નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Shamal’s cooking YouTube channel on YouTube આજે આપણે ઇન્દોરી પૌવા બનાવવાની રીત – indori pauva banavani rit gujarati ma શીખીશું.આ પૌવા ને સ્ટીમ પૌવા પણ કહેવાય છે આ પૌવા સવાર સાંજ ના નાસ્તા માં ખાઈ શકાય છે અમદાવાદ માં સવારમાં નાસ્તા માં મળતા સ્ટિમ પૌવા મળે છે એજ ઘરે બનવાની રીત શીખીશું તો ચાલો indori pauva recipe in gujarati – indori poha recipe in gujarati શીખીએ.
ઇન્દોરી પૌવા જરૂરી સામગ્રી | indori pauva ingredients
- પૌવા 2 કપ
- હળદર ½ ચમચી
- તેલ 2-3 ચમચી
- રાઇ ½ ચમચી
- જીરું ½ ચમચી
- વરિયાળી ½ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- સીંગદાણા 3-4 ચમચી
- મીઠા લીમડાના પાન 7-8
- લીલા મરચા સુધારેલા 2-3
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- ગરમ મસાલો ⅛ ચમચી
- ચાર્ટ મસાલો ¼ ચમચી
- સંચળ ¼ ચમચી
- ખાંડ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- ગાર્નિશ માટેની સામગ્રી
- ડુંગરી ઝીણી સુધારેલી
- ટમેટા ઝીણા સમારેલા
- લીલા ધાણા સુધારેલા
- સેવ
- દાડમ દાણા
- તારલા સીંગદાણા
indori pauva banavani rit gujarati ma | indori pauva recipe in gujarati | indori poha recipe in gujarati
ઈન્દોરી પૌવા બનાવવા સૌપ્રથમ એક ચારણીમાં પૌવા લઈ ચાળી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી થી ધોઇ ને સાફ કરી નિતારી લ્યો પૌવા નિતારી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર કડાઈમાં એક બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી વાળા પૌવા મૂકી ઢાંકી ને ફૂલ તાપે પાંચ મિનિટ બાફી લ્યો પૌવા બાફી લીધા બાદ ગેસ બંધ કરી નાખી ને પૌવા એમાં જ ઢાંકેલા મૂકી રાખો
ત્યારબાદ હવે એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો, સંચળ લઈ બરોબર મિક્સ કરી ને પૌવા નો મસાલો બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા તરી લ્યો ને તરેળ સીંગદાણા એક વાટકા માં કાઢી લ્યો ત્યાર બાદ ગરમ તેલમાં રાઈ, જીરું અને વરિયાળી નો વઘાર કરો રાઈ તતડે એટલે એમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો ત્યાર બાદ ડુંગળી સુધારેલ નાખી ને શેકી લ્યો
ડુંગળી ચડી જાય એટલે એમાં ચારણી વાળા પૌવા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મસાલો એક થી બે ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યો (સ્વાદ મુજબ મસાલો નાખવી) છેલ્લે એમાં લીલા ધાણા એક બે ચમચી સુધારેલ નાખી મિક્સ કરી નાખો
હવે પૌવા ને સર્વ કરવા સમયે પૌવા પર ઝીણી સુધારેલી ડુંગળી,ટમેટા, લીલા ધાણા સુધારેલા, તરેલ સીંગદાણા, ઝીણી સેવ/રતલામિસેવ અને દાડમ દાણા થી ગાર્નિશ કરી સર્વ કરો ઇન્દોરી પૌવા
ઇન્દોરી પૌવા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shamal’s cooking ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
આદુ, લસણ, મરચા, ડુંગરી ને ટમેટા નો મસાલા પાઉડર બનાવવાની સરળ રીત
કરારી રોટી બનાવવાની રીત | karari roti banavani rit | karari roti recipe in gujarati
શિકંજી બનાવવાની રીત | shikanji banavani rit | shikanji recipe in gujarati
શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit
પનીર ની જલેબી બનાવવાની રીત | paneer ni jalebi banavani rit
ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | Dal Dhokri recipe in Gujarati
લસુની દાળ ખીચડી બનાવવાની રીત | Lasooni Dal Khichadi recipe
દાલ મખની બનવવાની રીત | Daal Makhni banavani rit | daal makhni recipe in gujarati
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે