પાન કોબી સલાડ બનાવવાની રીત | pan kobi salad banavani rit recipe in gujarati

પાન કોબી સલાડ બનાવવાની રીત - pan kobi salad recipe in gujarati - pan kobi salad banavani rit video
Image credit – Youtube/Littlekitchensusiee
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Littlekitchensusiee  YouTube channel on YouTube આજે આપણે પાન કોબી સલાડ બનાવવાની રીત – Pan kobi salad banavani rit શીખીશું. સલાડ ખાવો સૌથી વધુ સ્વાસ્થ્ય વર્ધક હોય છે ને બધા કાકડી ટમેટા ડુંગરી ને ગાજર ના સલાડ તો ખાતા હોય છે પણ આજ Pan kobi salad recipe in gujarati શીખીએ એના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

પાન કોબી સલાડ બનાવવા જરૂરી સામગ્રી | Pan kobi salad ingredients

  • પાનકોબી 1 નાની
  • લાલ ગાજર 3 -4
  • લીલા ધાણા ઝીણા સુધારેલ 4-5 ચમચી
  • તેલ 1 ચમચી (ઓલિવ ઓઈલ હોય તો એ વાપરવું) અથવા તલ નું તેલ વાપરવું
  • વિનેગર / લીંબુનો રસ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

પાન કોબી સલાડ બનાવવાની રીત  | pan kobi salad recipe in gujarati

પાનકોબી સલાડ બનાવવા સૌપ્રથમ પાનકોબી ના ઉપરના ખરાબ પાન દૂર કરો ને પાણી મા પા ચમચી મીઠું નાખી અડધો કલાક બોરી રાખો જેથી જો એમાં કોઈ કીડા હોય તો નીકળી જાય ત્યાર બાદ સાફ પાણી થી બરોબર ધોઇ લ્યો

ગાજર ને પણ બરોબર ધોઇ લ્યો ને છોલી લ્યો ને લીલા ધાણા ને પણ સાફ કરી ને બે ત્રણ વખત પાણીથી ધોઈ લ્યો જેથી એમાં રહેલ માટી દૂર થઈ જાય

Advertisement

હવે પાનકોબી  ને સાવ ઝીણી ઝીણી સુધારી લઈ એક વાસણમાં લ્યો ત્યાં બાદ ગાજર ને છીણી થી છીણી લઈ પાનકોબી  સાથે નાખી મિક્સ કરી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું ને વિનેગર કે લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરો

ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો ને છેલ્લે એમાં ઓલિવ ઓઈલ નાખી મિક્સ કરો ને ફ્રીઝ માં એકાદ કલાક મૂકી ઠંડો કરી સર્વ કરો પાનકોબી સલાડ

Pan kobi salad recipe notes

  • જો ઓલિવ ઓઈલ ના હોય તો તલ નું તેલ  નાખી શકાય અથવા તમારા ઘરમાં જે તેલ હોય એ નાખવું
  • મીઠું ધ્યાન થી નાખવું કેમ કે પાનકોબી ને સાફ કરવા મીઠા વાળા પાણી માં પલાળી રાખેલ હતી તો એમાં થી મીઠા નો સ્વાદ આવી શકે પાનકોબીમાં
  • અહી તમે એકાદ લીલું મરચું ઝીણું સમારેલું પણ નાખી શકો છો અથવા પા ચમચી મરી પાઉડર જો તમને પસંદ હોય તો નાખી શકો

pan kobi salad banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Littlekitchensusiee ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement