નમસ્તે મિત્રો do subscribe Anukriti Cooking Recipes YouTube channel on YouTube If you like the recipe આજે આપણે લસણ ડુંગળી વગરના ભરેલ રીંગણનું શાક બનાવવાની રીત શીખીશું. આ શાક ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે જે તમે રોટલી, રોટલા કે ભાત સાથે ખાઈ શકો છો તો ચાલો જાણીએ લસણ ડુંગળી વગરનું ભેરેલ રીંગણ નું શાક બનાવવાની રીત – lasan dungri vagar nu bharela ringan nu shaak banavani rit માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
લસણ ડુંગળી વગરનું ભેરેલ રીંગણ નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- રીંગણ 5-6
- ધાણા નો પાઉડર 5-6 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- આમચૂર પાઉડર 2 ચમચી
- જીરું પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- વરિયાળી પાઉડર 1 ચમચી
- સૂકી મેથી 2 ચમચી
- રાઈ નું તેલ / તેલ 2+3 ચમચી
- બેસન 1-2 ચમચી
- દહીં 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું પાણી જરૂર મુજબ
લસણ ડુંગળી વગરનું ભેરેલ રીંગણ નું શાક બનાવવાની રીત
લસણ ડુંગળી વગરના ભરેલ રીંગણનું શાક બનાવવા માટે સૌ પ્રથમ રીંગણ ને ધોઇ લ્યો ત્યાર બાદ એના વધારા ના કવર ને દુર કરી દાડી ને ટૂંકી કરો ને બે ઊભા કાપા પાડી ચેક કરી પાણી માં મૂકતા જાઓ આમ બધા રીંગણ ને કાપા પાડી પાણીમાં નાખી દયો જેથી કાળા ના પડે
હવે એક વાસણમાં ધાણા નો પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, જીરું પાઉડર, હળદર, હિંગ, વરિયાળી પાઉડર, હાથ થી મસળી ને સૂકી મેથી , રાઈ નું તેલ / તેલ બે ચમચી,બેસન, દહીં નાખી ને બધા મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો
ત્યારબાદ રીંગણ ને પાણી માંથી કાઢી એમાં પાડેલ કાપા માં તૈયાર કરેલ મસાલા ને ભરી લ્યો ને થોડો બચેલ મસાલો એક બાજુ મૂકો અને એક તપેલી માં બે કપ ગરમ પાણી કરી ને મૂકો અને જો પાણી અલગથી ગરમ ના કરવું હોય તો રીંગણ પર ઢાંકી રાખેલ વાસણમાં પાણી નાખી દયો ને એ પાણી ગરમ થાય એ જરૂર મુજબ નાખતા જાઓ
હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી બચેલ મસાલો નાખી એક મિનિટ શેકી લ્યો હવે એમાં ભરેલ રીંગણ નાખી મિક્સ કરી લ્યો ને એમાં અડધા કપ જેટલું ગરમ પાણી નાખી ને ઢાંકી દયો ને પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી રીંગણ હલાવી ને એની સાઈડ બદલો
હવે પછી અડધો કપ ગરમ પાણી નાખો ને પાછું પાંચ મિનિટ ચડવા દયો ત્યાર બાદ ખોલી મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો પાણી નાખો ને ફરી ઢાંકી ને ચડાવો આમ ત્રણ ચાર મિનિટ રીંગણ ની સાઈડ બદલાવી બધી બાજુથી રીંગણ ને ચડાવી લ્યો અને જરૂર પડે તો ગરમ પાણી નાખો
તમેને જે પ્રમાણે ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી વધુ કે ઓછું માત્રામાં નાખી ને રીંગણ ને ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો લસણ ડુંગળી વગરના ભરેલ રીંગણનું શાક.
lasan dungri vagar nu bharela ringan nu shaak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Anukriti Cooking Recipes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
આદુ નું અથાણું બનાવવાની રીત | aadu nu athanu banavani rit | aadu nu athanu recipe in gujarati
કેપ્સીકમ બેસન નું શાક બનાવવાની રીત | capsicum besan nu shaak banavani rit
દાળ ની દુલ્હન બનાવવાની રીત | dal ni dulhan banavani rit | dal ni dulhan recipe in gujarati
મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati
ફણગાવેલ મઠની ચાર્ટ બનાવવાની રીત | fangavel math no chart banavani rit recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે