વઘારેલી રોટલી બનાવવાની રીત | vaghareli rotli banavani rit

vaghareli rotli banavani rit - vaghareli rotli recipe in gujarati - વઘારેલી રોટલી બનાવવાની રીત - વઘારેલી રોટલી ની રેસીપી
Image credit – Youtube/Archana's Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Archana’s Kitchen YouTube channel on YouTube આજે આપણે વઘારેલી રોટલી બનાવવાની રીત – vaghareli rotli banavani rit શીખીશું. વઘારેલી રોટલી તમે બચેલી રોટલી માંથી અથવા તાજી રોટલી બનાવી ને પણ તૈયાર કરી શકો છો ને સવાર સાંજ ના નાસ્તા માં ચા દૂધ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈએ વઘારેલી રોટલી ની રેસીપી – vaghareli rotli recipe in gujarati  બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

વઘારેલી રોટલી બનાવવા જરૂરી સામગ્રી | vaghareli rotli ingredients

  • બચેલી રોટલી 5-6
  • તેલ 3-4 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • લીલા મરચા સુધારેલા 1
  • રાઈ ¼  ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વઘારેલી રોટલી બનાવવાની રીત | vaghareli rotli recipe in gujarati

વઘારેલી રોટલી બનાવવા સૌપ્રથમ બચેલી રોટલીના મીડીયમ કટકા કરી લ્યો (અહી તમે તાજી રોટલી બનાવી ને ઠંડી કરી ને પણ વાપરી શકો છો)

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવો રાઈ જીરું તતડે એટલે એમાં હિંગ નાખો ને સાથે મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા નાખી એક બે મિનિટ શેકો

Advertisement

હવે ગેસ સાવ ધીમો કરી નાખો ને વઘારમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો ને એમાં જે રોટલી ના કટકા કરેલ એ નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો

બધા મસાલા રોટલી ના કટકા સાથે બરોબર મિક્સ થઈ જાય ને ધીમા તાપે ત્રણ ચાર મિનિટ સુધી શેકવી જો તમારે ક્રિસ્પી વઘારેલી રોટલી જોઈતી હોય તો પાંચ સાત મિનિટ શેકવી ( જો તમને વઘારેલી રોટલી પોચી ખાવી હોય તો વધારે ના શેકવી માત્ર મસાલા બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો)

(અહી તમે વઘારમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી શકો છો સાથે ઝીણા સુધારેલા ટમેટા પણ નાખી શકો છો)

બરોબર રોટલી ને મસાલા મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી ને ગરમ ગરમ ચા કે દૂધ કે દહીં સાથે સર્વ કરો વઘારેલી રોટલી

વઘારેલી રોટલી ની રેસીપી વિડીયો | vaghareli rotli banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Archana’s Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બેસન ના પુડલા બનાવવાની રીત | besan na pudla banavani rit | besan na pudla recipe in gujarati

દૂધીના ઢોસા બનાવવાની રીત સાથે ચટણી | dudhi na dosa banavani rit | dudhi dosa recipe in gujarati

શક્કરિયા ની ખીર બનાવવાની રીત | shakkariya ni kheer banavani rit | shakkariya kheer recipe in gujarati

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | vej kolhapuri banavani rit | Vej kolhapuri recipe in gujarati

અંજીર હલવો બનાવવાની રીત | anjir halvo banavani rit | anjir halva recipe in gujarati

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement