મસાલા કાજુ બદામ બનાવવાની રીત | masala kaju badam banavani rit | masala kaju badam recipe in gujarati

મસાલા કાજુ બદામ બનાવવાની રીત - masala kaju badam banavani rit - masala kaju badam recipe in gujarati
Image credit – Youtube/Shipra Joshi
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Shipra Joshi YouTube channel on YouTube આજે આપણે મસાલા કાજુ બદામ બનાવવાની રીત – masala kaju badam banavani rit શીખીશું. જે તમે તહેવારમાં કે પસંગમાં પોતે ખાઈ શકો સાથે આવેલ મહેમાન ને પણ આપી શકો છો તો ચાલો masala kaju badam recipe in gujarati શીખીએ.

મસાલા કાજુ બદામ બનાવવા જરૂરી સામગ્રી | masala kaju badam ingredients

  • કાજુ 150 ગ્રામ
  • બદામ 150 ગ્રામ
  • ઘી 2 ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • શેકેલ જીરું નો પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • આમચૂર પાઉડર ¼ ચમચી

મસાલા કાજુ બદામ બનાવવાની રીત | masala kaju badam recipe in gujarati

મસાલા કાજુ બદામ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી/ તેલ ને ગરમ કરો ઘી થોડું ગરમ થાય એટલે એમાં કાજુ નાખી ધીમા તાપે હલાવતા રહો ને ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી શેકો કાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી ને ચમચાથી એક વાસણમાં કાઢી લ્યો

હવે ફરી એજ કડાઈમાં રહેલ ઘી માં બદામ નાખી એને પણ ધીમા તાપે હલવતા રહી શેકવી બદામ ને શેકી ને ઉપર થોડી થોડી ફૂટવા લાગે એટલે બદામ શેકાઈ ગઈ છે

Advertisement

તમે કાજુ અને બદામ ને અલગ અલગ મસાલા થી પણ તૈયાર કરી શકો છો ને એક સાથે પણ મસાલા વાળા કરી ને તૈયાર કરી શકો છો

હવે ધીમા ગેસ પર જ બદામ માં શેકી રાખેલ કાજુ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એના પર મરી પાઉડર, ચાર્ટ મસાલો, આમચૂર પાઉડર, મીઠું ને શેકેલ જીરું પાઉડર નાખીને બરોબર મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને મસાલા ને કાજુ ને બરોબર મિક્સ કરી ને કોટિગ કરી લ્યો

મસાલા કાજુ બદામ ને એક બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો બજાર જેવા જ મસાલા કાજુ બદામ

masala kaju badam banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shipra Joshi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement