દાળ પાલક બનાવવાની રીત | dal palak recipe in gujarati | dal palak banavani rit

દાળ પાલક બનાવવાની રીત - dal palak recipe in gujarati - dal palak banavani rit gujarati
Image credit – Youtube/bharatzkitchen HINDI
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube આજે આપણે દાળ પાલક બનાવવાની રીત શીખીશું.ઉનાળામાં રસોડામાં ગરમી ખૂબ લાગે ને  શાક ખૂબ ઓછા આવે ત્યારે રસોડામાં કલાકો રહેવા કરતાં એક વઘાર માં શાક ને દાળ બને એવી વાનગી એટલે દાળ પાલક – dal palak recipe in gujarati – dal palak banavani rit gujarati ma તો ચાલો જોઈએ દાળ પાલક બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

દાળ પાલક બનાવવા જરૂરી સામગ્રી | dal palak recipe ingredients

  • પાલક 1 મોટી જુડી
  • તુવેર દાળ 1 કપ
  • ડુંગરી 1 ઝીણી સુધારેલી
  • ટમેટા 2
  • લીલા મરચા 1-2
  • લસણ ની કણીઓ 7-8
  • સુકા લાલ મરચા 1-2
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર 1 ચમચી
  • ઘી 3-4 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • જીરું 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

દાળ પાલક બનાવવાની રીત | dal palak recipe in gujarati

સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ લઈ એને બે ત્રણ વખત બરોબર ઘસીને ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ ગરમ પાણી નાખી દસ મિનિટ એક બાજુ મૂકી દેવી

પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ચારણીમાં મૂકી પાણી નીતરવા મૂકો પાલક નીતરી જાય એટલે એને સુધારી લ્યો

Advertisement

હવે ગેસ પર કૂકરમાં ત્રણ કપ પાણી લ્યો એમાં અડધી ચમચી હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખો ત્યાર બાદ પલાળેલી દાળ નું પાણી કાઢી દાળ ને કૂકરમાં નાખો ને ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી કરો ત્યાર બાદ ગેસ ધીમો કરી એક સીટી કરો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

હવે મિક્સર જારમાં ટમેટા ,લીલા મરચા ને લસણ ની કણી લઈ પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને ડુંગરી ને ઝીણી સુધારી લ્યો

પછી ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડે એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

ત્યાર બાદ એમાં ટમેટાની પ્યુરી નાખી મિક્સ કરો ને પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર ને સ્વાદ મુજબ મીઠું ( મીઠું માત્ર મસાલા પુરૂતું નાખવું કેમકે દાળ ના ભાગનું મીઠું બાફતી વખતે નાખેલ છે ને પાલક માટે મીઠું જોશે નહિ) મિક્સ કરો ને ઘી અલગ થાય ત્યાં સુંધી મિડીયમ તાપે શેકો

ઘી અલગ થાય એટલે એમાં પાલક સુધારેલી નાખો ને મિક્સ કરી પાંચ મિનિટ ચડાવો ત્યાર બાદ એમાં બાફેલી દાળ નાખી મિક્સ કરો ને અડધો કપ પાણી નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવો ત્યાર બાદ ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવો ને ગેસ બંધ કરી નાખો

ગેસ પર એક વઘરીયા માં એક ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં પા ચમચી જીરું ને હિંગ નાખી તતડાવો ત્યારબાદ સૂકા લાલ મરચા નાખી ગેસ બંધ કરી વઘાર તૈયાર કરો

તૈયાર દાળ ને સર્વિંગ પ્લેટમાં લ્યો એમાં તૈયાર કરેલ વઘાર નાખો ને ગરમ ગરમ સર્વ કરો દાળ પાલક

dal palak banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI  ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

શિકંજી બનાવવાની રીત | shikanji banavani rit | shikanji recipe in gujarati

શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit

પનીર ની જલેબી બનાવવાની રીત | paneer ni jalebi banavani rit

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | Dal Dhokri recipe in Gujarati

લસુની દાળ ખીચડી બનાવવાની રીત | Lasooni Dal Khichadi recipe

દાલ મખની બનવવાની રીત | Daal Makhni banavani rit | daal makhni recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement