કચ્છી સમોસા બનાવવાની રીત | kutchi samosa banavani rit gujarati ma

કચ્છી સમોસા બનાવવાની રીત - kutchi samosa recipe in gujarati - kutchi samosa banavani rit gujarati ma
Image credit – Youtube/Sangita's Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sangita’s Kitchen YouTube channel on YouTube આજે આપણે કચ્છી સમોસા બનાવાની રીત શીખીશું આ સમોસમાં માં બટાકા, વટાણા નથી પડતા અને એક વખત તૈયાર કરી લ્યો એટલે ત્રણ ચાર દિવસ ખાઈ શકો છો તો ચાલો જોઈએ kutchi samosa recipe in gujarati –  kutchi samosa banavani rit gujarati ma બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

કચ્છી સમોસા બનાવવા જરૂરી સામગ્રી | kutchi samosa recipe ingredients

  • મેંદા નો લોટ 1 કપ
  • બેસન 1 કપ
  • ડુંગળી 4-5 સાવ ઝીણી સુધારેલી
  • તેલ 4-5 ચમચી
  • ઘી 3-4 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ખાંડ 1-2 ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • હિંગ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા (ઓપ્શનલ છે)
  • લીલા મરચા સુધારેલા (ઓપ્શનલ છે)
  • પાણી જરૂર મુજબ
  • અજમો ½ ચમચી (ઓપ્શનલ છે)
  • તરવા માટે તેલ

કચ્છી સમોસા બનાવાની રીત | kutchi samosa recipe in gujarati

કચ્છી સમોસા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખો ને બે ચમચી તેલ નાખી મિક્સ કરી થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લ્યો

બાંધેલા લોટ ને  એક ચમચી તેલ નાખી મિક્સ કરી પાંચ મિનિટ મસળી લ્યો લોટ બરોબર મસડાઈ જાય એટલે એમાં થી મુઠીયા બનાવી લ્યો અથવા નાની નાની થેપલી બનાવી લ્યો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં તૈયાર કરેલ મુઠીયા અઠવા થેપલી નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો મુઠીયા ધીમા તાપે તરાય જાય એટલે એક વાસણમાં ઠંડા કરવા મૂકો ને મુઠીયા સાવ ઠંડા થાય એટલે મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને ભૂકો તૈયાર કરી એક બાજુ મૂકો

હવે એક વાસણમાં મેંદો ના લોટ ને ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું , અજમો હથેળી થી મસળી ને ને ચાર ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ઘી લોટ સાથે બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને લોટ ને પાંચ સાત મિનિટ મસળી લ્યો ત્યાં બાદ ધમકી ને એક બાજુ મૂકી દયો

બીજી કડાઈમાં ચાર પાંચ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી દયો ને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ધીમા તાપે ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

ડુંગરી ગોલ્ડન થાય એટલે તેમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો (જો તમારે ઘણા દિવસ સમોસા ના રાખવા હોય તો લીલા મરચા નાખી ને એક મિનિટ શેકો અને ઘણા દિવસ રાખવા હોય તો લીલા મરચા અને લીલા ધાણા ના નાખવા)

ડુંગળી ને મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં લીંબુનો રસ, ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પીસી રાખેલ બેસન નો ભૂકો નાખી મિક્સ કરી લ્યો એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર મસાલા ને બીજા વાસણમાં નાખી સાવ ઠંડો. કરવા મૂકી દયો

હવે મેંદા બાંધેલા લોટ ને ફરી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના સમોસા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો હવે એક લુવા ને વણી ને રોટલી બનાવી લ્યો ને ચાકુ થી બે ભાગ કરો

હવે એક ભાગ લ્યો એમાં નીચે સીધી લીટી વાળા ભાગ પર પાણી વારી આંગળી લગાવી બને છેડા ને જોઇન્ટ કરી ત્રિકોણ બનાવો ત્રિકોણ ની વચ્ચે તૈયાર કરેલ મસાલો નાખો ને ઉપરના ભાગમાં પાણી લગાવી બંધ કરો આમ બધા સમોસા વણી ને ભરી લ્યો

અથવા

જો તમારા પાસે સમોસા મશીન હોય તો એમાં લુવા માંથી રોટલી વની મશીન માં મૂકો ને વચ્ચે મસાલો મૂકી મશીન બંધ કરી વધારા નો લોટ કાઢી લઈ ને સમોસા તૈયાર કરી શકો છો

આમ બધા સમોસા તૈયાર કરી લ્યો હવે ગેસ પર પાછી પહેલા જે તેલ મૂકેલ કડાઈ હતી એ તેલ ને ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જેટલા સમય એટલા સમોસા નાખી બધી બાજુ ઝારા થી ઉથલાવી ગોલ્ડન તરી લ્યો આમ બધા સમોસા ધીમા તાપે તરી લ્યો સમોસા ફૂલ તાપે તરસો તો તરી લીધા બાદ પોચા પડી જસે એટલે ધીમા તાપે તરવા

તમે આજ કાલ મળતા મીની સમોસા પણ બનાવી શકો છો

કચ્છી સમોસા બનાવાની રીત વિડીયો | kutchi samosa banavani rit gujarati video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sangita’s Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement