નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી – churma na ladoo – churma na ladva banavani rit શીખીશું. આ લાડવા તમે ઘરના નાના મોટા પ્રસંગ માં કે ગણપતિ ને ગણેશ ચતુર્થી પર તૈયાર કરી ધરાવી શકો છો તો ચાલો જાણીએ churma na ladva recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ચુરમા ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | churma na ladoo ingredients in gujarati
- ઘઉંનો કરકરો લોટ 2 કપ
- ઘી 5-6 ચમચી
- ચપટી મીઠું
- છીણેલો ગોળ ½ કપ
- એલચી પાઉડર ½ ચમચી
- જાયફળ પાઉડર 1 ચપટી
- ખસખસ 3-4 ચમચી
- તરવા માટે ઘી / તેલ
- ગરમ પાણી જરૂર મુજબ
churma na ladva banavani rit | churma na ladva recipe in gujarati
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ચપટી મીઠું અને ચાર પાંચ ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ કરી ગરમ પાણી નાખી ચમચા થી મિક્સ કરી ( ગરમ પાણી હોય સીધો હાથ ના નાખવો નહિતર હાથ બરી જસે એટલે અડવા જેવું થાય પછી હાથ વડે મસળવું) કઠણ લોટ બાંધી લ્યો
(અહી તમે પા કપ બેસન ચાળી ને નાખશો તો લાડવા નો સ્વાદ અને રંગ ખૂબ સારો આવશે)
બાંધેલા લોટ ને દસ મિનિટ ઢાંકી ને મૂકો ત્યાં સુંધી ગેસ પર એક કડાઈ માં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય ત્યાં સુધી લોટ ને થોડો મસળી એના હાથ વડે મુઠીયા બનાવી લ્યો અથવા મોટો લોયો કરી વણી ને રોટલો બનાવી કટકા કરી લ્યો
હવે ઘી / તેલ ગરમ થઇ જતાં એમાં મુઠીયા અથવા કટકા નાખી ગેસ ધીમો કરી બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધા મુઠીયા / કટકા ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તરી લ્યો ને થોડા ઠંડા કરી લ્યો
હવે મુઠીયા / કટકા ને હાથ થી તોડી મિક્સર જાર માં નાખી પીસી ને ઝીણો ભૂકો કરી લ્યો ને ભૂકા ને ચોખા ચારવાની ચારણી થી ચાળી લ્યો જેથી મોટા રહી ગયેલ મુઠીયા અલગ થઈ જાય જેને ફરી પીસી લ્યો ને ચાળી ને મિક્સ કરી લ્યો અને એમાં એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી મિક્સ કરો
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો અને અમે ગોળ નાંખી ગોળ ઓગળે ત્યાં સુંધી ધીમા તાપે ચડાવી લ્યો ગોળ બરોબર પીગળે એટલે ગેસ બંધ કરી નાખો ને તૈયાર મિસર્ણ ને ચાળી રાખેલ મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે હાથ વડે મિશ્રણ બરોબર મિક્સ કરી લ્યો ને જરૂર લાગે તો જરૂર મુજબ ઘી ને ગરમ કરી ને નાખવું ત્યાર બાદ એના મોલ્ડ વડે કે હાથ વડે લાડવા બનાવી લ્યો ને ગોળ લાડવા ને ખસખસ માં કોટીંગ કરી લ્યો અથવા લડવા પર ખસખસ છાંટી દયો તો તૈયાર છે ચુરમાના લાડવા.
ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladoo banavani rit
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
નારિયલ બરફી બનાવવાની રીત | nariyal barfi banavani rit | nariyal barfi recipe in gujarati
સોજી બાટી બનાવવાની રીત | soji ni bati banavani rit | Soji bati recipe in gujarati
મગદાળના લાડુ બનાવવાની રીત | magdal na laddu recipe in gujarati | magdal na ladva banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે