નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Rasoi Ghar YouTube channel on YouTube આજે આપણે મગદાળ પાપડી પુરી બનાવવાની રીત – magdal ni papdi puri banavani rit શીખીશું જે તમે હલકા ફુલકા નાસ્તામાં કે બાળકો ને ટિફિન માં તૈયાર કરી આપી શકો છો જે દસ પંદર દિવસ સુધી સાચવી શકો છો તો ચાલો જાણીએ magdal ni papdi puri recipe in gujarati શીખીએ.
મગદાળ પાપડી પુરી બનાવવા જરૂરી સામગ્રી | magdal ni papdi puri ingredients
- ફોતરા વગરની મગદાળ ¼ કપ
- ઘઉંનો લોટ 2 કપ
- સ્વાદ મુજબ મીઠુ
- જીરું ½ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- અજમો ½ ચમચી
- મીઠા લીમડાના પાન ઝીણા સુધારેલ 2-3 ચમચી
- સૂકી મેથી 2 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- તેલ 3-4 ચમચી
- જરૂર મુજબ પાણી
- તરવા માટે તેલ
મગદાળ પાપડી પુરી બનાવવાની રીત | magdal ni papdi puri recipe in gujarati
મગદાળ પાપડી પુરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ફોતરા વગરની મગદાળ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો એને એક ગ્લાસ ગરમ પાણી નાખી ત્રણ ચાર કલાક ઢાંકી ને પલાળી મૂકો (અહી તમે ફોતરા વાળી મગદાળ લઈ ને બે કલાક પલળી મૂકી ફોતરા કાઢી બીજા બે કલાક પલાળી ને પણ વાપરી શકો છો)
હવે એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો એમાં હાથ થી મસળી જીરું નાખો, મરી પાઉડર, હાથ થી મસળી ને અજમો નાખો, મીઠા લીમડાના પાન ઝીણા સુધારેલ, સૂકી મેથી, સફેદ તલ, તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખીને હાથ થી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં પલાળી ને નિતારેલ દાળ નાખો ને હાથથી બરોબર મિક્સ કરી લ્યો
હવે થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી ને જે સાઇઝ ની પાપડી પુરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો
ત્યારબાદ બે નાની પ્લાસિક લઈ એમાં વચ્ચે તેલ લગાવી લ્યો ને લુવો મૂકી વાટકી થી દબાવી ને પાતળી પુરી તૈયાર કરો આમ બધી પુરી ને દબાવી ને તૈયાર કરી લ્યો અથવા પાટલા વેલણ પર તેલ લગાવી ને પાતળી વણી ને તૈયાર કરી શકો છો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં સમાય એટલી તૈયાર પુરી નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધી પુરી ને મીડીયમ તાપે તરી લ્યો ને ઠંડી થવા દયો પુરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી ને મજા લ્યો મગદાળ પાપડી પુરી.
magdal ni papdi puri banavani rit
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ફરાળી ફરસી પુરી બનાવવાની રીત | farali farsi puri banavani rit | farali farsi puri recipe in gujarati
રાજગરા ના ચીલા બનાવવાની રીત | Rajgara na chila banavani rit | Rajgara na chila recipe in gujarati
મગદાળના લાડુ બનાવવાની રીત | magdal na laddu recipe in gujarati | magdal na ladva banavani rit
માખણ મિશ્રી બનાવવાની રીત | makhan mishri banavani rit | makhan mishri recipe in gujarati
કુરકુરી ગુવાર ફળી બનાવવાની રીત | kurkuri guvar fali banavani rit | kurkuri guvar recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે