નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Soni kitchen Recipes YouTube channel on YouTube આજે આપણે વેજ કટલેસ બનાવવાની રીત – veg cutlet banavani rit શીખીશું આ કટલેટ ને તમે નાસ્તામાં કે બાળકોના ટિફિન માં બનાવી ને આપી શકો છો અને નાના મોટા પ્રસંગ કે પાર્ટીમાં પણ પીરસી શકો છો તો ચાલો જાણીએ vegetable cutlet recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
વેજ કટલેસ બનાવવા જરૂરી સામગ્રી | veg cutlet ingredients
- બાફેલા બટાકા 4-5
- પાનકોબી છીણેલી 1 કપ
- ગાજર છીણેલું 1 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ (ઓપ્શનલ છે)
- મરચાની પેસ્ટ 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- જીરું ¼ ચમચી
- અજમો ¼ ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- બેકિંગ પાઉડર ⅛ ચમચી (ઓપ્શનલ છે)
- મરી પાઉડર ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- કોર્ન ફ્લોર / મેંદા નો લોટ 2-3 ચમચી
- બ્રેડ ક્રમ/ સોજી જરૂર મુજબ
- તરવા માટે તેલ
veg cutlet recipe in gujarati | vegetable cutlet recipe in gujarati
વેજ કટલેટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં છીણેલું ગાજર, પાનકોબી અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી એમાં અડધી ચમચી મીઠું નાખી મિક્સ કરી દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી હાથ વડે દબાવી ને તેમાંથી પાણી બધું નિતારી નાખો
બીજા વાસણ માં બાફેલા બટાકા ને છીણી લ્યો ત્યાર બાદ એમાં મરચા ની પેસ્ટ ( જો બાળકો માટે બનાવતા હો તો પા ચમચી જેટલી જ નાખવી) લીંબુનો રસ, અજમો, જીરું ને સ્વાદ મુજબ મીઠું, બેકિંગ પાઉડર, લીલા ધાણા સુધારેલા અને નીચોવી રાખેલ પાનકોબી, ગાજર ને ડુંગળી નાખો
ત્યાર બાદ એમાં બ્રેડ ક્રમ અથવા મેંદા નો લોટ અથવા કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હાથ માં તેલ લગાવી લ્યો ને જે સાઇઝ ની કટલેટ બનાવી છે એ સાઇઝ ના ગોલા બનાવી લ્યો ને ગોલા ને બ્રેડ ક્રમ કે પછી સોજી વાળી થાળીમાં નાખતા જાઓ
હવે ગોલા ને સોજી કે બ્રેડ ક્રમ માં ફેરવી કોટિંગ્ કરી લ્યો ત્યાર બાદ દબાવી ને કટલેટ નો આકાર આપી દયો ને ફરી બ્રેડ ક્રમ કે સોજી માં કોતિંગ્ કરી લ્યો આમ બધી કટલેટ તૈયાર કરી લ્યો (અહી તમે કુકી કટર થી આકાર આપી અલગ અલગ આકારની કટલેટ પણ તૈયાર કરી શકો છો)
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં સમાય એટલી કટલેટ નાખી ને ગોલ્ડન તરી લ્યો ને ગોલ્ડન તરી લીધા બાદ કાઢી લ્યો ને બીજી કટલેટ તરવા નાખો આમ બધી કટલેટ તરી ને તૈયાર કરી લ્યો ( તમે કટલેટ ને તવી પર શેકી ને પણ તૈયાર કરી શકો છો)
તૈયાર કટલેટ ને સોસ કે આંબલીની ચટણી કે લીલી ચટણી સાથે સર્વ કરો વેજ કટલેટ.
વેજ કટલેસ બનાવવાની રીત | veg cutlet banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Soni kitchen Recipes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ગુલાબ જામુન બનાવવાની રીત | Gulab jamun banavani rit | Gulab jamun recipe in Gujarati
ઓટ્સ રવા ઢોસા રેસીપી | Rava dosa banavani rit | Rava Dosa recipe in Gujarati
રવા ઈડલી બનાવવાની રીત | Rava Idli banavani rit | Rava Idli recipe in Gujarati
રવા ના લડવા બનાવવાની રીત | સોજી ના લાડવા બનાવવાની રીત | Rava na Ladu recipe
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે