જુવાર ની નુડલ્સ બનાવવાની રીત | juvar ni noodles banavani rit | jowar noodles recipe in gujarati

જુવાર ની નુડલ્સ બનાવવાની રીત - જુવાર ના લોટ ની નુડલ્સ બનાવવાની રીત - juvar ni noodles banavani rit - jowar noodles recipe in gujarati
Image credit – Youtube/Sayali's Kitchenette
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sayali’s Kitchenette YouTube channel on YouTube  આજે જુવાર ની નુડલ્સ બનાવવાની રીત – જુવાર ના લોટ ની નુડલ્સ બનાવવાની રીત શીખીશું. જે ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે જે લોકો મેંદો કે બહાર ની મેગી નૂડલ્સ નથી ખાતા એમના માટે એનું ધ્યાન રાખી આજ juvar ni noodles banavani rit – jowar noodles recipe in gujarati  શીખીએ.

જુવાર ના લોટ ની નુડલ્સ બનાવવા જરૂરી સામગ્રી | jowar noodles ingredients

  • જુવાર નો લોટ 1 કપ
  • પાણી ½ કપ
  • તેલ 3-4 ચમચી
  • લીલા વટાણા 5-6 ચમચી
  • મકાઈ ના દાણા 5-6 ચમચી
  • ફણસી ઝીણી સુધારેલી 5-6 ચમચી
  • કેપ્સીકમ ઝીણું સમારેલું 5-6 ચમચી
  • જીરું ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ખાંડ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

જુવાર ની નુડલ્સ બનાવવાની રીત | jowar noodles recipe in gujarati

જુવાર ની નુડલ્સ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી તેલ નાખી ઉકાળી લ્યો

પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી નાખો ને ત્યાર બાદ એમાં થોડો થોડો કરી જુવારનો લોટ નાખતા જાઓ ને ચમચા થી મિક્સ કરી લોટ મિક્સ કરી લ્યો ને લોટ ને ઠંડો થવા દયો

Advertisement

લોટ ઠંડો થાય એટલે હાથ થી મસળી લ્યો છેલ્લે એમાં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો ને સેવ બનાવવા ના મશીન માં સેવ ની જારી મૂકી તેલ થી ગ્રીસ કરી લ્યો હવે એમાં બાંધેલ લોટ નાખી બંધ કરી નાખો

હવે ગેસ પર એક કડાઈ માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં કાંઠો મૂકી એના પર ચારણી કે થાળી ને ગ્રીસ કરી ને મૂકો હવે સેવ બનાવવા ના સંચા માંથી ગ્રીસ કરેલ થાળી માં ફેરવતા જઈ સેવ પાડી લ્યો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા વટાણા અને ફણસી નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કેપ્સીકમ, મકાઈ નાખી બીજી એક મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ધીમા તાપે બે મિનિટ શેકી લ્યો હવે એમાં બાફી રાખેલ જુવાર ની નુડલ્સ ને હાથ થી છૂટી છૂટી કરી ને નાખો ને મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો જુવારની નુડલ્સ.

જુવાર ના લોટ ની નુડલ્સ બનાવવાની રીત | juvar ni noodles banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sayali’s Kitchenette  ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement