નમસ્તે મિત્રો If you like the recipe do subscribe N’Oven – Cake & Cookies YouTube channel on YouTube આજે આપણે બચેલ ભાતના વડા બનાવવાની રીત – bhaat na vada banavani rit શીખીશું. આપણા ઘર માં ઘણી વખત ભાત બચી જતા હોય છે અને એમાંથી દરેક વખતે વઘારી ને ખાવા નથી ગમતા તો આજ એમાંથી વડા બનાવવાની રીત શીખીએ જે એક વખત બનાવ્યા પછી તમે જાણી જોઈ વધારે ભાત બનાવશો અને વડા બનાવશો તો ચાલો જાણીએ bhaat vada recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ભાતના વડા બનાવવા જરૂરી સામગ્રી | bhaat vada recipe ingredients
- બચેલ ભાત 1 કપ
- દહીં ⅓ કપ
- સોજી ¼ કપ
- ચોખા નો લોટ ¼ કપ
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- છીણેલું આદુ 1 ચમચી
- જીરું ½ ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- તરવા માટે તેલ
ભાતના વડા બનાવવાની રીત | bhaat vada recipe in gujarati
બચેલ ભાતના વડા બનાવવા સૌપ્રથમ બચેલ ભાત અને દહી ને મિક્સર જારમાં લઈ પીસી લ્યો ત્યાર બાદ એને એક વાસણમાં કાઢી લ્યો હવે એમ સોજી , ચોખાનો લોટ, જીરું, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, આદુ, સ્વાદ મુજબ મીઠું અને બેકિંગ સોડા નાખી હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો
હવે મિશ્રણ ને પાંચ મિનિટ એક બાજુ ઢાંકી ને મૂકો જેથી સોજી થોડી પલળી જાય પાંચ મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બને હાથ માં તેલ લગાવી લ્યો
હવે તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ નો વડો બનાવવો હોય એ સાઇઝ નું મિશ્રણ લ્યો એને ગોળ ગોલી બનાવો અને બે હથેળી વચ્ચે દબાવી ચપટું કરો ને વચ્ચે આંગળી થી હોલ કરી લ્યો ને મીડીયમ ગરમ તેલ માં નાખતા જાઓ આમ જેટલા વડા એક વખત માં કડાઈમાં સમાય એટલા બનાવી ને નાખો
વડા ને તેલ માં નાખ્યા પછી એકાદ મિનિટ બને બાજુ ઉથલાવવા જઈ ગોલ્ડન તરી લ્યો અને ગોલ્ડન વડા કાઢી બીજા વડા તરવા નાખો આમ બધા વડા તરી ને તૈયાર કરો ને વડા ને નારિયળ ચટણી, લીલી ચટણી કે સાંભાર સાથે સર્વ કરો બચેલ ભાતના વડા.
bhaat na vada banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર N’Oven – Cake & Cookies ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani rit | surti locho recipe in gujarati
મમરા ના પૌવા બનાવવાની રીત | mamra na pauva banavani rit | mamra na pauva recipe in gujarati
મગદાળ ની મંગોળી બનાવવાની રીત | મગદાળ ની વળી | mag ni dal ni vadi banavani rit | mangodi banavani rit
સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati
ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે