નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube આજે આપણે ડુંગળી બટકા ની પૂરી બનાવવાની રીત શીખીશું. હા તમે સાચું વાંચ્યું ડુંગળી બટકા ની પૂરી ની પુરી તમે ડુંગળી બટકા નું શાક સાથે અલગ અલગ રીતે બનાવ્યું જ હસે પણ આજ એમાંથી પુરી બનાવીશું જે તમે ચા, ચટણી કે અથાણાં સાથે ખાઈ શકો છો તો ચાલો જાણીએ ડુંગળી બટકા ની પૂરી બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
ડુંગળી બટકા ની પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ 2 કપ
- ડુંગળી 2 સુધારેલ
- બટાકા 1 સુધારેલ
- લીલા મરચા સુધારેલા 2-3
- લસણ ની કણી 5-6
- આદુનો ટુકડો 1 ઇંચ
- જીરું 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- સફેદ તલ 2-3 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 1-2 ચમચી + તરવા માટે તેલ
ડુંગળી બટકા ની પૂરી બનાવવાની રીત | dungri bataka ni puri recipe in gujarati
ડુંગળી બટકા ની પૂરી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં સુધારેલ ડુંગળી અને બટાકા લ્યો સાથે લીલા મરચા, લસણ ની કણી, જીરું, આદુ નાખી ને પીસી ને સ્મુથ પ્યુરી બનાવી લ્યો
હવે તૈયાર પ્યુરી ને લોટ બાંધવા ના વાસણમાં નાખો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, કસુરી મેથી હાથ થી મસળી ને નાખો, લીલા ધાણા સુધારેલા અને સફેદ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બે ચમચી તેલ નાખી એને પણ મિક્સ કરી લ્યો
હવે તૈયાર મિશ્રણ માં થોડો થોડો કરી ઘઉં નો લોટ નાખી કઠણ પુરી માટેનો લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી એક ચમચી તેલ નાખી લોટ ને ફરી મસળી લ્યો
ત્યારબાદ હવે એમાં થી નાના લુવા બનાવી મીડીયમ જાડી પુરી વણી લ્યો અથવા તો કોરો લોટ લઈ એક મોટો લુવો બનાવી વણી ને મોટી મીડીયમ જાડી રોટલી બનાવી એમાં વાટકા વડે ગોળ ગોળ દબાવી એક સરખી પુરી બનાવી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જેટલી સમાય એટલી પુરી નાખી બને બાજુ મીડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો ને તરેલ પુરી કાઢી બીજી પુરી તરી લ્યો આમ બધી પુરી તરી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ડુંગળી બટકા ની પૂરી.
dungri bataka ni puri banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
લસણ વગર ની વડાપાવ ની ચટણી બનાવવાની રીત | lasan vagar ni vada pav ni chutney banavani rit
દાળ ની દુલ્હન બનાવવાની રીત | dal ni dulhan banavani rit | dal ni dulhan recipe in gujarati
ફુલાવર બટાકા નું સુકુ શાક બનાવવાની રીત | fulavar bataka nu shaak banavani rit
ફણગાવેલ મઠની ચાર્ટ બનાવવાની રીત | fangavel math no chart banavani rit recipe in gujarati
નારિયલ બરફી બનાવવાની રીત | nariyal barfi banavani rit | nariyal barfi recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે