નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Creative class @ SARIKA YouTube channel on YouTube આજે આપણે કોળા નું શાક બનાવવાની રીત – kola nu shaak banavani rit શીખીશું. જે ડુંગળી કે લસણ ના ઉપયોગ વગર પણ ખૂબ ટેસ્ટી લાગશે અને ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે જે તમે નાના પ્રસંગમાં બનાવી ને તૈયાર કરી પીરસી શકો છો તો ચાલો જાણીએ kola nu shaak gujarati recipe બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
કોળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | kola nu shaak ingredients
- કોળુ 500 ગ્રામ
- તેલ 2-3 ચમચી
- જીરું ½ ચમચી
- મેથી દાણા ¼ ચમચી
- આખા ધાણા અધ કચરા ½ ચમચી
- જીરું પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- શેકેલ જીરું પાઉડર ¼ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- સંચળ ¼ ચમચી
- ખાંડ 1 ચમચી / ગોળ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- લીલા મરચા સુધારેલા 1-2
- મીઠું સ્વાદ મુજબ
kola nu shaak banavani rit gujarati ma | kola nu shaak gujarati recipe
કોળા નું શાક બનાવવા કોળા ને ધોઇ ને સાફ કરી લ્યો અને અને એના બીજ અને છાલ કાઢી ને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો
હવે એક વાટકા માં જીરું પાઉડર, ચાર્ટ મસાલો, હળદર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, ગરમ મસાલો, સંચળ નાખી મિક્સ કરી લ્યો આ એક વખત ના શાક માં નાખવા નો મસાલો તૈયાર થઈ ગયો
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, મેથી દાણા અને અધ કચરા પીસેલા આખા ધાણા નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને બે ત્રણ ચમચી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને તરત જ સુધારેલ કોળા ના કટકા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને મીડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડવા દેવું
સાત મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને મિક્સ કરી લ્યો ને ગેસ ધીમો કરી નાખો ને એમાં સ્વાદ મુજબ મીઠું નાખો( મીઠું ધ્યાન થી નાખવું કેમ કે શાક માં નાખવા જે મસાલો બનાવેલ છે એમાં સંચળ વાપરેલ છે)
હવે એમાં તૈયાર કરેલ મસાલો નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા, ગોળ નાખી ને બરોબર મિક્સ કરો ને ફરી ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ધીમા તાપે ચડાવો ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી ને મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો રોટલી પરાઠા કે પુરી સાથે કોળા નું શાક.
કોળા નું શાક બનાવવાની રીત વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મથુરા ના પેંડા બનાવવાની રીત | mathura na penda banavani rit | mathura peda recipe in gujarati
પનીર કચોરી બનાવવાની રીત | Paneer kachori banavani rit | Paneer kachori recipe in gujarati
ટામેટાનો સોસ બનાવવાની રીત | ટામેટા સોસ બનાવવાની રીત રેસીપી | tomato sauce banavani rit
પાંચ દાળ ના પકોડા સાથે સ્પેશિયલ કાઢી અને ચટણી બનાવવાની રીત | Panch dal na pakoda banavani rit
ગુંદા નું અથાણું બનાવવાની રીત | Gunda nu athanu banavani recipe
કાલા ખટ્ટા શરબત બનાવવાની સરળ રીત | kala khatta sharbat recipe
કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati
પાપડ ચવાણું બનાવવાની રીત | Papad nu chavanu banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે