દહીં ભાત બનાવવાની રીત | curd rice recipe in gujarati

દહીં ભાત બનાવવાની રેસીપી - curd rice recipe in gujarati - dahi bhat banavani rit gujarati ma
Image credit – Youtube/Nirmla Nehra
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube આજે આપણે દહીં ભાત બનાવવાની રીત – curd rice recipe in gujarati શીખીશું. ઉનાળામાં આ દહી ભાત ઠંડા ઠંડા ખૂબ ટેસ્ટી લાગતા હોય છે તો ચાલો જોઈએ dahi bhat banavani rit gujarati ma દહી ભાત કઈ કઈ સામગ્રી જોઈશે.

દહીં ભાત બનાવવા જરૂરી સામગ્રી | dahi bhat recipe ingredients

  • ચોખા 1 કપ
  • દહી 500 ગ્રામ
  • ચણા દાળ ½ ચમચી
  • અડદ દાળ ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • મીઠા લીમડાના પાન
  • હિંગ ¼ ચમચી
  • આખા સૂકા લાલ મરચા 1
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3

દહીં ભાત બનાવવાની રીત | curd rice recipe in gujarati

દહી ભાત બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દૂધ ગરમ કરી લ્યો ને દૂધ ગરમ કરી નવશેકું રહે ત્યાં સુધી  ઠંડુ કરી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી દહીં નાખી મિક્સ કરો ને ઢાંકી ને છ સાત કલાક ઢાંકી ને દહી જમાવવા મૂકો દહી બરોબર જામી જાય એટલે ફ્રીજમાં મૂકી ઠંડુ થવા મૂકો

હવે એક વાસણમાં ચોખા લ્યો એને બે ત્રણ પાણીએ ઘસી ને ધોઇ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી વીસ મિનિટ પલાળી મુકો

Advertisement

હવે ગેસ પર અઢી કપ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું નાખો ને એમાં પલાળેલા ચોકા નું પાણી નિતારી ને નાખો ને ઉકળી લીધા બાદ ઢાંકી ને ચડવી લ્યો ભાત બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને થાળીમાં કાઢી ઠંડા થવા દયો

હવે એક વઘરિયામાં ઘી અથવા તેલ ગરમ કરો ઘી અથવા તેલ ગરમ થાય એટલે તેમાં ચણા દાળ ને અડદ દાળ નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં રાઈ જીરું નાખી તતડાવો ત્યારબાદ તેમાં હિંગ, મીઠા લીમડાના પાન, આદુ કટકા, લીલા મરચા ને સૂકા લાલ મરચા ના કટકા નાખી મિક્સ કરી લ્યો ને વઘાર તૈયાર કરી લ્યો

હવે એક વાસણમાં ભાત લ્યો એમાં ઠંડુ દહી વ્હીસ્પ વડે કે ઝેણી મિક્સ કરી દહી ભાત ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ વઘાર ને જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને ઠંડા ઠંડા દહી ભાત સર્વ કરો.

dahi bhat banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કુરકુરી ભીંડી બનાવવાની રીત | kurkuri bhindi banavani rit | kurkuri bhindi recipe in gujarati

ગુલકંદ બનાવવાની રીત | gulkand recipe in gujarati | gulkand banavani rit

મગદાળ ની મંગોળી બનાવવાની રીત | મગદાળ ની વળી | mag ni dal ni vadi banavani rit | mangodi banavani rit

પકોડી બનાવવાની રીત | pakodi banavani rit | પાણીપુરી ની પુરી બનાવવાની રીત

કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement