વઢવાણી મરચા આથવાની રીત | vadhvani marcha banavani recipe

વઢવાણી મરચા આથવાની રીત - વઢવાણી મરચા બનાવવાની રીત - vadhvani marcha banavani recipe - vadhvani marcha recipe in gujarati - vadhvani marcha banavani rit batao
વઢવાણી મરચા આથવાની રીત - વઢવાણી મરચા બનાવવાની રીત - vadhvani marcha banavani recipe - vadhvani marcha recipe in gujarati - vadhvani marcha banavani rit batao
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Poonam’s Veg Kitchen YouTube channel on YouTube આજે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ vadhvani marcha banavani rit batao માટે આપણે ઇન્સ્ટન્ટ વાઢવાણી મરચા આથવાની રીત, વઢવાણી મરચા બનાવવાની રીત, vadhvani marcha banavani recipe,vadhvani marcha recipe in gujarati શીખીશું. આ મરચા તમે પરાઠા, રોટલી કે થેપલા સાથે ખાઈ શકો છો ને એક વાર તૈયાર કરી ફ્રીઝ માં મૂકી મહિના સુંધી ખાઈ શકાય છે તો ચાલો જોઈએ ઇન્સ્ટન્ટ આથેલા મરચા બનાવવા માટેની સામગ્રી જોઈશે

વઢવાણી મરચા આથવા જરૂરી સામગ્રી | vadhvani marcha aathva jaruri samgri

  • વઢવાણી મરચા 150 ગ્રામ
  • રાઈ ના કુરિયા 2 ચમચી
  • મીઠું 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ ½ ચમચી
  • તેલ 2 ચમચી
  • લીંબુનો રસ 3-4 ચમચી

vadhvani marcha banavani recipe | vadhvani marcha recipe in gujarati

ઇન્સ્ટન્ટ આથેલા મરચા બનાવવા સૌપ્રથમ વઢવાણી મરચા ( જો વઢવાણી મરચા ના મળે તો બીજા મિડીયમ તીખા મરચા પણ લઈ શાને પાણી મા બરોબર ધોઇ લેવા ત્યાર બાદ એક કપડા માં લઇ કોરા કરી થોડી વાર હવામાં કોરા કરી લેવા (એ વાત નું ખાસ ધ્યાન રહે કે મરચા બિલકુલ કોરા થઈ જાય નહિતર આથેલા મરચા બગડી જસે)

મરચા ને કોરા કરી લીધા બાદ એની એક બાજુ ચાકુ થી ઉભા લાંબા ચીરા કરો અથવા તો એના બે ઊભા કટકા માં કાપી લ્યો

Advertisement

હવે એક વાસણમાં રાઈ ના કુરિયા, મીઠું, હળદર, હિંગ, તેલ ને લીંબુનો રસ નાખી ચમચા વડે કે વ્હિસ્પ વડે બરોબર ત્રણ ચાર મિનિટ મિકસ કરો

 (જો રાઈ ના કુરિયા તૈયાર ના મળે તો આખી રાઈ લઈ તેને ધીમા તાપે ગેસ પર 5 મિનિટ હલાવતા રહી શેકો ત્યાર બાદ એને બિલકુલ ઠંડી કરી લ્યો ને પછી મિક્સર જાર માં કે ખંડણી ધાસ્તા થી અધ્ધ કચરી પીસો ને ત્યાર બાદ એના જેટલા કાળા ફોતરા કદી શકો એટલા કાઢી લ્યો ને રાઈ ના કુરિયા તૈયાર કરી શકો છો)

હવે તૈયાર મિશ્રણમાં  કાપા પાડીને મૂકેલ મરચા નાખો ને બરોબર મિક્સ કરો ને તૈયાર મરચા એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને દિવસ ના એક બે વાર ઉથલાવી લેવા

તૈયાર મરચા ને તરત કે બીજા દિવસ થી ખાઈ શકાય છે ને જો ફ્રીઝ મૂકી રાખશો તો મહિના સુંધી ખાઈ શકાય છે તો તૈયાર છે ઇન્સ્ટન્ટ આથેલા મરચા

વઢવાણી મરચા આથવાની રીત | વઢવાણી મરચા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Veg Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પંજાબી વેજ ગ્રેવી બનાવવાની રીત | punjabi gravy banavani rit

ફરાળી કેસર બદામ દૂધ બનાવવાની રીત | Kesar badam doodh banavani rit

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati

પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement