ખાંડવી ઢોકળા બનાવવાની રીત | khandvi dhokla banavani rit

ખાંડવી ઢોકળા બનાવવાની રીત - khandvi dhokla banavani rit
Image credit – Youtube/Ray Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ray Kitchen YouTube channel on YouTube આજે આપણે ખાંડવી ઢોકળા બનાવવાની રીત શીખીશું. ખાંડવી બનાવવી થોડી જંજટ વાળુ કામ છે તો આજ આપણે ખાંડવી નો ટેસ્ટ ઢોકળા માં લેશું તો ચાલો જોઈએ khandvi dhokla banavani rit  માટેકઈ કઈ સામગ્રી જોઈશે.

ખાંડવી ઢોકળા બનાવવા માટેની સામગ્રી | khandvi dhokla banava jaruri samgri

  • બેસન 1 કપ
  • છાસ 1 કપ
  • પાણી 1 કપ
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • અજમો ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • જીરું ½ ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 1-2 ચમચી

ખાંડવી ઢોકળા ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • સફેદ તલ 1-2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • નારિયળ છીણ 1-2 ચમચી

ખાંડવી ઢોકળા બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બેસન ને ચારી લ્યો ત્યાર બાદ એમાં છાસ, સ્વાદ મુજબ મીઠું. અજમો મસળી ને, જીરું, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા એક ચમચી, હિંગ નાખી બોરો મિક્ષ કરી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી ફરી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો

હવે એક કડાઈમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને ગેસ પર મૂકો ને કડાઈમાં નીચે ચોંટે નહિ એમ મિક્સ કરતા જઈ ઘટ્ટ થાય ત્યાં સુધી ત્રણ ચાર મિનિટ ચડાવો મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં બે ચમચી તેલ નાખી ફરી એક બે મિનિટ અથવા કડાઈ મૂકે એટલી વાર ચડાવી લ્યો

Advertisement

હવે એક મોટી થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને તૈયાર કરેલ મિશ્રણ એમાં નાખી એક સરખું ફેલાવી લ્યો ને પાંચ મિનિટ ઠંડુ થઈ સેટ થવા દયો મિશ્રણ બરોબર સેટ થાય એટલે એના નાની સાઇઝ માં કટકા કરી લ્યો

ખાંડવી ઢોકળા નો વઘાર કરવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને તલનો વઘાર કરો ને હિંગ , મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો

હવે એમાં કટકા કરેલ ખાંડવી ઢોકળા નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા ને નારિયળ છીણ નાખી કરો ને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો ખાંડવી ઢોકળા

 khandvi dhokla banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ray Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

Advertisement