુરી તરવા તેલ ગરમ મૂકો
બાંધેલા લોટ ને મસળી ને તેના પુરી માટેના લુવા બનાવી લ્યો ને એક એક પુરી ને વણી લ્યો
તેલ ગરમ થાય એટલે એક બે એક બે પુરી ગરમ તેલમાં નાખી ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરી તૈયાર કરી લ્યો
તૈયાર પુરી બટાકાની સુકી ભાજી, ચટણી, દહીં, અથાણાં કે ચા સાથે ગરમ ગરમ સર્વ કરો.
masala puri banavani rit | gujarati masala puri banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook With Parul ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
રવા ઈડલી બનાવવાની રીત | Rava Idli banavani rit | Rava Idli recipe in Gujarati
ગુલાબ જામુન બનાવવાની રીત | Gulab jamun banavani rit | Gulab jamun recipe in Gujarati
પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે