નમસ્તે મિત્રો do subscribe CookingShooking Hindi YouTube channel on YouTube If you like the recipe આજે આપણે વેજ ફ્રાઈડ રાઈસ બનાવવાની રીત – veg fried rice banavani rit શીખીશું. ઘણી વખત કઈક હલકું ફૂલકું ખાવા નું મન હોય તો તમે આ રીતે ખૂબ ઝડપથી વેજ ફ્રાઇડ રાઈસ બનાવી ને તૈયાર કરી શકો છો અને ટિફિન માં કે પાર્ટી માં પણ સર્વ કરી શકો છો તો ચાલો આજે veg fried rice recipe in gujarati વેજ ફ્રાઈડ રાઈસ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
વેજ ફ્રાઈડ રાઈસ બનાવવા જરૂરી સામગ્રી
- બાસમતી ચોખા 1 કપ
- તેલ 3-4 ચમચી
- ઝીણા સમારેલા લીલાં મરચાં 3-4
- ઝીણું સમારેલું લસણ 1 ચમચી
- ઝીણી સમારેલી ફણસી 3-4 ચમચી
- ઝીણું સમારેલું ગાજર 3-4 ચમચી
- મરી પાઉડર ⅛ ચમચી
- રેડ ચીલી સોસ 1 ચમચી
- ગ્રીન ચીલી સોસ ½ ચમચી
- સોયા સોસ ½ ચમચી
- લીલી ડુંગળી સુધારેલ 3-4 ચમચી (ઓપ્શનલ છે હોય તો નાખવી નહિતર સૂકી ડુંગળી પણ નાખી શકો છો)
- સ્વાદ મુજબ મીઠું
- લીંબુ નો પા કટકા
- જરૂર મુજબ પાણી
વેજ ફ્રાઈડ રાઈસ બનાવવાની રીત | veg fried rice recipe in gujarati
વેજ ફ્રાઇડ રાઈસ બનાવવા માટે સૌ પ્રથમ ચોખા ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી વીસ થી ત્રીસ મિનિટ પલાળી મુકો ત્રીસ મિનિટ પછી એનું બધું પાણી નીતરી લ્યો
હવે ગેસ પર એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠુ અને લીંબુનો કટકો નાખી પાણી ને ઉકાળી લ્યો
ત્યાર બાદ એમાં નિતારી રાખેલ ચોખા નાખી મિક્સ કરી ફૂલ તાપે દસ પંદર મિનિટ ચડાવી લ્યો (અથવા ચોખા 90% ચડી જાય ત્યાં સુધી ચડાવી લ્યો)
ભાત બરોબર ચડી જાય એટલે એનું પાણી નિતારી નાખો અને મોટા વાસણમાં નાખી ફેલાવી લ્યો અને લીંબુ ને કાઢી લ્યો હવે બીજી એક કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકો
કડાઈ ગરમ થાય એટલે એમાં તેલ નાખો ને તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, લસણ, ફણસી, ગાજર નાખી અડધી મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ એમાં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, સ્વાદ મુજબ મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાં બાદ એમાં ભાત નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે વેજ ફ્રાઇડ રાઈસ
veg fried rice banavani rit | ફ્રાઈડ રાઈસ રેસીપી
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookingShooking Hindi ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ચોખા ના પાપડ બનાવવાની રીત | chokha na papad banavani rit | chokha na papad recipe in gujarati
મોદક બનાવવાની રીત | modak banavani rit | modak recipe in gujarati
ફરાળી ફરસી પુરી બનાવવાની રીત | farali farsi puri banavani rit | farali farsi puri recipe in gujarati
મથુરા ના પેંડા બનાવવાની રીત | mathura na penda banavani rit | mathura peda recipe in gujarati
ઢાબા સ્ટાઈલ ચાય બનાવવાની રીત | dhaba style chai banavani rit | dhaba style chai recipe In gujarati
બેસન ની બરફી બનાવવાની રીત | besan ni barfi banavani rit | besan barfi recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે