નમસ્તે મિત્રો આજે આપણે બટાકા નો હલવો બનાવવાની રીત – bataka no halvo banavani rit શીખીશું. do subscribe chefharpalsingh YouTube channel on YouTube If you like the recipe જેને ઘણા લોટો બટાકા નો શીરો પણ કહે છે આ હલવો તમે વ્રત ઉપવાસમાં તો ખાઇજ શકો સાથે વ્રત વગર પણ બનાવી ને ખાઈ શકો અને આવેલ મહેમાન ને પણ આપી શકો છો તો ચાલો જાણીએ bataka no halvo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
બટાકા નો હલવો બનાવવા જરૂરી સામગ્રી | bataka no halvo recipe ingredients
- બાફેલ બટાકા 3-4
- ઘી 4-5 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- કીસમીસ 1- 2 ચમચી
- કાજુ ની કતરણ 2-3 ચમચી
- પિસ્તા ની કતરણ 1-2 ચમચી
- બદામ ની કતરણ 2-3 ચમચી
- કેસરના તાંતણા 8-10
- ખાંડ 3-4 ચમચી
- દૂધ ¼ કપ
- માવો છીનેલ ½ કપ
બટાકા નો હલવો બનાવવાની રીત | bataka no halvo recipe in gujarati
બટાકા નો હલવો બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને કુકર માં બાફી લ્યો ત્યાર બાદ કુકર ની હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે કુકર માંથી કાઢી થોડા ઠંડા થવા દયો અને એની છાલ ઉતારી ને છીણી વડે છીણી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં કીસમીસ તરી લ્યો અને એને એક વાટકામાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં છીણેલા બટાકા નાખી ને હલાવતા રહી ને ગોલ્ડન થાય ત્યાં સુધી અથવા દસ પંદર મિનિટ સુધી શેકો
બટાકા ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કાજુની કતરણ, બદામ ની કતરણ અને પીસ્તા ની કતરણ નાખી ને બે મિનિટ શેકી લ્યો હવે એમાં ખાંડ અને દૂધ નાખી મિક્સ કરો અને હલાવતા રહી ને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં છીણેલો માવો નાખી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ બાદ એમાં તરી રાખેલ કીસમીસ અને ફૂટી ને કેસર ના તાંતણા નાખી મિક્સ કરો છેલ્લે એમાં એકાદ ચમચી ઘી નાખી બીજી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ કે ઠંડો સર્વ કરો બટાકા નો હલવો.
bataka no halvo banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર chefharpalsingh ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
સોજી નો હલવો બનાવવાની રીત | suji no halvo banavani rit | suji no halvo recipe in gujarati
ફરાળી સંભાર બનાવવાની રીત | farali sambar recipe in gujarati | farali sambar banavani rit
રસમ વડા બનાવવાની રીત | rasam vada banavani rit | rasam vada recipe in gujarati
ભાજી કોન બનાવવાની રીત | Bhaji cone recipe in Gujarati | bhaji cone banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે