રસાવાળું મગ નું શાક શાક બનાવાની રીત | rasa vada mag nu shaak banavani rit gujarati ma

રસાવાળા મગ નું શાક બનાવાની રીત - રસાવાળું મગ નું શાક શાક બનાવાની રીત - rasa vada mag nu shaak banavani rit gujarati ma - rasa vada mag nu shaak recipe in gujarati language
Image credit – Youtube/HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe HomeCookingShow  YouTube channel on YouTube આજે આપણે રસાવાળા મગ નું શાક બનાવાની રીત – રસાવાળું મગ નું શાક બનાવાની રીત શીખીશું. આ મગ વધારે પડતાં ગુજરાત માં બુધવાર ના બનાવવામાં આવતા હોય છે જે ભાત ને રોટલી સાથે ખાઈ શકાય છે તો ચાલો જાણીએ કઈ કઈ સામગ્રી જોઈશે rasa vada mag nu shaak banavani rit gujarati ma , rasa vada mag nu shaak recipe in gujarati language.

રસાવાળા મગ નું શાક બનાવવા જરૂરી સામગ્રી | rasa vada mag nu shaak ingredients

  • મગ ½ કપ
  • હળદર ½ ચમચી
  • ઘી 2 ચમચી
  • તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિન્દ ¼ ચમચી
  • ડુંગળી 2 ઝીણી સુધારેલી
  • લીલા મરચા 1-2 સુધારેલ
  • આદુ લસણ પેસ્ટ 1 ચમચી
  • ટમેટા 3 સુધારેલ
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8

rasa vada mag nu shaak banavani rit gujarati ma | rasa vada mag nu shaak recipe in gujarati language

રસા વાળા મગ બનાવવા સૌ પ્રથમ મગ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી થી ધોઇ લ્યો ને એક ગ્લાસ પાણી નાખી 6-7 કલાક કે પછી ઓછામાં ઓછું 4 કલાક પલાળી મુકો

સાત કલાક પછી મગ નું પાણી નિતારી નાખો ને નિતરેલ મગ ને કૂકરમાં નાખો સાથે એક થી સ્વા કપ જેટલું પાણી નાખો ને સ્વાદ મુજબ મીઠું , હળદર નાખી  કુકર નું ઢાંકણ બંધ કરી ગેસ પર મૂકો ને ગેસ ચાલુ કરી ફૂલ મીડીયમ તાપે બે ત્રણ સીટી કરી લ્યો ત્રણ સીટી થાય પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને ઘી નાખી ગરમ થાય ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડે એટલે એમાં હિંગ મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, મીઠા લીમડાના પાન નાખી અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો ને ડુંગળી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી શેકો

ડુંગળી અડધી શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ડુંગળી આદુ લસણ ની પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો ને સાથે હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી દયો ટમેટા બરોબર શેકાઈ જાય એટલે તેમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર ને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકો

જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો વઘાર કર્યા પછી આદુની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકો ત્યાર બાદ સુધારેલ ટમેટા નાખી ચડાવી મસાલા નાંખી મગ ભાફેલ નાખો

મસાલા શેકાઈ જાય એટલે તેમાં બાફી રાખેલ મગ નાખો ને હલકા હાથે મિક્સ કરી લ્યો જો મગ ઘણા ઘટ્ટ લાગે તો અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ ચડવા દયો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો રસા વાળા મગ.

રસાવાળા મગ નું શાક બનાવાની રીત વિડીયો | રસાવાળું મગ નું શાક બનાવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement