નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Super Rasoi YouTube channel on YouTube આજે આપણે સોજી બાટી બનાવવાની રીત – soji ni bati banavani rit શીખીશું. આ બાટી બહારથી ક્રિસ્પી અને અંદર થી એક દમ સોફ બને છે જેને તમે સવાર સાંજ ના ચા સાથે ના નાસ્તા માં પણ આપી શકો છો તો ચાલો જાણીએ Soji bati recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
સોજી બાટી સામગ્રી | Soji bati recipe ingredients
- સોજી 1 કપ
- ઘઉંનો લોટ 1 કપ
- આખા સૂકા ધાણા 1 ચમચી
- અજમો ½ ચમચી
- હળદર ½ ચમચી
- સફેદ તલ 1-2 ચમચી
- જીરું ½ ચમચી
- બેકિંગ સોડા 2 ચપટી
- ઘી 6 ચમચી +¼ કપ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 1 કપ
સોજી બાટી બનાવવાની રીત | Soji bati recipe in gujarati
સોજી બાટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં એક કપ ગરમ પાણી લ્યો એમાં હાથ થી મસળી ને અજમો, જીરું, હળદર, ઘી, અધ કચરા કરેલ સૂકા ધાણા, અને સ્વાદ મુજબ મીઠું, બેકિંગ સોડા નાખીને મિક્સ કરો ત્યાર બાદ એમાં સાફ કરેલ સોજી નાખી મિક્સ કરી લ્યો
soji – સોજી બરોબર મિક્સ કરી લીધા બાદ પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો સાત મિનિટ પછી સોજી ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો ને બરોબર મસળી ને સોફ્ટ લોટ બાંધી લ્યો ( લોટ બાંધવા જરૂર પડે તો બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો)
બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકી દયો દસ મિનિટ પછી લોટ ને મસળી એના ચાર થી પાંચ સરખા ભાગ કરી લ્યો ને એક એક લુવા ને કોરો લોટ લઈ પાતળી વણી લ્યો બધી રોટલી વણી તૈયાર કરી લ્યો
હવે એક રોટલી લઈ એના પર એક ચમચી ઘી બરોબર લગાવી લ્યો તેના પર કોરો લોટ અને અડધી ચમચી તલ છાંટી દયો એના પર બીજી રોટલી મૂકો એના પર પણ ઘી લગાવી કોરી લોટ ને તલ છાંટો ત્યાર બાદ એના પ્ર ત્રીજી રોટલી મૂકો એના પર ઘી ને કોરો લોટ છાંટી દયો
ત્યાર બાદ એના પર ચોથી રોટલી મૂકો ને એને વલણ વડે થોડી વણી લ્યો ને એના પર ઘી લગાવી કોરો લોટ છાંટી ને એક બાજુથી ગોળ રોલ વારતા જાઓ ને છેલ્લે પાણી વારો હાથ લાગવી પેક કરી રોલ બનાવી લ્યો ચાકુ થી રોલ ના બે ત્રણ ભાગ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો તેમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકી એમાં તૈયાર કરેલ રોલ મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી ને બાફી લ્યો રોલ બરોબર બાફી લીધા ચારણી બહાર કાઢી ને રોલ ને ઠંડા થવા દયો
રોલ બિલકુલ ઠંડા થાય એટલે એના ચાકુથી મીડીયમ ઝાડા કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈ કે તવી માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરો એમાં ધીમા તાપે કટકા કરેલ બતી ને ગોલ્ડન શેકી લ્યો બધી બાટી શેકી ને તૈયાર કરી લ્યો ગરમ ગરમ બાટી ને દાળ કે ચટણી કે ચા સાથે સર્વ કરો સોજી બાટી.
soji ni bati banavani rit video
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ચુર્રોસ બનાવવાની રીત | churros banavani rit | churros recipe in gujarati
ટમેટા રસમ બનાવવાની રીત | tameta rasam banavani rit | tomato rasam recipe in gujarati
ઢાબા સ્ટાઈલ ચાય બનાવવાની રીત | dhaba style chai banavani rit | dhaba style chai recipe In gujarati
ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tameta ni chatni recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે