નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Terrace Kitchen YouTube channel on YouTube આજે આપણે કરારી રોટી બનાવવાની રીત – કરારી મસાલા રોટી બનાવવાની રીત શીખીશું. આ કરારી રોટી ને તમે ખાખરો, કુરકુરી રોટી પણ કહી શકો છો તો ચાલો જોઈએ કરારી રોટી મસાલા બનાવવા – karari roti banavani rit gujarati ma – karari roti recipe in gujarati કઈ કઈ સામગ્રી જોઈશે.
કરારી રોટી બનાવવા માટેની સામગ્રી | karari roti recipe ingredients
- મેંદો 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- ઘી 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
- મસાલો બનવવા માટેની સામગ્રી
- પિગડેલું ઘી 3-4 ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ઝીણા સુધારેલ લીલા ધાણા 1-2 ચમચી
karari roti banavani rit gujarati ma | karari roti recipe in gujarati
સૌ પ્રથમ એક વાસણમાં મેંદો ના લોટ ને ચારણીથી ચારી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું ને બે ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે થોડું થોડું કરી પાણી નાખો ને મીડીયમ નરમ લોટ બાંધો
બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ એના પ્ર ઘી લગાવી ભીના કપડાં થી ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો પંદર મિનિટ બાદ ફરીથી લોટ ને પાંચ મિનિટ મસળી લ્યો ને એના મીડીયમ સાઇઝ ના લુવા બનાવી લ્યો
હવે એક એલ્યુમિનિયમ ની કે લોખંડ ની જાડાઈ ને ઊંધી કરી એના પ્ર તેલ લાગવી લ્યો અને ગેસ ચાલુ કરી એના પ્ર ઊંધી મૂકી ડ્યોને ગેસ ને ધીમો કરી નાખો
હવે એક લૂવો લ્યો ને એને કોરા લોટ સાથે વેલણ વડે સાવ પાતળી (ખાખરા જેમ સાવ પાતળી વણવી) રોટલી વણો રોટલી વણાઈ જાય એટલે એને જે ગેસ પ્ર કડાઈ ઊંધી મુકેલ એના પ્ર મૂકો ને કપડાથી દબાવતા જઈ ને શેકો બધી બાજુ દબાવી દબાવી ને શેકી લેવી
રોટી બરોબર શેકાઈ જાય એટલે એને ઉતરી ઊંધી જ ઠંડી ઠવડ્યો ને બીજી રોટી વણી એને પણ કપડાં થી દબાવી ને શેકી લ્યો આમ બધી રોટી ને શેકી લ્યો
કરારી રોટી નો મસાલો બનાવવાની રીત
- એક વાટકામાં પીગડેલું માખણ /ઘી લ્યો એમાં ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર ને લીલા ધાણા નાખી ને મિક્સ કરો
- હવે રોટી ને સીધી કરો ને એમાં તૈયાર કરેલ મસાલો લગાવો ને સવાર કે સાંજ ના નાસ્તા માં ગરમ ગરમ ચા દૂધ સાથે સર્વ કરો કરારી રોટી મસાલા
કરારી રોટી બનાવવાની રીત | કરારી મસાલા રોટી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મેગી નો મસાલો બનાવવાની રીત | megi no masalo banavani rit | megi no masalo recipe in gujarati
અંજીર હલવો બનાવવાની રીત | anjir halvo banavani rit | anjir halva recipe in gujarati