મિસ્સી રોટી બનાવવાની રીત | missi roti recipe in gujarati | missi roti banavani rit

મિસ્સી રોટી બનાવવાની રીત - મિસી રોટી બનાવવાની રીત - missi roti recipe in gujarati - missi roti banavani rit gujarati ma
Image credit – Youtube/Foods and Flavors
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube આજે મિસ્સી રોટી બનાવવાની રીત – મિસી રોટી બનાવવાની રીત શીખીશું. આ રોટી ને તમે પંજાબી શાક, અથાણાં સાથે સર્વ કરી શકો છો તો ચાલો જોઈએ missi roti recipe in gujarati – missi roti banavani rit gujarati ma બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

મિસ્સી રોટી બનાવવા જરૂરી સામગ્રી | missi roti recipe ingredients

  • બેસન 2 કપ
  • ઘઉં નો લોટ 1 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • હળદર ½ ચમચી
  • કસુરી મેથી 2 ચમચી
  • આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
  • આખા સૂકા ધાણા અને જીરું દર્દરા પીસેલા 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • ઘી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠુ

missi roti recipe in gujarati | missi roti banavani rit gujarati ma

મીસી રોટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ઘઉંના લોટ ને ચારી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી (જો તમે ડુંગરી ના ખાતા હો તો ના નાખવી), આદુ મરચા પેસ્ટ, સૂકા ધાણા જીરું દર્દરા પીસેલા, હળદર, લીલા ધાણા સુધારેલા, કસુરી મેથી ને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં એક બે ચમચી ઘી / તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ને પંદર મિનિટ એક બાજુ ઢાંકી ને મૂકી દયો

Advertisement

પંદર મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો ને જે સાઇઝ ની રોટી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો

ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો ( તવી નોન સ્ટીક ના લેવી) હવે લુવા માંથી એક લુવો લ્યો એને કોરા લોટ લઈ ને વણી ને રોટલી થી થોડી જાડી વણી લ્યો ને એના પર પાણી લગાવી લ્યો

હવે પાણી વારો ભાગ તવી પર આવે એમ રોટી ને તવી પ્ર નાખો ને હાથ થી થોડી દબાવી લ્યો ને ઉપર બાજુ ફુગ્ગા થવા લાગે એટલે ઉથલાવી ને શેકી લ્યો ને શેકાઈ જાય એટલે તવી પર થી કાઢી લ્યો ને ઘી કે માખણ લગાવી સર્વ કરો મીસી રોટી

આ રોટી ને તમે પરાઠા જેમ પણ શેકી ને તૈયાર કરી શકો છો

મિસ્સી રોટી બનાવવાની રીત | મિસી રોટી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement