નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે પનીર કચોરી બનાવવાની રીત – Paneer kachori banavani rit gujarati ma શીખીશું આ કચોરી ખૂબ ટેસ્ટી લાગે છે અને એકાદ દિવસ પહેલા તૈયાર કરી ને રાખી શકાય છે તો ચાલો જાણીએ Paneer kachori recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
પનીર ક્ચોરી નો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 2 કપ
- તેલ 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
પનીર કચોરી નું પૂરણ બનાવવા માટેની સામગ્રી
- છીણેલું પનીર 2 કપ
- તેલ 1 ચમચી
- જીરું 1 ચમચી
- આદુ લસણ પેસ્ટ 2 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
- ધાણા જીરું પાઉડર 1 ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- ચપટી એક ખાંડ
- લીંબુનો રસ ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
Paneer kachori banavani rit gujarati ma | Paneer kachori recipe in gujarati
સૌપ્રથમ આપણે પનીર કચોરી નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ પનીર કચોરી નું પૂરણ બનાવવાની રીત અને પછી પનીર કચોરી બનાવવાની રીત શીખીશું.
પનીર કચોરી નો લોટ બાંધવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં મેંદાના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી હાથ થી મસળી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને મસળી લઈ સોફ્ટ બનાવી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકી દયો
પનીર કચોરી નું પૂરણ બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી શકો ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો
હવે એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર નાખી એક મિનિટ મસાલા ને શેકી લેવા ત્યાર બાદ છીણેલું પનીર નાખો સાથ ખાંડ અને લીલા ધાણા સુધારેલા નાખી ને એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો છેલ્લે ગેસ બંધ કરી લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો
પનીર કચોરી બનાવવાની રીત | paneer kachori banavani rit
મેંદા ના બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો ને એના નાની સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક લુવા ને વચ્ચેથી જાડો અને કિનારી થી વણી લ્યો હવે એમાં બે ત્રણ ચમચી અથવા સમાય એટલું પૂરણ ભરી લ્યો ને બધી બાજુથી બંધ કરતા જઈ પોટલી બનાવી લ્યો ને પોટલી ને ફરી ગોળ લુવો બનાવી લ્યો આમ બધા લુવા ને વણી એમાં પૂરણ ભરી પેક કરી ગોળ લુવા બનાવી લ્યો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું ને તેલ નવશેકું ગરમ થાય ત્યાં સુધી એક એક લુવા ને હલકા હાથે વેલણ થી મિડીયમ જાડી વણી ને કચોરી બનાવી લ્યો ને તૈયાર કચોરી ને નવશેકા ગરમ તેલ માં નાખતા જાઓ આમ બે ત્રણ કચોરી વણી ને સાવ ધીમા તાપે તરવા મટે નાખો એક બાજુ થોડી ચડી જાય પછી બીજી બાજુ ઝારા થી ઉથલાવી ને તરી લ્યો આમ કચોરી ને ગોલ્ડન તરી લ્યો ( કચોરી હમેશા ધીમા તાપે તરવી જેથી કચોરી ખસ્તા બનશે)
આમ બીજી કચોરી વણી ને ધીમા તાપે તરવા નાખો ને એ કચોરી ને પણ ધીમા તાપે ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો ને તૈયાર કચોરી લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો પનીર કચોરી
પનીર કચોરી બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ફુદીના ના પરોઠા બનાવવાની રીત | pudina paratha banavani rit | pudina paratha recipe in gujarati
મિસ્સી રોટી બનાવવાની રીત | missi roti recipe in gujarati | missi roti banavani rit
છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit
રાજગરા ની ચીક્કી બનાવવાની રીત | rajgara ni chikki banavani rit | rajgara chikki recipe in gujarati
પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati | panipuri nu pani banavani rit
મોતીચુર લાડુ બનાવવાની રીત | motichur na ladu banavani rit | motichur ladoo recipe in gujarati
બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na lot na muthiya banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે