સિંધી ડોડા બનાવવાની રીત | sindhi doda banavani rit | sindhi doda recipe in gujarati

સિંધી ડોડા બનાવવાની રીત - sindhi doda banavani rit - sindhi doda recipe in gujarati
Image credit – Youtube/Ajay Chopra
Advertisement

નમસ્તે મિત્રો do subscribe Ajay Chopra YouTube channel on YouTube  If you like the recipe  આજે આપણે સિંધી ડોડા બનાવવાની રીત – sindhi doda banavani rit શીખીશું. આ એક પ્રકારના પરોઠા છે જે થોડા જાડા બનાવવામાં આવે છે અને તે સવાર સાંજ ના નાસ્તામાં બનાવી શકાય છે તો ચાલો જાણીએ sindhi doda recipe in gujarati – સિંધી ડોડા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સિંધી ડોડા બનાવવા જરૂરી સામગ્રી| sindhi doda recipe ingredients

  • જુવાર નો લોટ 3 કપ
  • અજમો 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા ¼ કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 1-2 ચમચી
  • લસણ સુધારેલ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • કીટુ 1 ચમચી (ઓપ્શનલ છે)
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાન ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • જીરું 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • લસણ ની કણી 5-6
  • લીંબુનો રસ 1 ચમચી

લીલી ચટણી બનાવવાની રીત

મિક્સર જાર માં સાફ કરી ધોઇ ને લીલા ધાણા, ફુદીના ના પાન, લસણ ની કણી, જીરું, લીલા મરચા સુધારેલા, સંચળ અને લીંબુનો રસ નાખી પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

સિંધી ડોડા બનાવવાની રીત | sindhi doda recipe in gujarati

સિંધી ડોડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી ને અજમો નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, બીજ કાઢી ને ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સમારેલા લીલાં મરચાં, લસણ સુધારેલ, લાલ મરચાનો પાઉડર, કીટુ (ઓપ્શનલ છે )ઘી જરૂર મુજબ અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી ને મિક્સ કરી લ્યો

Advertisement

હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો પંદર મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ હાથ માં તેલ લગાવી જે સાઇઝ ના લુવો લઈ ને હથેળી વચ્ચે દબાવી ને જાડી રોટલી બનાવી લ્યો

ગેસ પર એક તવી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ રોટી નાખી હાથ થી થોડી દબાવી લ્યો ને એક બાજુ શેકી લીધા બાદ બીજી બાજુ ઉથલાવી લ્યો બને બાજુ થોડા ચડાવી લીધા બાદ બને બાજુ ઘી / તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા સિંધી ડોડા તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ લીલી ચટણી અને ચા સાથે સર્વ કરો સિંધી ડોડા

sindhi doda banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રસમ વડા બનાવવાની રીત | rasam vada banavani rit | rasam vada recipe in gujarati

મિક્સ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | mix vegetable salad banavani rit | mix vegetable salad recipe in gujarati

મમરા ના પૌવા બનાવવાની રીત | mamra na pauva banavani rit | mamra na pauva recipe in gujarati

ફણગાવેલ મઠની ચાર્ટ બનાવવાની રીત | fangavel math no chart banavani rit | fangavel math no chart recipe in gujarati

બટાકા ના ફરાળી ભજીયા બનાવવાની રીત | bataka na farali bhajiya banavani rit | bataka na farali bhajiya recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement